android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: ભરૂચની જામા મસ્જિદના મૂળ અંગે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસની માગ
calendar_today June 16, 2026

Bharuch: ભરૂચની જામા મસ્જિદના મૂળ અંગે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસની માગ

ભરૂચમાં ઐતિહાસિક જામા મસ્જિદના મુળ સ્વરૂપને લઈને કેટલાંક હિન્દુ સંગઠનો દ્વારા થોડા સમયથી સ્મારકના મુળ સ્વરૂપને જાળવી રાખીને કોઇ ધર્મ વિશેષને ખાસ સુવિધા નહી આપવા માટે માગ કરવામાં આવી રહી છે ભરૂચની જામા મસ્જિદ મુળતઃ જૈન સમડી વિહાર છે તેમજ ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાના દાવા સાથે હિન્દૂ-જૈન સંગઠનો દ્વારા સ્મારકના મુળ ઈતિહાસ અંગે પ્રશ્નો ઉભા કર્યાં છે. દરમિયાનમાં સોમવારે શહેરના હોસ્ટલ ગ્રાઉન્ડથી કલેકટર કેચરી સુધી હિન્દૂ-જૈન બંધુઓ સાથે મહારાષ્ટ્રથી ચક્રધર સ્વામીના સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થઈ વિશાળ રેલી કાઢી હતી. તેમજ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. ભરૂચ શહેરમાં આવેલી જામા મસ્જિદના મુળ સ્વરૂપને લઈને ભરૂચમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેલીમાં જોડાયેલાં સ્થાનિક હિન્દુ-જૈન સંગઠનોના લોકો તેમજ મહારાષ્ટ્રના ચક્રધર સ્વામીના સમર્થકોએ ઐતિહાસિક સત્ય બહાર લાવો, ધરોહરની મૂળ ઓળખ જાળવો તેવા સુત્રોચ્ચાર ઉચ્ચાર્યાં હતાં. રેલીમાં સ્વામી મુક્તાનંદ, સુરર્શન નાગરાજ કપાટે સહિત વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધીઓ પણ રેલીમાં જોડાયાં હતાં. હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી નિકળતાં સમગ્ર રોડ પર માનવ લહેર દેખાઈ હતી. આગેવાનોએ કલેક્ટરને આવેદન પત્ર આપી માંગણી કરી હતી કે, આવેદનપત્રમાં જામા મસ્જિદના ઐતિહાસિક મુળ અંગે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી સંત સમાજના આગેવાનોએ પોતાની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સ્મારકનું મુળ સ્વરૂપ જૈન મંદિર સાથે સંકળાયેલું હોય તેવા કેટલાંક ઐતિહાસિક પુરાવાઓ પણ ત્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, સ્મારકની મૂળ રચના અને ઐતિહાસિક ઓળખ જાળવવા માટે પુરાતત્વ વિભાગ જવાબદારી લે તેમજ ઐતિહાસિક ધરોહરમાં નિતી નિયમોનું પાલન કરાય કોઈ ચોક્કસ સમુદાયના લોકો જ ત્યાં પ્રાર્થના ન કરે સૌને અધિકાર મળે તેવી માંગ કરી હતી. સોમવારે 15મી જૂને મોટી સંખ્યામાં સંત સમાજના લોકો એકત્ર થવાના હોવાની જાણ પહેલેથી જ હોવાને કારણે પોલીસે પહેલેથી જ જામા મસ્જિદ ખાતે તેમજ રેલીના રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો. જેથી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: આમોદમાં તિલક મેદાનમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવા માગ
calendar_today June 16, 2026

Bharuch: આમોદમાં તિલક મેદાનમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવા માગ

આમોદ વેપારી એસોસિએશન માત્ર વેપાર ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરતું પરંતુ નગરના પ્રશ્નોને લઇને પણ ચિંતીત રહે છે. સોમવારે વેપારીએ એસોસિએશને પાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોને મળીને નગરના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી. આમોદ ખાતે વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ સોમવારે નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજીદ અલી રાણા તેમજ કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડયાને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે એસોસિએશન દ્વારા નવા બોર્ડની રચનાને આવકારી નગરના વિકાસ માટે હાથ ધરાયેલી કામગીરીને બિરદાવી હતી.સાથે આમોદ નગરના વિવિધ પ્રશ્નો અંગે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. જેમાં આમોદ શહેરની ઓળખ સમાન ઐતિહાસિક જર્જરિત ટાવરની મરામત કરાવવી ,તિલક મેદાનમાં સર્જાતી ટ્રાફ્કિ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો,નવા શોપિંગ સેન્ટરને ચાલુ કરાવવું,અગાઉ વધારવામાં આવેલ વેરા વસુલાતનો નિર્ણય સ્થગિત રાખવો, ચાર રસ્તા ઉપર મંજૂર થયેલ પીકઅપ સ્ટેન્ડની ઝડપી કામગીરી કરવી, ગુજરાત ગેસ એજન્સી ની ઓફ્સિ આમોદમાં કાર્યરત કરવી તેમજ આમોદ નગરપાલિકાના અગાઉના શાસકો દ્વારા નગરજનો ઉપર લાદવામાં આવેલો મસમોટો ભૂગર્ભ ગટર વેરો ઘટાડી 500 કરવા સૂચન કરવામાં આવ્યું હતું. તેમજ તિલક મેદાન ખાતે આવેલ જાહેર શૌચાલયની સુવિધા વધારવા જેવા નગરજનોને સ્પર્શતા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: ચાણોદ, પોઇચા, કુબેર ભંડારી ખાતે હજારો ભક્તો ઊમટયા
calendar_today June 16, 2026

Narmada: ચાણોદ, પોઇચા, કુબેર ભંડારી ખાતે હજારો ભક્તો ઊમટયા

પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી વિષ્ણુજીને પ્રિય એવા અધિક માસનો છેલ્લો દિવસ અને સોમવતિ અમાસનો સુભગ સમન્વય થયો હોવાથી સોમવારે પવિત્ર મંદિરોમાં દર્શન અને નર્મદા સ્નાન માટે નર્મદા જિલ્લાના પોઇચા, ગરૂડેશ્વર ઉપરાંત વડોદરા જિલ્લાના ચાણોદ અને કુબેર ભંડારી ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. નર્મદા કિનારાઓ ઉપર જાણે ભક્તોનું કિડીયારૂ ઉભરાયુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તા. 15 જુનના રોજ અધિકમાસ નો અંતિમ દિવસ અને સોમવતી અમાસ હોવાથી નર્મદા જિલ્લા નર્મદા કિનારે પોઇચા ગામડી નર્મદા કિનારે ગુજરાત સહિત અને ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યના શ્રાદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને નર્મદા સ્નાન કરીને કુબેર ભંડારી દાદાના દર્શન કર્યા હતા. નર્મદા કિનારે લાખો લોકો નર્મદા સ્નાન કરવા ઉમટી પડયા હતા. જ્યાં જુઓ ત્યાં ભક્તો નર્મદા સ્નાન કરતા નજરે પડતાં હતાં. મહારાષ્ટ્ર રાજ્યના લોકો તા. 14 જુનના રોજ ખાનગી વાહનોમાં આવી ગયા હતા જેના કારણે આ વિસ્તારની હોટલો અને હોમ સ્ટે હઉસફુલ થઇ ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે બહારથી આવેલા પ્રવાસીઓને રાતવાસો કરવા માટે મુશ્કેલી ઉભી થઇ હતી ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ પોતાના ઘરના ધાબાઓ ઉપર ભક્તોને આશ્રાય આપ્યો હતો, આજે સવારથી ગામડી અને નીલકંઠ ધામ વચ્ચે નર્મદા ભાઠામાં ભક્તો નર્મદા કિનારે નર્મદા સ્નાન કરવા ઉમટી પડયા હતા. શ્રાદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડયું હતું. અહિયાં થી નાવડીમાં બેસીને લોકો સામે કિનારે કુબેર ભંડારી દાદાના દર્શન કરવા ઉમટી પડયા હતા. પોઇચા નર્મદા કિનારે અને ત્રિવેણી સંગમ ખાતે લાખો લોકોએ નર્મદા સ્નાન કરીને પવિત્ર થયા હતા. આ પ્રસંગે લોકો પિતૃ તર્પણ વિધિ કરતાં હતાં. વિવિધ કર્મકાંડ કરતા નજરે પડયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward