android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadના વૈષ્ણવદેવી સર્કલ નજીક ડમ્પર અને બાઇક ચાલક વચ્ચે વાહન ચલાવવા બાબતે જાહેરમાં મારામારી!
calendar_today June 16, 2026

Ahmedabadના વૈષ્ણવદેવી સર્કલ નજીક ડમ્પર અને બાઇક ચાલક વચ્ચે વાહન ચલાવવા બાબતે જાહેરમાં મારામારી!

અમદાવાદના સૌથી વ્યસ્ત અને મહત્વના ગણાતા વૈષ્ણવદેવી સર્કલ નજીક જાહેર રોડ પર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રસ્તા પર વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે બે વાહનચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને બંને વચ્ચે જાહેરમાં હિંસક મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગયો છે.રોડ વચ્ચે જ છૂટા હાથની મારામારીમળતી માહિતી અનુસાર, વૈષ્ણવદેવી સર્કલ પાસેના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ડમ્પર ચાલક અને બાઇક ચાલક વચ્ચે વાહન આગળ-પાછળ લેવા અથવા ઓવરટેક કરવા જેવી ક્ષણિક બાબતે તકરાર થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં એટલો વધી ગયો કે બંને ચાલકો રસ્તાની અધવચ્ચે જ પોતાના વાહનો ઊભા રાખીને એકબીજા પર તૂટી પડ્યા હતા. બંને વચ્ચે જાહેર માર્ગ પર જ રીતસરની છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી, જેને પગલે થોડીવાર માટે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી.વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ આ હિંસક દ્રશ્યો ત્યાંથી પસાર થતા અન્ય કોઈ વાહનચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થતાં જ જાગૃત નાગરિકો દ્વારા અમદાવાદ શહેર પોલીસને ટેગ કરીને કાયદો હાથમાં લેનારા આ બંને શખ્સો સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પ્રકારે અસામાજિક વર્તન કરનારાઓ સામે પોલીસ ટૂંક સમયમાં કાર્યવાહી કરે તેવી શક્યતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalliના નવલપુર પાસે એસટી બસ સાથે ઊંટની ભયાનક ટક્કર! અકસ્માતમાં પશુનું કમકમાટીભર્યું મોત
calendar_today June 16, 2026

Aravalliના નવલપુર પાસે એસટી બસ સાથે ઊંટની ભયાનક ટક્કર! અકસ્માતમાં પશુનું કમકમાટીભર્યું મોત

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવલપુર ગામ નજીક ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (ST)ની એક બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના રાણીપ ડેપોથી મોડાસા તરફ જઈ રહેલી એસટી બસ માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક ઊંટ બસની આડે આવી ગયું હતું. ચાલુ બસે ઊંટ સાથે થયેલી આ ભયાનક ટક્કરમાં ઊંટનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જો કે, સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.ધડાકાભેર ટક્કર સાથે બસનો આગળનો કાચ તૂટ્યોઅકસ્માતની વિગત એવી છે કે રાણીપ-મોડાસા રૂટની એસટી બસ જ્યારે ધનસુરાના નવલપુર હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક મોટું ઊંટ દોડીને બસની સામે આવી ગયું હતું. બસ ચાલકે બ્રેક મારવાનો પૂરતો પ્રયાસ કર્યો હોવા છતાં ઊંટ બસના આગળના ભાગે ધડાકાભેર અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસની બોનેટના ભાગને નુકસાન થયું હતું અને આગળનો મુખ્ય કાચ કડડભૂસ થઈને તૂટી ગયો હતો.અચાનક ઊંટ સામે આવી જતાં ધડાકાભેર અકસ્માતઆ અકસ્માત સર્જાતા જ બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને ભારે ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. અકસ્માત સમયે એસટી બસમાં 15 કરતાં વધારે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. સદભાગ્યે, બસ ચાલકની સમયસૂચકતા અને સતર્કતાને કારણે બસ પલટી ખાતા કે રોડ નીચે ઉતરી જતા બચી ગઈ હતી, જેથી તમામ 15થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Maharashtra Politics : શિવસેનાના સ્થાપના દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેને લાગી શકે છે મોટો ઝટકો, 7 સાંસદ બળવો કરે તેવી ચર્ચા
calendar_today June 16, 2026

Maharashtra Politics : શિવસેનાના સ્થાપના દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેને લાગી શકે છે મોટો ઝટકો, 7 સાંસદ બળવો કરે તેવી ચર્ચા

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેનાના 60મા સ્થાપના દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)ને મોટો રાજકીય ઝટકો આપવા તૈયારીમાં હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ શિવસેના (UBT)ના 9 લોકસભા સાંસદોમાંથી 7 સાંસદો અલગ જૂથ બનાવી શકે છે અને બાદમાં શિંદે જૂથની શિવસેનામાં વિલય થઈ શકે છે.કોનું નામ છે ચર્ચામાં?મળતી માહિતી મુજબ ભાઉસાહેબ વાકચૌરે, સંજય દેશમુખ, અરવિંદ સાવંત, સંજય જાધવ, સંજય પાટીલ, નાગેશ બાપુરાવ અષ્ટિકર, રાજાભાઉ વાજે અને સંજય દીના પાટીલ જેવા નેતાઓના નામ સંભવિત બળવાખોરોની યાદીમાં ચર્ચાઈ રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે આગામી એક-બે દિવસમાં આ સાંસદો લોકસભા અધ્યક્ષને મળીને અલગ જૂથની માન્યતા માટે પત્ર આપી શકે છે.14 ધારાસભ્યો પણ પક્ષ છોડી શકેઆ દરમિયાન શિવસેના (UBT)ના નેતાઓ અનિલ દેસાઈ અને સંજય રાઉત પક્ષમાં ભંગાણ અટકાવવા માટે દિલ્હીમાં સક્રિય હોવાનું કહેવાઈ રહ્યું છે. શિંદે જૂથના નેતા અને ધારાસભ્ય કૃપાલ તુમાણેએ પણ મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ માત્ર સાંસદો જ નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેના 16 ધારાસભ્યોમાંથી 14 ધારાસભ્યો પણ પક્ષ છોડી શકે છે. તેમણે જણાવ્યું કે ઘણા જનપ્રતિનિધિઓ પક્ષની આંતરિક સ્થિતિથી અસંતુષ્ટ છે.શિવસેના (UBT)એ નથી કરી કોઈ પુષ્ટીકેન્દ્રીય રાજ્યમંત્રી અને શિંદે જૂથના નેતા પ્રતાપરાવ જાધવે દાવો કર્યો કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના અનેક સાંસદો અને ધારાસભ્યોને પક્ષમાં યોગ્ય સન્માન મળતું નથી, જેના કારણે અસંતોષ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે ઘણા નેતાઓએ પક્ષ છોડવાનો મનસૂબો બનાવી લીધો છે. હાલ આ તમામ દાવાઓ અંગે શિવસેના (UBT) તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં આ મુદ્દે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.આ પણ વાંચો : Ram Mandir Donation Row : ચલણી નોટોની ગણતરી કરનારા 43 કર્મચારી SITની રડાર પર

Read Full Story arrow_forward