android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Update: ગુજરાતીઓ બફારાથી ત્રસ્ત, મેઘરાજા આપશે થોડી રાહત, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
calendar_today June 16, 2026

Weather Update: ગુજરાતીઓ બફારાથી ત્રસ્ત, મેઘરાજા આપશે થોડી રાહત, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

રાજ્યભરમાં અસહ્ય ગરમી અને ઉકળાટથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. એકતરફ સૂર્યનારાયણનો પ્રકોપ યથાવત છે, તો બીજી તરફ વાતાવરણમાં પલટો આવવાના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક ભાગોમાં મધ્યમ વરસાદી માહોલ જામશે.દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડવાની સંભાવના છે.  ગરમીનો પારો 37 થી 40 ડિગ્રી હાલમાં રાજ્યમાં ગરમીનો પારો 37 થી 40 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૮.૮ ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરા અને રાજકોટમાં ૩૯.૧ ડિગ્રી, ભાવનગરમાં સૌથી વધુ ૪૦.૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આ નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી આંશિક રાહત મળશે. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે લોકોને કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી મોટી શાંતિ મળવાની આશા બંધાઈ છે. આ પણ વાંચો----   Gujarat Latest News LIVE : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Mehsana: વડનગરના પ્રાચીન મંદિરમાં મોટો વહીવટી પલટો, વિવાદો વચ્ચે મોડી રાત્રે 12 વાગ્યે સરકારી વહીવટદારે સંભાળ્યો ચાર્જ
calendar_today June 16, 2026

Mehsana: વડનગરના પ્રાચીન મંદિરમાં મોટો વહીવટી પલટો, વિવાદો વચ્ચે મોડી રાત્રે 12 વાગ્યે સરકારી વહીવટદારે સંભાળ્યો ચાર્જ

ઐતિહાસિક નગરી વડનગરમાં આવેલા પ્રાચીન મંદિરના વહીવટ અને પ્રોપર્ટીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ ટ્રસ્ટમાં કોઈ કાયદેસરનું અને માન્ય ટ્રસ્ટી મંડળ અસ્તિત્વમાં ન હોવાના કારણે કાયદો અને વ્યવસ્થા તેમજ મંદિરની સંપત્તિની સુરક્ષા અર્થે નાયબ ચેરિટી કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચેરિટી કમિશનરની કચેરી દ્વારા આ મંદિરનો વહીવટ ચલાવવા માટે સરકારી વહીવટદાર તરીકે નાયબ ચેરિટી કમિશનર અને નિરીક્ષકની કામચલાઉ નિમણૂક કરવામાં આવી હતી.દિવસભર ચાલ્યો હાઇડ્રામા અને પોલીસ બંદોબસ્તઆ અગાઉ, પૂર્વ ટ્રસ્ટીઓ સરકારી વહીવટદારને મંદિરનો ચાર્જ સોંપ્યા વિના જ નિકળી ગયા હતા. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ ટ્રસ્ટીઓને આદેશ કરીને તાત્કાલિક મંદિરે હાજર થવા જણાવ્યું હતું. જોકે, સવારથી એક પણ ટ્રસ્ટી હાજર ન થતાં વાતાવરણ તંગ બન્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો સવારથી જ મંદિર પરિસરમાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો.મોડી રાત્રે બે ટ્રસ્ટીઓ હાજર થયા અને પ્રક્રિયા પૂર્ણ થઈઆખો દિવસ ચાલેલી આ રસાકસી બાદ, મોડી રાત્રે આખરે બે ટ્રસ્ટીઓ હરેશ મોદી અને હરેશ દાળિયા મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાં હાજર સરકારી વહીવટદાર અને પોલીસ અધિકારીઓ સાથે આ બંને ટ્રસ્ટીઓની લાંબી વાતચીત અને કાનૂની દસ્તાવેજોની ચકાસણી થઈ હતી. તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ, રાત્રે બરાબર ૧૨ વાગ્યે મંદિરનો તમામ વહીવટ, ચાવીઓ અને રેકોર્ડ સત્તાવાર રીતે સરકારી વહીવટદારને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ હસ્તાંતરણ સાથે જ વડનગરના આ પ્રતિષ્ઠિત મંદિરના વહીવટ અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે.આ પણ વાંચો: Surat એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ: દુબઈથી આવેલી ફ્લાઈટમાંથી રૂ.36.89 લાખનું લાવારિસ સોનું ઝડપાયું

Read Full Story arrow_forward
Surat મનપાના સાયન્સ સેન્ટરમાંથી 6 કર્મચારીઓની સર્વિસ બુક ગુમ થતાં વહીવટી તંત્રમાં મચી દોડધામ
calendar_today June 16, 2026

Surat મનપાના સાયન્સ સેન્ટરમાંથી 6 કર્મચારીઓની સર્વિસ બુક ગુમ થતાં વહીવટી તંત્રમાં મચી દોડધામ

સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટરમાંથી એક ચોંકાવનારો વહીવટી છબરડો સામે આવ્યો છે. અહીં ફરજ બજાવતા એક-બે નહીં પરંતુ કુલ 6 જેટલા કર્મચારીઓની અત્યંત મહત્વની ગણાતી ‘સર્વિસ બુક’ ક્યાંક ગાયબ થઈ ગઈ છે. આ ઘટના બહાર આવતા જ મનપાના ઉચ્ચ વહીવટી અધિકારીઓ અને કર્મચારી આલમમાં ભારે ફફડાટ સાથે દોડધામ મચી ગઈ છે.એક બુક શોધવા જતાં ખૂલ્યો મોટો ભોપાળો મળતી માહિતી મુજબ, શરૂઆતમાં સાયન્સ સેન્ટરના વહીવટી વિભાગને કોઈ કામ અર્થે એક કર્મચારીની સર્વિસ બુકની જરૂર પડી હતી. જોકે, ઓફિસના કબાટો અને રેકોર્ડ રૂમ ફેંદી મારવા છતાં તે બુક મળી આવી નહોતી. શંકાના આધારે સત્તાધીશોએ જ્યારે અન્ય કર્મચારીઓના રેકોર્ડની પણ ચકાસણી હાથ ધરી, ત્યારે તંત્રના હોશ ઊડી ગયા હતા. આ આકસ્મિક તપાસમાં સામે આવ્યું કે કુલ 6 કર્મચારીઓની સર્વિસ બુક ઓફિસમાંથી ગાયબ છે. આટલી મોટી સંખ્યામાં દસ્તાવેજો ગુમ થતાં સવાલો ઊભા થયા છે. ભવિષ્યને લઈને કર્મચારીઓ ચિંતિત, તપાસ તેજ કોઈપણ સરકારી કે મનપાના કર્મચારી માટે સર્વિસ બુક એ તેના આખા કરિયરનો અરીસો હોય છે. તેમાં કર્મચારીની પ્રથમ નિમણૂકથી લઈને તેના પ્રમોશન, બદલી, રજાઓ, પગાર વધારો અને નિવૃત્તિ સુધીની તમામ નાની-મોટી કાયદેસરની વિગતો નોંધાયેલી હોય છે. આ દસ્તાવેજ વગર ભવિષ્યમાં પેન્શન કે નિવૃત્તિના અન્ય લાભો મેળવવામાં મોટો અવરોધ આવી શકે છે. આ જ કારણસર અસરગ્રસ્ત કર્મચારીઓ પોતાના ભવિષ્ય અને નોકરીની વિગતોને લઈને ભારે ચિંતામાં મુકાયા છે.  ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી આ ગંભીર લાપરવાહીને પગલે સાયન્સ સેન્ટર ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે મનપાના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે. હાલમાં આ ગુમ થયેલા રેકોર્ડને શોધવા માટે મનપાના વિવિધ સંબંધિત વિભાગો સાથે પત્રવ્યવહાર શરૂ કરીને આંતરિક તપાસનો દોર ખૂબ જ તેજ કરી દેવામાં આવ્યો છે.આ  પણ વાંચો----    Gujarat Latest News LIVE : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

Read Full Story arrow_forward