android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jodiya-Jamnagar : સગાઈ તૂટ્યા બાદ પિતાએ આપ્યો ઠપકો, 22 વર્ષના સાહિલે સબ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ લીધો
calendar_today June 17, 2026

Jodiya-Jamnagar : સગાઈ તૂટ્યા બાદ પિતાએ આપ્યો ઠપકો, 22 વર્ષના સાહિલે સબ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ લીધો

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશિયા ગામેથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં માત્ર 22 વર્ષની નાની ઉંમરના એક આશાસ્પદ યુવાને પિતાના ઠપકાથી લાગી આવતા ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ આત્મહત્યાની ઘટના બાદ સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.મૃતક યુવકની ઓળખ 22 વર્ષીય સાહિલ વાઘેલા તરીકે થઈ મળતી વિગતો અનુસાર, જોડિયા તાલુકાના કેશિયા ગામમાં આવેલા 66 કેવી સબ સ્ટેશનના પાર્કિંગ એરિયામાં એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક યુવકની ઓળખ 22 વર્ષીય સાહિલ વાઘેલા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને આ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિતાએ સાહિલને ઠપકો આપ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં આ આપઘાત પાછળનું જે કારણ સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. મૃતક સાહિલ વાઘેલાની આજથી આશરે 8 મહિના પહેલા કોઈ કારણોસર સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટી જવાની આ બાબતને લઈને ઘરમાં અવારનવાર માનસિક તણાવ રહેતો હતો. તાજેતરમાં જ આ જ બાબતે પિતાએ સાહિલને ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો 22 વર્ષના સાહિલને મનમાં એટલો બધો લાગી આવ્યો કે તેણે આત્મહત્યા જેવું અંતિમ અને ઘાતક પગલું ભરી લીધું. સબ સ્ટેશનના પાર્કિંગ પરિસરમાં જઈને ફાંસો ખાઈ લીધો સાહિલે કેશિયા ગામના જીઈબી ના 66 કેવી સબ સ્ટેશનના પાર્કિંગ પરિસરમાં જઈને ફાંસો ખાઈ લીધો હતો. એકતરફ સગાઈ તૂટવાનું દુઃખ અને બીજી તરફ પિતાની નારાજગીના કારણે યુવાને ક્ષણિક આવેશમાં આવીને જિંદગી ટૂંકાવી દીધી હોવાનું પોલીસે જાહેર કર્યું છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. આ પણ  વાંચો---     Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી

Read Full Story arrow_forward
નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ કાર્ગો ફ્લાઇટ આવી
calendar_today June 17, 2026

નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ કાર્ગો ફ્લાઇટ આવી

કાર્ગો સેવા શરૂ થવાથી વેપારને વેગ મળશે.

Read Full Story arrow_forward
Bihar Election: ચૂંટણીમાં પાર્ટીઓને મળ્યુ 281 કરોડનું ફંડ, ADR રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
calendar_today June 17, 2026

Bihar Election: ચૂંટણીમાં પાર્ટીઓને મળ્યુ 281 કરોડનું ફંડ, ADR રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેનારા અગ્રણી રાજકીય પક્ષોના નાણાકીય વ્યવહારોને લઈને ચૂંટણી સુધારા માટે કામ કરતી સંસ્થા Association for Democratic Reforms (ADR) દ્વારા એક મહત્વનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, ચૂંટણી મેદાનમાં ઉતરેલા મુખ્ય 10 રાજકીય પક્ષોને મળેલા કુલ દાન અને તેમના દ્વારા કરાયેલા વાસ્તવિક ખર્ચ વચ્ચે આશરે ₹88 કરોડનો મોટો તફાવત જોવા મળ્યો છે.પક્ષોની કમાણી અને ખર્ચનું ગણિતADRના વિશ્લેષણ મુજબ, આ ચૂંટણી દરમિયાન 10 પ્રમુખ પક્ષોએ સામૂહિક રીતે ₹281.32 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. તેની સામે પક્ષો દ્વારા કુલ ₹193.47 કરોડનો ચૂંટણી ખર્ચ નોંધાવવામાં આવ્યો છે. આમ, પક્ષો પાસે રહેલી બચત અથવા વણવપરાયેલું ભંડોળ અંદાજે ₹88 કરોડ જેટલું થાય છે.આ વિશ્લેષણમાં દેશના મુખ્ય પક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો5 રાષ્ટ્રીય પક્ષો: ભાજપ (BJP), કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), બહુજન સમાજ પાર્ટી (BSP), અને CPI-M.5 પ્રાદેશિક પક્ષો: RJD, JD-U, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), AIMIM અને CPI.બિહાર ચૂંટણીમાં કુલ 161 પક્ષોએ (6 રાષ્ટ્રીય, 10 પ્રાદેશિક અને 145 બિનમાન્યતાપ્રાપ્ત) ભાગ લીધો હતો, પરંતુ આ અહેવાલ માત્ર એવા 10 મુખ્ય પક્ષો પર આધારિત છે જેમનો નાણાકીય ડેટા ઉપલબ્ધ હતો. માયાવતીની આગેવાની હેઠળની BSP એકમાત્ર એવો પક્ષ હતો, જેણે કેન્દ્રીય કે રાજ્ય સ્તરેથી મળેલા ભંડોળની કોઈ પણ વિગત જાહેર કરી ન હતી.ક્યાં કેટલા પૈસા ખર્ચાયા? ખર્ચનું માધ્યમફાળવવામાં આવેલી રકમકુલ ખર્ચના ટકા (%)  ચૂંટણી પ્રચાર (પબ્લિસિટી) ₹100.43  કરોડ 36.68 %મુસાફરી અને પ્રવાસ (ટ્રાવેલિંગ) ₹79.51  કરોડ 29.05 %ઉમેદવારોને એકમ રકમ (લમ્પસમ પેમેન્ટ) ₹62.07  કરોડસોશિયલ મીડિયા અને ડિજિટલ પ્રચાર ₹13.07 કરોડગુનાહિત રેકોર્ડની જાહેરાત (ECI નિયમ) ₹9.89  કરોડઅન્ય પરચૂરણ ખર્ચ ₹14.80  કરોડડિજિટલ મીડિયા અને કાનૂની નિયમો પાછળ ખર્ચઆજના આધુનિક યુગમાં વર્ચ્યુઅલ કેમ્પેઈનિંગનું મહત્વ વધ્યું છે, જેના ભાગરૂપે પક્ષોએ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પાછળ ₹૧૩ કરોડથી વધુની રકમ ખર્ચી હતી. આ ઉપરાંત, ચૂંટણી પંચના કડક નિયમોનું પાલન કરીને ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ (Criminal Antecedents) અખબારો કે માધ્યમોમાં પ્રકાશિત કરવા પાછળ પણ પક્ષોએ ₹૩.૮૮ કરોડથી વધુનો ખર્ચ કરવો પડ્યો હતો.આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?

Read Full Story arrow_forward