android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Cough syrup: સાવધાન! હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે કફ સિરપ, સરકારનો મોટો નિર્ણય
calendar_today June 16, 2026

Cough syrup: સાવધાન! હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે કફ સિરપ, સરકારનો મોટો નિર્ણય

ભારતમાં કફ સિરપના વધતા જતા ગેરકાયદેસર વેચાણ અને તેના કારણે થતા ગંભીર સ્વાસ્થ્ય જોખમોને રોકવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવેથી, કોઈપણ પ્રકારનું કફ સિરપ ડૉક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે નહીં. સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાનો અને દવાઓના દુરુપયોગને અટકાવવાનો છે.નવો નિયમ અને અમલીકરણકેન્દ્રીય મંત્રાલયે 'ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો, 2026' બહાર પાડ્યા છે. આ સુધારા અંતર્ગત 'શેડ્યૂલ K' માંથી 'સિરપ' શબ્દને દૂર કરવામાં આવ્યો છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે કોઈપણ સિરપ ઓવર-ધ-કાઉન્ટર (OTC) વેચી શકાશે નહીં. જો કોઈ મેડિકલ સ્ટોર સંચાલક પ્રિસ્ક્રિપ્શન વગર સિરપનું વેચાણ કરતા પકડાશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને તેમનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે.આ નિર્ણય કેમ લેવાયો?તાજેતરના સમયમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં કફ સિરપના સેવનથી બાળકોના મૃત્યુના દુખદ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ ઘટનાઓએ સમગ્ર દેશમાં ચિંતા જગાવી હતી. આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવના નેતૃત્વમાં દેશભરના 200થી વધુ આરોગ્ય અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે દવાઓની ગુણવત્તા અને વેચાણમાં કોઈપણ સ્તરે બેદરકારી સહન કરવામાં આવશે નહીં.દવાના સ્ટોર્સનું સઘન નિરીક્ષણ કરવામાં આવશેઆગામી સમયમાં, દેશભરની ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓ અને દવાના સ્ટોર્સનું સઘન નિરીક્ષણ કરવામાં આવશે. સરકાર દરેક સ્તરે જવાબદારી નક્કી કરી રહી છે જેથી ભેળસેળયુક્ત કે અનધિકૃત દવાઓ બજાર સુધી ન પહોંચે. આ નવા આદેશ બાદ તમામ રાજ્યોના આરોગ્ય વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ તેમના વિસ્તારમાં આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવે.સામાન્ય નાગરિકને થોડી અગવડતા પડશેઆ નિર્ણયથી સામાન્ય નાગરિકોને થોડી અગવડતા પડી શકે છે, પરંતુ જાહેર આરોગ્યના હિતમાં અને ખાસ કરીને બાળકોના જીવ બચાવવા માટે આ એક અનિવાર્ય પગલું માનવામાં આવે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા લેવાયેલું આ પગલું દવાના વ્યવસાયમાં પારદર્શિતા લાવવાની દિશામાં એક મોટું પરિવર્તન સાબિત થશે. હવે લોકોએ દવા ખરીદતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય બની જશે, જે સુરક્ષિત આરોગ્ય માટે અત્યંત જરૂરી છે.આ પણ વાંચોઃ Iran US Peace Deal થી ભારતને થશે આ 10 ફાયદા,ચીન અને પાક માટે વધશે મુશ્કેલીઓ!

Read Full Story arrow_forward
Gujarat Latest News LIVE : NEET UGની દરમિયાન ટેલિગ્રામ પર 30 જૂન સુધી પ્રતિબંધ મુકવાનો કેન્દ્રનો આદેશ
calendar_today June 16, 2026

Gujarat Latest News LIVE : NEET UGની દરમિયાન ટેલિગ્રામ પર 30 જૂન સુધી પ્રતિબંધ મુકવાનો કેન્દ્રનો આદેશ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat: ચોક બજાર દુષ્કર્મ કેસના આરોપીને કડક સજા, અંતિમ શ્વાસ સુધી જેલમાં સડશે નરાધમ
calendar_today June 16, 2026

Surat: ચોક બજાર દુષ્કર્મ કેસના આરોપીને કડક સજા, અંતિમ શ્વાસ સુધી જેલમાં સડશે નરાધમ

સુરત શહેરમાં માસૂમ બાળાઓ અને મહિલાઓની સુરક્ષા સામે સવાલિયા ચિહ્નો ઊભા કરતી ઘટનાઓ વચ્ચે ન્યાયતંત્ર દ્વારા આવા રાક્ષસી માનસિકતા ધરાવતા તત્વોને પાઠ ભણાવતો એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં અગાઉ એક 4 વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે આરોપી અંકિત ગૌતમ તેની માસૂમિયતનો લાભ ઉઠાવી, ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ આ નરાધમે બાળકી સાથે હેવાનિયતની તમામ હદો વટાવીને દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં સુરતની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટે આરોપીને સમાજ માટે કલંક ગણાવી કડક સજા સંભળાવી છે.સુરત પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોસામાન્ય રીતે આજીવન કેદની સજામાં 14 વર્ષ કે ચોક્કસ ગાળા બાદ માફીની અરજી કે વહેલી મુક્તિની જોગવાઈઓ હોતી હોય છે, પરંતુ નામદાર કોર્ટે આ કેસની ક્રૂરતા જોઈને ચુકાદામાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે આરોપી અંકિત ગૌતમ જ્યાં સુધી જીવતો રહેશે એટલે કે તેના શરીરના અંતિમ શ્વાસ સુધી તે જેલની અંદર જ રહેશે. તેને સામાન્ય કેદની કોઈ માફીનો લાભ મળશે નહીં. અદાલતે નોંધ્યું હતું કે 4 વર્ષની બાળકી પર આવું કૃત્ય કરનાર વ્યક્તિ સમાજમાં રહેવાને લાયક નથી.પીડિતાને આર્થિક આશરો, વહીવટી પ્રક્રિયા શરૂકોર્ટે ચુકાદા દરમિયાન માત્ર સજા જ નથી ફટકારી, પરંતુ ભોગ બનનાર બાળકીના ભવિષ્ય, ભણતર અને તેના માનસિક આઘાત (ટ્રોમા) માંથી બહાર આવવા માટે મેડિકલ સહાયના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA) ના માધ્યમથી રૂ. 10.50 લાખનું જંગી વળતર ચૂકવવાનો સરકારને આદેશ કર્યો છે. આ ઉપરાંત આરોપી અંકિત ગૌતમને રૂ. 10,000 નો રોકડ દંડ ફટકાર્યો છે, જો તે દંડ ન ભરે તો તેની સજાના ગાળામાં વધુ વધારો કરવામાં આવશે. ચોક બજાર પોલીસે વૈજ્ઞાનિક પુરાવા, ડીએનએ (DNA) રિપોર્ટ અને મેડિકલ ઓફિસર્સની કડક જુબાનીઓ સમયસર કોર્ટ સમક્ષ રજૂ કરી હોવાથી કેસ વહેલો ચાલ્યો હતો અને પીડિત પરિવારને ઝડપી ન્યાય મળ્યો છે.આ પણ વાંચો: Ahmedabad: રબારી કોલોની પાસે મોડી રાત્રે અકસ્માત, કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો

Read Full Story arrow_forward