android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: હાથીખાના ફાયરિંગ કેસના 4 આરોપીઓ જેલ હવાલે, હથિયાર લાવવાનું રાજસ્થાન કનેક્શન ખુલ્યું
calendar_today June 16, 2026

Vadodara: હાથીખાના ફાયરિંગ કેસના 4 આરોપીઓ જેલ હવાલે, હથિયાર લાવવાનું રાજસ્થાન કનેક્શન ખુલ્યું

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી એક ગંભીર ઘટના હાથીખાના વિસ્તારમાં બની હતી, જ્યાં બે જૂથો વચ્ચેની અંગત અદાવત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. સામાન્ય બોલાચાલી અને જૂની અદાવતનું વેર વાળવા માટે સુફિયાન પઠાણ અને તેના સાગરીતોએ વિરોધી જૂથ પર નિશાન સાધીને એકપછી એક 4 રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કરી દીધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને સ્થાનિક બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા.રાજસ્થાનથી નેટવર્ક ઓપરેટ થતું હોવાનો ખુલાસોઘટનાની ગંભીરતા જોઈને વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશથી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો કામે લાગી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આક્રમક કોમ્બિંગ કરીને મુખ્ય આરોપી સુફિયાન પઠાણ સહિત ચાર શખ્સોને પકડી પાડ્યા હતા. તેમની અંગઝડતી લેતા ગુનામાં વપરાયેલી બે અદ્યતન પિસ્તોલ પણ મળી આવી હતી. આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કડીઓ હાથ લાગી છે. સુફિયાન પઠાણે કબૂલાત કરી છે કે તે આ હથિયારો ગુજરાત બહારથી એટલે કે રાજસ્થાનના ગેરકાયદેસર હથિયારના સોદાગરો પાસેથી લાવ્યો હતો.8 સામે ગુનો, પોલીસની ટીમ રાજસ્થાન રવાનાઆ સમગ્ર કેસમાં વડોદરા પોલીસે કડક કલમો હેઠળ કુલ 8 લોકો સામે ગુનો નોંધ્યો છે. કોર્ટે પકડાયેલા ચારેય આરોપીઓના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. હવે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વડોદરા પોલીસની વિશેષ ટીમો અલગ-અલગ લોકેશન પર દરોડા પાડી રહી છે. આ સાથે જ, પિસ્તોલ સપ્લાય કરનાર રાજસ્થાનના મુખ્ય નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વડોદરા પોલીસની એક ટીમ સત્તાવાર રીતે રાજસ્થાન જવા રવાના થઈ રહી છે, જેથી હથિયારોની ગેરકાયદે હેરાફેરીના આંતરરાજ્ય કૌભાંડને તોડી શકાય.આ પણ વાંચો: Mehsana: વડનગરના પ્રાચીન મંદિરમાં મોટો વહીવટી પલટો, વિવાદો વચ્ચે મોડી રાત્રે 12 વાગ્યે સરકારી વહીવટદારે સંભાળ્યો ચાર્જ

Read Full Story arrow_forward
Umreth-સુરેલી રોડ પર ધારાસભ્યનો સપાટો: ઓવરલોડ રેતીના ડમ્પરો રોકી પોલીસ પાસે ફડાવી દંડની પાવતીઓ
calendar_today June 16, 2026

Umreth-સુરેલી રોડ પર ધારાસભ્યનો સપાટો: ઓવરલોડ રેતીના ડમ્પરો રોકી પોલીસ પાસે ફડાવી દંડની પાવતીઓ

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં મહીસાગર નદીના પટ્ટમાંથી બેરોકટોક દોડતા ઓવરલોડ વાહનો અને ભૂમાફિયાઓ સામે ખુદ સ્થાનિક ધારાસભ્યે રસ્તા પર ઉતરીને લાલ આંખ કરી છે. સુંદરપુરા-લાલપુરા મહીસાગર નદી વિસ્તારમાંથી ક્ષમતા કરતા વધુ રેતી ભરીને પસાર થઈ રહેલા ડમ્પરોને ઉમરેઠ-સુરેલી રોડ પર ધારાસભ્ય હર્ષદ પરમારે જાતે રોકીને કડક ચેકિંગ હાથ ધર્યું હતું. ધારાસભ્ય અચાનક એક્શન મોડમાં આવતા જ ગેરકાયદેસર ખનન અને વહન કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.તાડપત્રી ઢાંક્યા વગર જોખમી રીતે દોડતા વાહનો સામે વાંધો મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાંથી સાદી રેતી ભરીને નીકળતા ડમ્પર ચાલકો નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા હતા. ઓવરલોડ રેતી ભરવા છતાં ડમ્પર પર તાડપત્રી ઢાંકવામાં આવતી નહોતી, જેના કારણે હવામાં રેતી ઉડતી હતી અને પાછળ આવતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા હતા. આ માર્ગ પરથી પસાર થતી વખતે ધારાસભ્ય હર્ષદભાઈ પરમારની નજરે આ જોખમી ડમ્પરો ચડ્યા હતા. તેમણે તાત્કાલિક ગાડી ઊભી રખાવી તમામ ડમ્પરોને લાઈનસર રોકી દીધા હતા અને સ્થળ પર જ તપાસ શરૂ કરી હતી. ઉમરેઠ પોલીસને બોલાવી કાયદાનું ભાન કરાવ્યું ધારાસભ્યે આ ખુલ્લેઆમ થતા નિયમભંગ બદલ તાત્કાલિક ઉમરેઠ પોલીસને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. પોલીસ કાફલો આવી પહોંચતા ધારાસભ્યે નિયમ તોડનારા તમામ ડમ્પર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. પોલીસે સ્થળ પર જ તમામ ડમ્પરોને કાયદાનું ભાન કરાવી દંડની પાવતીઓ ફાડી હતી. આ માર્ગ પર ઓવરલોડ ડમ્પરોના ત્રાસથી લાંબા સમયથી પરેશાન ટુ-વ્હીલર અને બાઈક ચાલકોએ ધારાસભ્યની આ સરાહનીય કામગીરીને મુક્તમને બિરદાવી હતી. આ પણ વાંચો----    Gujarat Latest News LIVE : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Gujarat Latest News LIVE : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી
calendar_today June 16, 2026

Gujarat Latest News LIVE : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward