android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: રાજ્યમાં ભેળસેળિયા તત્વો સામે કરેલી કાર્યવાહીના આરોગ્ય વિભાગે આંકડા જાહેર કર્યા
calendar_today June 16, 2026

Gandhinagar News: રાજ્યમાં ભેળસેળિયા તત્વો સામે કરેલી કાર્યવાહીના આરોગ્ય વિભાગે આંકડા જાહેર કર્યા

ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં લોકો સામે સરકારે લાલ આંખ કરી છે. રાજ્યમાં છાશ વારે પનીર, દૂધ, તેલ અને ઘી સહિતના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે.આવી બનાવટોનું વેચાણ કરીને લોકોના આરોગ્યને જોખમમાં મુકતા લોકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ભેળસેળિયા તત્વો સામે કોર્ટ કેસ કરવાની કાર્યવાહી પણ કરી છે. ગુજરાતમાં ભેળસેળિયા સામે કડક ઝુંબેશગુજરાતમાં ભેળસેળિયા સામે કડક ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગે વર્ષ 2025-26ના આંકડા જાહેર કર્યા છે. જેમાં દૂધના 1282 નમૂના પૈકી 66 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે. જેમાં સરકાર દ્વારા 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘીના 696 પૈકી 205 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે. જેમાં બે કરોડનો દંડ ફટકારાયો છે. વાત કરીએ પનીરની તો 1400 પૈકી 195 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે અને 35 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાદ્ય તેલના 1036 નમૂના પૈકી 85 નમૂના અપ્રમાણિત નીકળ્યા છે અને 90 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભેળસેળિયા સામે કોર્ટ કેસ કરવાની કાર્યવાહીરાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ભેળસેળિયા તત્વો સામે કોર્ટ કેસ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે નિયમના કડક પાલન માટે સૂચનાઓ પણ આપી છે. અત્યાર સુધીમાં ગંભીર બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે અનેક શંકાસ્પદ ડેરીઓ અને ઉત્પાદન એકમોને સીલ કરી દેવાયા છે.તંત્ર દ્વારા લેવાયેલા સેમ્પલ્સને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કોર્ટ કેસ સહિતની કડક ફોજદારી કાર્યવાહી કરવાની તૈયારી છે. સરકારની આ કડક ઝુંબેશથી ભેળસેળિયા આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચોઃ Ahmedabad : ઓલા, ઉબર અને રેપિડોના ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, એક સપ્તાહમાં જવાબ માંગ્યો!

Read Full Story arrow_forward
Kutchના માંડવીમાં કાયદાના ઊડ્યા લીરેલીરા: લાયજા હાઈવે પર જાહેરમાં મારામારીનો વીડિયો થયો વાયરલ
calendar_today June 16, 2026

Kutchના માંડવીમાં કાયદાના ઊડ્યા લીરેલીરા: લાયજા હાઈવે પર જાહેરમાં મારામારીનો વીડિયો થયો વાયરલ

કચ્છ જિલ્લાના માંડવી પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવીના લાયજા હાઈવે પર ધોળેદિવસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ઉગ્ર મારામારી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર બનેલી આ ઘટનાએ કાયદાના રક્ષકો અને પોલીસ તંત્રની ધાક સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો મૂકી દીધા છે.જાહેરમાં ગુંડાગીરીથી સ્થાનિકોમાં ફફડાટ અને ચર્ચાનો માહોલલાયજા હાઈવે પર બનેલી આ મારામારીની ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અસામાજિક તત્વો કોઈપણ જાતના ડર વગર બેફામ બનીને એકબીજા પર તૂટી પડતા દ્રશ્યમાન થાય છે. સામાન્ય નાગરિકોનો આક્ષેપ છે કે માંડવી અને તેની આસપાસના વિસ્તારોમાં આવા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે હાઈવે પરથી પસાર થતા મુસાફરો અને સ્થાનિક રહીશોમાં પોતાની સુરક્ષાને લઈને ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ તંત્ર સફાળું જાગ્યું: સમગ્ર મામલે તપાસ શરૂજાહેર માર્ગ પર ગુંડાગીરીના આ દ્રશ્યો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, સોશિયલ મીડિયામાં વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ આચરનારા તત્વોની ઓળખ મેળવવા માટેની તપાસ ચાલુ કરી દીધી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, વાયરલ વીડિયોના આધારે કાયદાના લીરેલીરા ઉડાડનારા તમામ શખ્સો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ગુંડાગીરી અટકાવી શકાય.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News : 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, આરોપી ઈન્સ્ટાગ્રામ પર નકલી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો
calendar_today June 16, 2026

Gandhinagar News : 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, આરોપી ઈન્સ્ટાગ્રામ પર નકલી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરાયેલા 226 કરોડના આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ નેટવર્કની સામાન્ય તપાસથી શરૂ થયેલી ગુજરાત પોલીસની આ ટેક્નિકલ મિશન આખરે અમદાવાદથી લઈને સીધી યુકે સુધી ફેલાયેલા આતંકી ભંડોળના મસમોટા રેકેટ સુધી પહોંચી ગઈ છે.આ આખા ખેલનો મુખ્ય સૂત્રધાર સલમાન નામનો આરોપી છે જે હાલમાં UKની જેલમાં બંધ છે.સલમાન ત્યાંની જેલમાંથી જ હવાલા અને આંગડિયા મારફતે ભારતમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. આ કેસમાં હવે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.  વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આ કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શબ્બીર હુસૈનની પોલીસે ધરપકડ કરી લીધી છે. તે ડર્ટી ક્રિપ્ટો કરન્સીને રોકડમાં બદલતો હતો. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર તે નકલી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. કુરિયર મારફતે તે આ ડ્રગ્સને યુકે મોકલતો હતો. તે સહ આરોપી મોહસીન સાથે મળીને ગુનો આચરતો હતો. આ નેટવર્ક અમદાવાદથી લઈને છેક યુકે સુધી ફેલાયેલું છે. તે યુકેમાં ડ્રગ્સના ગ્રાહકોની શોધખોળ પણ કરતો હતો. યુકેમાં રહેતા સલમાન અંસારીને ડ્રગ્સનો સપ્લાય મોકલતો હતો.  અમદાવાદથી યુકે ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશપોલીસે અગાઉ આ મામલે સલમાનના પિતા ગુલામઅલી અંસારીની પણ ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસ મુજબ વર્ષ 2023-24 દરમિયાન આ નેટવર્ક દ્વારા આશરે બે કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. એટલું જ નહીં, આરોપીઓ 2021 પહેલા Western Union જેવી MTSS સિસ્ટમથી પણ ફંડ મેળવતા હતા અને 2016થી 2021 વચ્ચે 9 દેશો સાથે આશરે 80 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા છે. આ નેટવર્કના તાર અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ઈઝરાયલની નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમ દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલા ક્રિપ્ટો ક્લસ્ટર સાથે સીધા જોડાયેલા છે, જેને પગલે હવે વૈશ્વિક સ્તરે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યમાં ભેળસેળિયા તત્વો સામે કરેલી કાર્યવાહીના આરોગ્ય વિભાગે આંકડા જાહેર કર્યા

Read Full Story arrow_forward