android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : કોટંબી ગામ પાસે ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી, 5ના મોત
calendar_today June 17, 2026

Vadodara : કોટંબી ગામ પાસે ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી, 5ના મોત

ગુજરાતમાં વહેલી સવારે અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વડોદરા-જરોદ રોડ પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોટંબી ગામ નજીક હાઇવે પર દોડતી એક લક્ઝરી બસ આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને મુસાફરોની ચીસાચીસથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો.NDRF અને પોલીસે મોરચો સંભાળ્યો, ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયાઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ મિશન મોડમાં આવી ગઈ હતી. અકસ્માતની ગંભીરતાને જોતાં તુરંત જ NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમને પણ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.  આ અકસ્માતમાં 5 કમનસીબ મુસાફરોના ઘટનાસ્થળે જ કાળમુખો કોળિયો થઈ ગયો હતો. જ્યારે બસમાં સવાર અન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.જરોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોવહેલી સવારે સર્જાયેલા આ ભયાનક અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જરોદ પોલીસે મૃતકોના શવને પીએમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. બસ ચાલકને ઝોકું આવી ગયું હતું કે પછી ઓવરટેક કરવાના ચક્કરમાં આ દુર્ઘટના ઘટી, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.આ પણ વાંચો----     Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી

Read Full Story arrow_forward
Weather Update : ગુજરાતમાં ગરમી વચ્ચે અસહ્ય ઉકળાટ, આજે કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી
calendar_today June 17, 2026

Weather Update : ગુજરાતમાં ગરમી વચ્ચે અસહ્ય ઉકળાટ, આજે કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના પારામાં આંશિક ઘટાડો નોંધાયો છે, પરંતુ પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે અને નાગરિકો અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે રાજ્યના લોકોને મોટી રાહત આપતા સમાચાર આપ્યા છે. આગામી સમયમાં ભેજવાળા વાતાવરણને કારણે આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં હળવા વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે.ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામશે. આ તરફ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મેઘ મહેર જોવા મળી શકે છે. આ ઉપરાંત સુરત, તાપી અને ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ભારે ઉકળાટ અને અકળામણ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદી પવન ફૂંકાઈ શકે છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમની થતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચરમસીમાએ પહોંચ્યું છે, જેના કારણે આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારે ઉકળાટ અને અકળામણ અનુભવાશે, જે બાદમાં વરસાદમાં પરિણમશે.  અમદાવાદ-ભાવનગરમાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન હાલમાં મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જોકે, અમદાવાદ અને ભાવનગરમાં હજી પણ પારો 40 ડિગ્રી પર યથાવત છે. અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 39.1, વડોદરા અને સુરેન્દ્રનગરમાં 39.2, રાજકોટ અને અમરેલીમાં 38.5 તેમજ ડીસામાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે સુરતમાં 35, દમણમાં 37, ભુજમાં 36.5 અને પોરબંદરમાં 35.2 ડિગ્રી તાપમાન સાથે ઉકળાટનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.આ પણ વાંચો---   Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી

Read Full Story arrow_forward
Vadodara ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ, વિકાસના નિર્ણયોમાંથી સંગઠન આઉટ! 30 વર્ષ જૂની સંકલન બેઠકની પ્રથા બંધ
calendar_today June 17, 2026

Vadodara ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ, વિકાસના નિર્ણયોમાંથી સંગઠન આઉટ! 30 વર્ષ જૂની સંકલન બેઠકની પ્રથા બંધ

વડોદરાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને જૂથવાદનો અંત લાવવા માટે પ્રદેશ ભાજપ હાઇકમાન્ડ દ્વારા એક અત્યંત આકરો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના વિકાસના કામો અને મહત્વના નિર્ણયોમાંથી હવે ભાજપ સંગઠનની ધરખમ બાદબાકી કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપના આ નિર્ણયથી સ્થાનિક સ્તરે મોટો રાજકીય ગરમાવો આવી ગયો છે.30 વર્ષ જૂની પરંપરાનો આવ્યો અંત વડોદરા ભાજપમાં છેલ્લા 30 વર્ષથી એક મજબૂત પ્રથા ચાલી આવતી હતી, જેનો હવે સત્તાવાર રીતે અંત આણી દેવાયો છે. અત્યાર સુધી વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળે તે પહેલાં ભાજપ કાર્યાલય ખાતે ‘સંકલન બેઠક’ યોજાતી હતી. આ બેઠકમાં ભાજપ પ્રમુખ, મહામંત્રી અને સંગઠનના હોદ્દેદારો કોર્પોરેશનના એજન્ડા પર પોતાના વિચારો અને મંતવ્યો મૂકતા હતા. પરંતુ પ્રદેશ ભાજપના નવા આદેશ અનુસાર, હવે ભાજપ કાર્યાલય ખાતે આવી કોઈ સંકલન બેઠક મળશે નહીં. સ્થાયી સમિતિને જ આખરી સત્તા, CM-DYCM રાખશે સીધી નજર નવી વ્યવસ્થા હેઠળ હવે વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિને જ તમામ નિર્ણયો લેવાની આખરી અને સર્વોચ્ચ સત્તા સોંપી દેવામાં આવી છે. સંગઠનની દખલગીરી અટકાવવા માટે હવે કોર્પોરેશનના તમામ એજન્ડા સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી ને મોકલવામાં આવશે. વડોદરા ભાજપના નેતાઓ વચ્ચે ચાલતી આંતરિક લડાઈ અને ખેંચતાણને કારણે વિકાસના કામો રૂંધાતા હોવાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી હતી, જેના પગલે પ્રદેશ નેતૃત્વએ આ આકરો કોરડો વીંઝ્યો છે. આ નિર્ણયથી સંગઠનના પંખા કપાયા છે અને ચૂંટાયેલી પાંખ મજબૂત બની છે.આ પણ વાંચો----  Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી

Read Full Story arrow_forward