android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: બે-બે મંત્રીઓની હાજરીમાં વીજળી ગુલ, લોકોએ મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડી
calendar_today June 17, 2026

Banaskantha: બે-બે મંત્રીઓની હાજરીમાં વીજળી ગુલ, લોકોએ મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડી

રાજ્યમાં સરકારી કાર્યક્રમો અને વીજળી વિભાગના તાલમેલનો એક અજીબોગરીબ કિસ્સો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી સામે આવ્યો છે. પાલનપુર ખાતે બનાસકાંઠા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક ભવ્ય 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ સરકાર દેશ અને રાજ્યને અવિરત વીજળી અને વિકાસના પંથે લઈ જવાની વાતો કરે છે, પરંતુ આ જ વિકાસના સંમેલનમાં સરકારી તંત્રની પોલ ખુલી ગઈ હતી.વીજ પુરવઠો સંપૂર્ણપણે ડૂલ કાર્યક્રમની શરુઆતમાં જ લાઈટ જતી રહી હતી, જેના કારણે હોલમાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સૌથી મોટી વાત એ છે કે આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં રાજ્ય સરકારના બે-બે મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓની ગરિમામય હાજરી હોવા છતાં, કાર્યક્રમ શરૂ થવાની સાથે જ વીજ પુરવઠો સંપૂર્ણપણે ડૂલ થઈ ગયો હતો જેથી સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું. મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડી જોકે, વીજળી લાંબા સમય સુધી ન આવતા કાર્યક્રમને રોકવાને બદલે અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો હતો. હોલમાં હાજર કાર્યકર્તાઓ, વેપારીઓ અને સામાન્ય જનતાએ પોતપોતાના સ્માર્ટફોન બહાર કાઢ્યા હતા અને મોબાઈલની ફ્લેશ લાઈટ (ટોર્ચ) ચાલુ કરી દીધી હતી. સેંકડો મોબાઈલની ફ્લેશ લાઈટના અજવાળા વચ્ચે મંત્રીઓની હાજરીમાં કાર્યક્રમને આગળ ધપાવવો પડ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો મંત્રીઓની હાજરીવાળા 'વિકસિત ભારત સંમેલન'માં જ વીજળી ગુલ થઈ જતી હોય, તો સામાન્ય જનતાની સ્થિતિ શું હશે? આ ઘટના પાલનપુર અને સમગ્ર બનાસકાંઠા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.આ પણ વાંચો----     Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

Read Full Story arrow_forward
Ahmedabad : વાડજમાં સગીર પર જીવલેણ હુમલો કરનાર વધુ 3 મુખ્ય આરોપીઓ જેલભેગા, જૂની અદાવતમાં પાઇપ-ધોકાથી કર્યો હતો હુમલો
calendar_today June 17, 2026

Ahmedabad : વાડજમાં સગીર પર જીવલેણ હુમલો કરનાર વધુ 3 મુખ્ય આરોપીઓ જેલભેગા, જૂની અદાવતમાં પાઇપ-ધોકાથી કર્યો હતો હુમલો

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજમાં સગીર વયના યુવક પર થયેલા હિંસક હુમલાના મામલામાં વાડજ પોલીસે કાયદાનો સકંજો વધુ મજબૂત કર્યો છે. ગત 7 જૂનની મોડી રાત્રે બનેલી આ સનસનાટીભરી ઘટનામાં સંડોવાયેલા વધુ ત્રણ મુખ્ય આરોપીઓને પોલીસે ઝડપી પાડીને જેલભેગા કરી દીધા છે. આ કેસમાં અગાઉ બે આરોપી પકડાઈ ચૂક્યા છે, જ્યારે આ ત્રણની ધરપકડ સાથે પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા પાંચ થઈ ગઈ છે.સામાન્ય માથાકૂટ અને અદાવતનો બદલો હુમલાનું કારણ: પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ લોહિયાળ ખેલ માત્ર બે મહિના જૂની સામાન્ય માથાકૂટ અને અદાવતનો બદલો લેવા માટે ખેલાયો હતો. સગીર યુવકને ઘેરી જીવલેણ માર માર્યો મળતી માહિતી મુજબ, 7 જૂનની રાત્રે આરોપીઓએ સગીર યુવકને ઘેરી લીધો હતો અને તેના પર સ્ટીલની પાઇપ તેમજ લાકડાના ધોકા વડે બેરહેમીથી તૂટી પડ્યા હતા. આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં હિમાંશુ ઉર્ફે બંટો, સાહિલ, મોહિત સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં વાડજ પોલીસે ટીમો બનાવીને તપાસ તેજ કરી હતી. વધુ 3 આરોપી ઝડપાયા પોલીસે અગાઉ આ કેસમાં મોહિત પરમાર અને કરણ ચૌહાણ નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હવે કડક કાર્યવાહી કરીને હુમલાના મુખ્ય સૂત્રધાર એવા હિમાંશુ ઉર્ફે બંટો વાઘેલા, સાહિલ વાઘેલા અને રવિન્દ્ર ઉર્ફે રવિરાજ પુરોહિતની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થાનિક વિસ્તારમાં ચકચાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનેગારોમાં પોલીસનો ખોફ રહે તે માટે વાડજ પોલીસે આ તમામ આરોપીઓ સામે કડક કાનૂની રાહે કાર્યવાહી હાથ ધરી છે. જૂની અદાવતમાં સગીર પર આ પ્રકારે ઘાતકી હુમલો થતાં સ્થાનિક વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી. આ પણ વાંચો----    Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

Read Full Story arrow_forward
Rajkot News: નારાજગી દૂર કરવા ભાજપનો મોટો દાવ! ગોંડલમાં યોજાયું ખેડૂત સંમેલન, ઉપવાસ મુદ્દે મંત્રીનું મૌન
calendar_today June 17, 2026

Rajkot News: નારાજગી દૂર કરવા ભાજપનો મોટો દાવ! ગોંડલમાં યોજાયું ખેડૂત સંમેલન, ઉપવાસ મુદ્દે મંત્રીનું મૌન

રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ખેડૂતોની નારાજગી અને સંભવિત આંદોલન સમેટી લેવા માટે ભાજપ દ્વારા એક મોટો રાજકીય દાવ ખેલવામાં આવ્યો છે. ગોંડલના પ્રખ્યાત BAPS અક્ષર મંદિર ખાતે ભાજપ પ્રેરિત એક ભવ્ય 'ખેડૂત સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન પાછળનો મુખ્ય હેતુ ખેડૂતોમાં ફેલાયેલી નારાજગીને દૂર કરવાનો અને આગામી આંદોલનની ધાર બૂઠી કરવાનો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આવક બમણી કરવા અને પ્રાકૃતિક ખેતી અંગે દાવાઅક્ષર મંદિર પરિસરમાં યોજાયેલા આ સંમેલનમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની જોરશોરથી રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયાસો અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેના ફાયદાઓ વિશે મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા.પ્રદેશ નેતાગીરી અને મંત્રીઓની સ્ટેજ પર હાજરીઆ ખેડૂત સંમેલનમાં ભાજપના ટોચના નેતાઓ અને મંત્રીઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં ભાજપ પ્રદેશ અગ્રણી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, વિવિધ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સહકારી આગેવાનોની હાજરી વચ્ચે સંગઠનને મજબૂત કરવા અને ખેડૂતોને રિઝવવા માટે મંથન કરવામાં આવ્યું હતું.ખેડૂતોના ઉપવાસ મુદ્દે કૃષિ મંત્રીનું મૌનઆ કાર્યક્રમમાં બધું જ સુમેળભર્યું દેખાડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ખેડૂતોની વાસ્તવિક નારાજગી હજુ પણ યથાવત છે. ખેડૂતો દ્વારા 18 જૂનથી જ શરૂ કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલન અંગે જ્યારે મીડિયાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સવાલ પૂછ્યો, ત્યારે તેઓ આ મુદ્દે સંપૂર્ણ 'મૌન' સેવી ગયા હતા. મંત્રીશ્ના આ મૌનથી અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે કે, શું ભાજપ ખેડૂતોના આક્રોશને ડામવામાં ખરેખર સફળ રહેશે કે કેમ?ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં ખેડૂતોમાં નારાજગી છે. જે કારણે મોટા ખેડૂત આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. આવામાં સત્તા પક્ષ દ્વારા ખેડૂતોની નારાજગી દૂર કરવા માટે ખેલાયેલો આ દાવ કેટલો કારગત નીવડશે, એતો આવનારો સમય બતાવશે.આ પણ વાંચો - Rajkot: બાલાજી વેફર ફેક્ટરી દ્વારા ન્યારી નદીમાં દૂષિત પાણી છોડાયાના આક્ષેપ, બચાવમાં ઉતરેલું પ્રદૂષણ બોર્ડ સવાલોના ઘેરામાં

Read Full Story arrow_forward