android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : 3 વર્ષની માસૂમ દીકરીની નજર સામે જ 22 વર્ષીય વિધવા માતાએ ઝેર પી કર્યું મોતનું આલિંગન, પતિના વિયોગમાં ભર્યું અંતિમ પગલું
calendar_today June 17, 2026

Surat : 3 વર્ષની માસૂમ દીકરીની નજર સામે જ 22 વર્ષીય વિધવા માતાએ ઝેર પી કર્યું મોતનું આલિંગન, પતિના વિયોગમાં ભર્યું અંતિમ પગલું

સુરત શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. અહીંના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં એક 22 વર્ષીય વિધવા મહિલાએ પોતાની માસૂમ દીકરીની નજર સામે જ ઝેર પીને આપઘાત કરી લીધો છે. મૂળ ભાવનગરની વતની અને સુરતમાં રોકાયેલી રીના નામની આ 22 વર્ષીય યુવતીએ કયા કારણોસર આ આકરો નિર્ણય લીધો તે જાણીને આસપાસના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.મૃતક રીનાના ત્રણ વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન થયા હતા મળતી માહિતી મુજબ, મૃતક રીનાના ત્રણ વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન થયા હતા અને સંસારમાં એક નાની દીકરી પણ છે. જોકે, વિધિના લેખ વાંકા હોય તેમ માત્ર ચાર મહિના પહેલાં જ તેના પતિ અક્ષયનું અકાળે અવસાન થયું હતું. પતિના મોત બાદ રીના આઘાતમાં સરી પડી પતિના મોત બાદ રીના આઘાતમાં સરી પડી હતી અને વિયોગ સહન કરી શકતી નહોતી. તે માનસિક આઘાત અને ભારે એકલતા અનુભવી રહી હતી પરિવારને ફોન પર વાત કરી અતિથિ ભવનના રૂમમાં દીકરી સામે જ ઝેર ગટગટાવ્યા બાદ રીનાએ પોતે જ પોતાના પરિવારજનોને આ અંગે ફોન પર જાણ કરી હતી. પરિવાર તાત્કાલિક દોડી આવ્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ રીનાએ દમ તોડી દીધો હતો. માસૂમ બાળકીએ પિતા બાદ હવે માતાની છત્રછાયા પણ ગુમાવી દેતા પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો છે. પોલીસે આ મામલે આપઘાતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો----    Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી

Read Full Story arrow_forward
Ahmedabad : ઓઢવ અગ્નિકાંડમાં એક વ્યક્તિનો જીવ લેનાર પ્લાસ્ટિક ફેક્ટરીના માલિક પિતા-પુત્ર સામે ગુનો દાખલ
calendar_today June 17, 2026

Ahmedabad : ઓઢવ અગ્નિકાંડમાં એક વ્યક્તિનો જીવ લેનાર પ્લાસ્ટિક ફેક્ટરીના માલિક પિતા-પુત્ર સામે ગુનો દાખલ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં પાંચ દિવસ પહેલાં બનેલી ભયાનક અગ્નિકાંડની ઘટનામાં આખરે ઓઢવ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓઢવ વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક નિર્દોષ વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ તેજ કરી હતી, જેમાં કંપનીમાં સલામતી અને સુરક્ષાના નિયમોનો સરેઆમ ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે ઓઢવ પોલીસે પ્લાસ્ટિક કંપનીના બે માલિકો સામે ગુનો દાખલ કર્યો છે.માલિક અરુણ માંગરોલીયા અને સાગર માંગરોલીયા સામે બેદરકારીનો ગુનો પોલીસે તપાસ બાદ કંપનીના માલિક પિતા-પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફેક્ટરીના માલિક અરુણ માંગરોલીયા અને તેમના પુત્ર સાગર માંગરોલીયા સામે બેદરકારી અને માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. સલામતીના નિયમોનું પાલન થયું ન હતું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સલામતીના નિયમોનું પાલન થયું ન હતું જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. હાલ ઓઢવ પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને ધરપકડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ પણ વાંચો----   Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  વડોદરા - જરોદ રોડ પર ટ્રક પાછળ ખાનગી બસ ઘુસી જતા 5ના મોત
calendar_today June 17, 2026

Gujarat Latest News Live : વડોદરા - જરોદ રોડ પર ટ્રક પાછળ ખાનગી બસ ઘુસી જતા 5ના મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward