android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: ઉનાની B.Ed કોલેજ 3 વર્ષથી બોગસ મંજૂરી પર ચાલતી હોવાનો પર્દાફાશ, FIRના 4 મહિના છતાં પોલીસ તપાસ ઠન ઠન ગોપાલ!
calendar_today June 16, 2026

Gir Somnath: ઉનાની B.Ed કોલેજ 3 વર્ષથી બોગસ મંજૂરી પર ચાલતી હોવાનો પર્દાફાશ, FIRના 4 મહિના છતાં પોલીસ તપાસ ઠન ઠન ગોપાલ!

ગુજરાતના શૈક્ષણિક જગતને શર્મસાર કરતી અને સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ધકેલતી એક ચોંકાવનારી ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી સામે આવી છે. ઉનાની નાંડોળા B.Ed કોલેજ છેલ્લા ત્રણ વર્ષથી સંપૂર્ણપણે બોગસ (ગેરકાયદેસર) રીતે ચાલતી હોવાનો સનસનાટીપૂર્ણ આરોપ લાગ્યો છે. દિલ્હીની નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન ની કથિત બોગસ મંજૂરીના આધારે આ કોલેજમાં વર્ષ 2023થી ધમધમાટ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 93 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓને પ્રવેશ સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, આ ગંભીર કૌભાંડમાં દર વર્ષે અંદાજે 93 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવતો હતો. આ મામલે ગત 2 માર્ચના રોજ સત્તાવાર રીતે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. પરંતુ, ફરિયાદ નોંધાયાને 4 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, પોલીસ દ્વારા હજુ સુધી એક પણ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, જેને પગલે પોલીસ તપાસની ધીમી ગતિ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.  માત્ર 8થી 10 લોકોના જ નિવેદનો લેવામાં આવ્યા સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં માત્ર 8થી 10 લોકોના જ નિવેદનો લેવામાં આવ્યા છે. જોકે, તપાસનો દોર છેક દિલ્હી NCTE હેડક્વાર્ટર સુધી પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, વર્ષો સુધી મહેનત કરીને ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ હવે મુશ્કેલીમાં મુકાયા છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને ડિગ્રીની માન્યતા જળવાઈ રહે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. શૈક્ષણિક ભૂમાફિયાઓ સામે ક્યારે કાર્યવાહી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ત્રણ-ત્રણ વર્ષ સુધી ખુલ્લેઆમ ખેલ ખેલનારા આ શૈક્ષણિક ભૂમાફિયાઓ અને જવાબદારો સામે તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી રોષે ભરાયેલા વાલીઓ અને સંગઠનો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે. આ પણ વાંચો----   Gujarat Latest News LIVE : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Weather Update: આજે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદનું એલર્ટ,સાવચેત રહો!
calendar_today June 16, 2026

Weather Update: આજે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદનું એલર્ટ,સાવચેત રહો!

હાલમાં ભારતનું હવામાન અત્યંત પરિવર્તનશીલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ચોમાસું દેશના વિવિધ ભાગોમાં આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ હજુ પણ ઘણા રાજ્યોમાં ગરમી અને ભેજવાળા વાતાવરણને કારણે લોકો પરેશાન છે.ભારે વરસાદની આગાહીહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વિસ્તારોમાં સક્રિય થયું છે. આગામી 6-7 દિવસોમાં પૂર્વોત્તર ભારતના રાજ્યો જેવા કે અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. 18 થી 21 જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ અને વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાવવાની ચેતવણી આપવામાં આવી છે.દિલ્હી અને ઉત્તર ભારતમાં હવામાનનો મિજાજદિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડવા છતાં તાપમાનમાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ અને વધેલી હવામાં ભેજને કારણે લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 38°C થી 40°C ની વચ્ચે રહેવાની શક્યતા છે. જોકે, ૧૬ થી ૨૦ જૂન દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં હળવાથી મધ્યમ વરસાદ અને 40-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાનમાં 16 જૂને ભારે વાવાઝોડાની શક્યતા છે.ગરમી અને હીટવેવનું એલર્ટદેશના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે 16 થી 18 જૂન દરમિયાન તેલંગાણા, વિદર્ભ, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ઓડિશામાં ગરમ અને ભેજવાળા વાતાવરણની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારોમાં વાર્મ નાઇટનું એલર્ટ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે દિવસની સાથે રાત્રિ દરમિયાન પણ ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે.અન્ય વિસ્તારોમાં રહેશે તીવ્ર ગરમીદેશના એક મોટા ભાગમાં ચોમાસું રાહત લઈને આવી રહ્યું છે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોએ હજુ પણ તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે. નાગરિકોને હવામાન વિભાગની ચેતવણીઓ પર ધ્યાન આપવા અને જરૂરી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવે છે.આ પણ વાંચોઃ Education : વિદ્યાર્થીઓને નહીં પડે કોઈ મુશ્કેલી, જલ્દી જ મળશે પુસ્તકો : NCERT

Read Full Story arrow_forward
River construction News : ભારતમાં રૂ.2300 કરોડના ખર્ચે બનશે 8.7 કિમી લાંબી ટનલ, મેગા નદી જોડાણ પ્રોજેક્ટથી પાકિસ્તાનની ચિંતા વધી
calendar_today June 16, 2026

River construction News : ભારતમાં રૂ.2300 કરોડના ખર્ચે બનશે 8.7 કિમી લાંબી ટનલ, મેગા નદી જોડાણ પ્રોજેક્ટથી પાકિસ્તાનની ચિંતા વધી

ભારત સરકાર દેશની આંતરરાષ્ટ્રીય સરહદો અને જળ સંસાધનોને મજબૂત કરવા માટે એક ઐતિહાસિક પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઈ રહી છે.સરકાર એક એવી અત્યાધુનિક અને લાંબી ટનલ બનાવવાની યોજના તૈયાર કરી ચૂકી છે,જે બે મોટી નદીઓને એકબીજા સાથે જોડશે.આ પ્રોજેક્ટના કારણે પડોશી દેશ પાકિસ્તાનની ચિંતામાં મોટો વધારો થયો છે અને ત્યાં પાણીનું સંકટ ઘેરૂં બનવાની સંભાવના છે.8.7 કિલોમીટર લાંબી ટનલ અને 2300 કરોડનો ખર્ચઆ મહત્વાકાંક્ષી પરિયોજના પાછળ અંદાજે 2300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.આ ટનલની કુલ લંબાઈ 8.7 કિલોમીટર લાંબો હશે.સરકાર આગામી 1ઓગસ્ટથી આ ટનલનું નિર્માણ કાર્ય શરૂ કરવા જઈ રહી છે.જેને 31 જુલાઈ 2029 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટની જવાબદારી નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC)ને સોંપવામાં આવી છે.ચિનાબ અને બિયાસ નદી જોડાશેઆ પ્રોજેક્ટ હિમાચલ પ્રદેશની લાહૌલ ઘાટીમાં ચિનાબ નદી પર આકાર લેશે.આ ટનલ બનાવવાનો મુખ્ય હેતુ ચિનાબ નદીના વધારાના પાણીને ટનલ મારફતે બિયાસ નદીના ક્ષેત્ર સુધી પહોંચાડવાનો છે.આ ભૌગોલિક રીતે અત્યંત જટિલ વિસ્તાર છે.જ્યાં પર્વતોની ઊંચાઈ 3,095 મીટરથી લઈને 6,517 મીટર સુધીની છે.આ પાણીના ડાયવર્ઝનથી ભવિષ્યમાં મોટા પાયે વીજળીનું ઉત્પાદન પણ કરવામાં આવશે.જેનાથી લાખો લોકોને ફાયદો થશે.પાકિસ્તાન માટે કેમ વધ્યું સંકટ?પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) હેઠળ આવતી નદીઓના પાણીના વપરાશને લઈને કડક વલણ અપનાવ્યું છે. ભારત પોતાના હિસ્સાના પાણીનો મહત્તમ ઉપયોગ કરવા કટિબદ્ધ છે. આ ટનલ બનવાથી ચિનાબ નદીનું જે પાણી વહીને પાકિસ્તાન જતું હતું, તે હવે ભારતના આંતરિક વિસ્તારોમાં વપરાશે.પરિણામે,પાકિસ્તાનને આગામી સમયમાં ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે છે.આ પણ વાંચો - Education : વિદ્યાર્થીઓને નહીં પડે કોઈ મુશ્કેલી, જલ્દી જ મળશે પુસ્તકો : NCERT

Read Full Story arrow_forward