android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
G7 સમિટમાં વડાપ્રધાન મોદી અને મેલોની મળ્યા, કહ્યું 'અમે તો ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફેમસ છીએ'
calendar_today June 16, 2026

G7 સમિટમાં વડાપ્રધાન મોદી અને મેલોની મળ્યા, કહ્યું 'અમે તો ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફેમસ છીએ'

ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાઈ રહેલી G7 શિખર સંમેલન દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે અનૌપચારિક મુલાકાત થઈ. જોકે આ મુલાકાત ઔપચારિક ન હોવા છતાં વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે. બંને નેતાઓ વચ્ચેની વાતચીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને ફરી મળીને આનંદ થયો : મેલોની મુલાકાત દરમિયાન જ્યોર્જિયા મેલોનીએ હળવા અંદાજમાં વડાપ્રધાન મોદીને કહ્યું કે, 'તમને ફરી મળીને આનંદ થયો, આખરે આપણે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લોકપ્રિય છીએ'. મેલોનીની આ ટિપ્પણી સાંભળીને બંને નેતાઓ હસતા જોવા મળ્યા હતા. તેમની આ વાતચીતે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.20 મેના રોજ બંને વચ્ચે થઈ હતી મુલાકાતતાજેતરમાં વડાપ્રધાન મોદી ઈટાલીની સત્તાવાર મુલાકાતે ગયા હતા. 19 અને 20 મે દરમિયાન યોજાયેલી આ મુલાકાત દરમિયાન ભારત અને ઇટાલી વચ્ચે સુરક્ષા, ક્રિટિકલ મિનરલ્સ, આરોગ્ય સહિતના લગભગ 15 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા હતા. ઉપરાંત વર્ષ 2027ને ભારત-ઇટાલી ‘ઈયર ઓફ કલ્ચર એન્ડ ટૂરિઝમ’ તરીકે ઉજવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.મેલોડી ટોફી ભેટમાં આપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ મોદીની ઈટાલી મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચેનો 'મેલોડી મોમેન્ટ' ખાસ ચર્ચામાં રહ્યો હતો. તે સમયે વડાપ્રધાન મોદીએ મેલોનીને 'મેલોડી' ટોફી ભેટમાં આપી હતી. મેલોનીએ આ ભેટને ખૂબ જ ખાસ ગણાવી હતી અને તેનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો અને તેને 10 મિલિયનથી વધુ લાઇક્સ મળી હતી. હવે G7 સમિટ દરમિયાન બંને નેતાઓની ફરી મુલાકાત થતાં ‘મેલોડી મોમેન્ટ’ એકવાર ફરી ચર્ચાનો વિષય બન્યો છે.આ પણ વાંચો : Trilateral Highway: કલકત્તાથી થાઇલેન્ડ સુધી બનશે રસ્તો, ભારતના માસ્ટરસ્ટ્રોકથી ફફડી ગયું ચીન

Read Full Story arrow_forward
Sandesh Explainer: બ્રાઝિલની જેમ ઈથેનોલ ભારતનું ભવિષ્યનું ઈંધણ બનશે, જાણો વાહનની એવરેજ અને ખર્ચનું ગણિત
calendar_today June 16, 2026

Sandesh Explainer: બ્રાઝિલની જેમ ઈથેનોલ ભારતનું ભવિષ્યનું ઈંધણ બનશે, જાણો વાહનની એવરેજ અને ખર્ચનું ગણિત

હાલમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે અનેક દેશોમાં ઈંધણની કટોકટીને કારણે કપરી સ્થિતિ જોવા મળી છે.ઈંધણના વધતા ભાવ અને અછતને કારણે એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ સહિતની બાબતોમાં મોટું નુકસાન સામે આવ્યું છે.આ ઉપરાંત અનેક દેશોમાં વધી રહેલી મોંઘવારીએ લોકોને પણ હેરાન કર્યા છે.ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાતી ક્રૂડ ઓઇલ દ્વારા પૂરો કરે છે.ભારતમાં E85 એટલે કે 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ ધરાવતા ઈંધણની શરૂઆત થઈ ચૂકી છે અને સરકાર આગામી સમયમાં તેને હજારો પેટ્રોલ પંપો સુધી પહોંચાડવાની તૈયારી કરી રહી છે. જે સામાન્ય પેટ્રોલ કરતાં આશરે 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું વેચાઈ રહ્યું છે.મોટો સવાલ એ છે કે ઓછી કિંમતનો આ ફાયદો માઇલેજમાં ઘટાડો થયા પછી પણ મળશે કે નહીં. આ માટે બ્રાઝિલમાં ઈથેનોલના ઉપયોગ અંગે સમજવુ જરૂરી છે.  E85નો અર્થ 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ ભારતમાં હવે E85 પેટ્રોલનું વેચાણ શરૂ થઈ ગયું છે.E85નો અર્થ 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ હોય છે.હાલમાં આ ઇંધણ દેશના કેટલાક પસંદગીના પેટ્રોલ પંપો પર જ ઉપલબ્ધ છે.જેમાં દિલ્હી જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે. સરકારનું લક્ષ્ય આગામી વર્ષ સુધીમાં તેને દેશભરના આશરે પાંચ હજાર પેટ્રોલ પંપો સુધી પહોંચાડવાનું છે.દિલ્હીમાં જ્યાં સામાન્ય પેટ્રોલની કિંમત આશરે 102 રૂપિયા પ્રતિ લીટર છે. ત્યાં E85 આશરે 82 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આજે દેશમાં મળતા સામાન્ય પેટ્રોલમાં પણ લગભગ 20 ટકા ઇથેનોલ પહેલેથી જ ભેળવવામાં આવી રહ્યું છે.E20 પેટ્રોલ લગભગ તમામ પેટ્રોલ વાહનો માટે ઉપલબ્ધ છે. પરંતુ E85 દરેક કારમાં ઉપયોગમાં નથી લઈ શકાતુ. તેના માટે વાહનમાં ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન હોવું જરૂરી છે.પેટ્રોલની સરખામણીએ ઈથેનોલમાં એનર્જી ઓછીભારતમાં હવે ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી ધરાવતી કાર અને ટુ-વ્હીલર્સ બજારમાં આવવા લાગ્યા છે. સરકારનો ઉદ્દેશ્ય લોકોને ધીમે-ધીમે આવા વાહનો તરફ પ્રોત્સાહિત કરવાનો છે જેથી પેટ્રોલ પરની નિર્ભરતા ઓછી થાય અને દેશના આયાત બિલમાં ઘટાડો કરી શકાય. ઇથેનોલનું ઉત્પાદન ભારતમાં જ થાય છે, જ્યારે ક્રૂડ ઓઇલનો મોટો હિસ્સો વિદેશથી આયાત કરવો પડે છે. જોલોકો ઇથેનોલ આધારિત ઈંધણ અપનાવે તો દેશને ઓછું ક્રુડ ખરીદવું પડશે અને વિદેશી હૂંડિયામણની બચત થશે. વાહન ચાલકોને એક નજરે તો 20 રૂપિયાની બચત વધુ સારી લાગે છે પણ મુળ સવાલ વાહનની એવરેજનો છે. પેટ્રોલની સરખામણીએ ઈથેનોલમાં એનર્જી ઓછી હોય છે. જેથી એક લીટર પેટ્રોલ જેટલું અંતર ઈથેનોલ વાળું વાહન કાપી શકતુ નથી. બ્રાઝિલ ઈથેનોલ માટે ઉત્તમ ઉદાહરણ કેમ છેઇથેનોલ આધારિત પરિવહનની વાત કરીએ તો બ્રાઝિલ વિશ્વમાં સૌથી મોટું ઉદાહરણ છે. બ્રાઝિલમાં 1975થી ઈથેનોલને પ્રોત્સાહન આપવાની નીતિ અમલી છે. આજે બ્રાઝિલમાં મોટા ભાગના વાહનોમાં પેટ્રોલ અને ઈથેનોલ બંનેનો ઉપયોગ થાય છે. ઈથેનોલ પર પેટ્રોલની સરખામણીમાં વાહનની એવરેજ 30 ટકા જેટલી ઓછી મળે છે. ભારતની સરખામણીમાં જોવામાં આવે તો કોઈ વાહન એક લિટર પેટ્રોલમાં 10 કિ.મીની એવરેજ આપે છે તો ઈથેનોલ પર તે વાહન 9 કિ.મીની આસપાસ એવરેજ આપી શકે છે. જેથી E20ની સરખામણીમાં E85 પર માઇલેજ લગભગ 20 ટકા ઓછી હોઈ શકે છે.તેને ધ્યાનમાં રાખીને E85ની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ 20 રૂપિયા પ્રતિ લીટર ઓછી રાખવામાં આવી છે. એકંદરે જોવામાં આવે તો E85 ગ્રાહક માટે બચત નથી એવું આંકડાઓ પરથી ફલિત થાય છે.પરંતુ વિદેશથી ઈંધણની આયાતને જોતા આ પગલું મહત્વનું સાબિત થઈ શકે છે. પડકારો પણ ઓછા નથીKPMGના એક રીપોર્ટમાં કહેવાયું છે કે E20થી આગળ વધવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડશે.હાલમાં ઇથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે શેરડી અને અન્ય કૃષિ પાકો પર આધારિત છે.ઉત્પાદન વધારવા માટે નવા સ્ત્રોતોની જરૂર પડશે.આ સિવાય ફ્લેક્સ ફ્યુઅલ વાહનોની સંખ્યા વધારવી પડશે અને ઇંધણ વિતરણ નેટવર્કને પણ ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ માટે અનુકૂળ બનાવવું પડશે. ઉર્જા આત્મનિર્ભરતા તરફ કદમKPMGના રીપોર્ટ પ્રમાણે જો ભારત ઇથેનોલ આધારિત ઇંધણ પ્રણાલીને વ્યાપક સ્તરે અપનાવવામાં સફળ થાય છે તો તે દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાની સાથે-સાથે તેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.આનાથી ભારત વૈશ્વિક તેલ બજારની વધઘટનો વધુ સારી રીતે સામનો કરી શકશે અને ઉર્જા આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું ભરી શકશે.ઇથેનોલ ભારતના પરિવહન ઉર્જા ક્ષેત્રનો એક મહત્વપૂર્ણ આધાર બની શકે છે.E20થી આગળ વધીને E85 અને E100 જેવા મિશ્રણો અપનાવવાથી તેલની આયાત પરની નિર્ભરતા ઘટશે. ઉર્જા સુરક્ષા મજબૂત થશે અને વૈશ્વિક તેલ બજારના આંચકાની અસર ઓછી થશે. આ પણ વાંચોઃ Sandesh Explainer : યુદ્ધની સ્થિતિમાં ઈંધણની કટોકટી, જાણો ઈથેનોલ કેવી રીતે બની શકે છે ભારતનું ભવિષ્યનું ઈંધણ?

Read Full Story arrow_forward
Vadodaraમાં સ્કૂલ વાહનો સામે RTOની લાલ આંખ: 5 દિવસમાં 271 વાહનો સામે મોટી કાર્યવાહી
calendar_today June 16, 2026

Vadodaraમાં સ્કૂલ વાહનો સામે RTOની લાલ આંખ: 5 દિવસમાં 271 વાહનો સામે મોટી કાર્યવાહી

વડોદરા શહેરમાં શાળાએ જતા માસૂમ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક પરિવહન વિભાગ (RTO) દ્વારા એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતા સ્કૂલ વાહનો સામે આરટીઓ તંત્રએ કડક ઝુંબેશ ચલાવી છે. આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં નિયમભંગ કરનારા 271 જેટલા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ વાહનોને મળીને કુલ રૂ.19.51 લાખનો તોતિંગ દંડ ફટકારવામાં આવતા સ્કૂલ વર્ધીના ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પરમિટ વગર દોડતા 250 વાહનો ઝડપાયાઆરટીઓ વિભાગના સત્તાવાર ચેકિંગ દરમિયાન એવા ચોંકાવનારા ખુલાસા થયા છે કે સ્કૂલ વર્ધીમાં દોડતા વાહનો પાસે યોગ્ય કાગળો જ નહોતા. ઝડપાયેલા વાહનોમાંથી 250 જેટલા વાહનો માત્ર પરમિટ ભંગ અને ટેક્સી પાસિંગ વગર ગેરકાયદેસર રીતે રસ્તા પર દોડતા માલૂમ પડ્યા હતા. આ ઉપરાંત, અનેક વાહનોમાં વીમો (Insurance) ન હોવો, પીયુસી (PUC) કઢાવેલું ન હોવું તેમજ ક્ષમતા કરતાં વધુ બાળકોને ઘેટાં-બકરાની જેમ ભરવા જેવા ગંભીર નિયમ ભંગ સામે આરટીઓ અધિકારીઓએ કાયદાનો સપાટો બોલાવ્યો છે.કાર્યવાહી જોઈ ચાલકોએ યુ-ટર્ન માર્યોઆરટીઓનું સઘન ચેકિંગ જોઈને વાહનચાલકોમાં એવી નાસભાગ મચી હતી કે માનવતા પણ મરી પરવારી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોતાની ગાડી ડિટેઈન થવાના ડરથી અનેક ચાલકોએ રસ્તા વચ્ચેથી જ વાહનોના યુ-ટર્ન મારી દીધા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે એક સ્કૂલ વાનનો ચાલક માસૂમ વિદ્યાર્થીઓને અધવચ્ચે રોડ પર જ ઉતારીને ગાડી ભગાડી ગયો હતો, જેના કારણે બાળકોને ધોમધખતા તાપમાં રસ્તા પર ચાલવા મજબૂર થવું પડ્યું હતું. આરટીઓ દ્વારા આવા બેજવાબદાર ચાલકો સામે વધુ કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward