android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: કારમાં લઈ જવાતો રૂા.3.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
calendar_today June 16, 2026

Panchmahal: કારમાં લઈ જવાતો રૂા.3.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

શહેરા તાલુકાના સંભાલી ગામના રોડ પરથી પોલીસે કારને આંતરી તેમાંથી રૂા.3.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કારના ચાલક રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી હતી. ગોધરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે શહેરા - સંભાલી રોડ પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીમુજબની કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને કોર્ડન કરીને અટકાવી હતી. કાર ચાલકની પૂછપરછ કર્યા બાદ તલાશી લેતા, તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂા. 3,32,376ની 902 નંગ બોટલોનો જથ્થો જપ્ત કરી કારના ચાલક સોહનસિંહ ફતેસિંહ સિસોદીયાની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગુનામાં અન્ય બે શખ્સો ભૈરવસિંહ ઉર્ફે પવન ઉર્ફે રવી માનસિંહ સિસોદીયાની સંડોવણી સામે આવતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. આ સિવાય જે અજ્ઞાત ઇસમે આ મુદ્દામાલ મંગાવ્યો હતો, તેનું નામ-ઠામ મેળવી તેને પણ વોન્ટેડ જાહેર કરી પકડવાના ચક્રો ગતિમાન કરાયા હતા. પોલીસે દારૂ તેમજ કાર મળી કુલ રૂા.8.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Lunavada: સાતકુંડા ઇકો ટુરિઝમ સાઇટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
calendar_today June 16, 2026

Lunavada: સાતકુંડા ઇકો ટુરિઝમ સાઇટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લાના નવરચીત ગોધર તાલુકામાં ડુંગરોની વચ્ચે વસેલા રમણીય સાતકુંડા ગામ ખાતે આવેલ સાતકુંડા ઇકો ટુરિઝમ સાઇટ ખાતે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સાથે સ્થાનીય આગેવાનો તથા ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા અને પર્યાવરણના જતન માટે પ્લાન્ટેશન કરી પૃથ્વીને હરિયાળી બનાવવાનો સંકલ્પ લીધો હતો. વૃક્ષારોપણ બાદ સૌએ અહીં બિરાજમાન સાતકુંડા મહાદેવ મંદિરના દર્શનનો લાહવો લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: સંતરામપુર જનરલ હૉસ્પિટલ ખાતે રક્તદાન કૅમ્પ યોજાયો
calendar_today June 16, 2026

Mahisagar: સંતરામપુર જનરલ હૉસ્પિટલ ખાતે રક્તદાન કૅમ્પ યોજાયો

સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સંતરામપુર જનરલ હોસ્પિટલ ખાતે બ્લોક હેલ્થ સંતરામપુરના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં અંદાજિત 500 જેટલા લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજસેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતાઓને સર્ટિફ્કિેટ આપીને સન્માનિત કરાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward