android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Lunawvada: ખાનપુર ખાતે સોમવતી અમાસે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન
calendar_today June 16, 2026

Lunawvada: ખાનપુર ખાતે સોમવતી અમાસે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન

સોમવતી અમાસ નિમિત્તે ગાયત્રી મહાયજ્ઞ અને મહાપ્રસાદના આયોજનમાં ભક્તોએ ભાગ લીધો. લુણાવાડા તાલુકાના મલેકપુર માં ભગવતી મહિલા ગાયત્રી પરિવાર દ્વારા તેમજ ખાનપુર ગાયત્રી પરિવાર દ્વારા ખાનપુર ખાતે કાંતાબેન માલીવાડના ઘરે પુરુષોત્તમ માસની અમાવસ્યા નિમિત્તે પંચકૂંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરાયો હતો, જેમાં ગર્ભ સંસ્કાર કરાયા હતા. સોમવતી અમાસના દિવસે ભક્તોએ ગાયત્રી મહાયજ્ઞના દર્શનનો લહાવો લીધો હતો, મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સિસોદિયા મીનાબેન એસ અને તેમની ટીમે વ્યસન મુક્તિ તેમજ ગુરુદેવનો સંદેશો આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: સોમવતી અમાસે દક્ષિણ પ્રયાગતીર્થ ચાંદોદ ખાતે શ્રાદ્ધાળુઓનો ધસારો
calendar_today June 16, 2026

Vadodara: સોમવતી અમાસે દક્ષિણ પ્રયાગતીર્થ ચાંદોદ ખાતે શ્રાદ્ધાળુઓનો ધસારો

ડભોઇ તાલુકાના દક્ષિણ પ્રયાગતીર્થ તીર્થધામ ચાણોદ ખાતે શ્રાદ્ધાળુનું ઘોડાપૂર ઊમટયું હતું. અધિક જેઠ માસને સોમવતી અમાસનો યોગ સર્જાતા પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવા તેમજ વિભાગના પૌરાણિક મંદિરો કુબેર ભંડારી મંદિર શેષનારાયણ મંદિર ગંગાનાથ મહાદેવ મંદિર સહિત પંથકના શિવાલયોમાંમાં શ્રાદ્ધાળુનો ધસારો જોવા મળ્યો હતો. સુપ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ, માળી કુંડળના ઓવારા સંગમ, પોઇચા ભાઠુ અને કુબેરઘાટ ખાતે નર્મદા નદીમાં સ્નાન કરવા શ્રાદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. આજરોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુએ પવિત્ર નર્મદા નદીમાં નર્મદે હર નારા સાથે ડૂબકી લગાવતા જોવા મળ્યાં હતા. શ્રાદ્ધાપૂર્વક નર્મદા મૈયાને શ્રીફ્ળ ચૂંદડી સાડી અર્પણ કરતાં જોવા મળ્યાં હતા. સાથે શ્રાદ્ધાપૂર્વક નર્મદાજીને દૂધ નર્મદા જળ ચડાવી પુંજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આજરોજ નિયમિત અમાસ ભરવા આવતાં શ્રાદ્ધાળુ ઉપરાંત અધિકમાસ પુરુષોત્તમ માસ જેઠ માસનો અંતિમ દિવસ સોમવતી અમાસના સંયોગે બેવડો લાભ લેવા શ્રાદ્ધાળુઓનો ભારે ધસારો રહેતા કુબેર ભંડારી ખાતે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. કરનાળીથી ચાણોદ થઈ ભીમપુરા, નંદેરીયા, દરિયાપુરા રંગસેતુ પુલ થયેલ મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુ દર્શન માટે આવતા હોય જેથી ચાણોદ બસ સ્ટેન્ડ ખાતે ચાર રસ્તા પાસે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફ્કિ પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: હરિયાળું છોટાઉદેપુર અભિયાનનો વિધિવત સાંસદ-મંત્રી દ્વારા પ્રારંભ
calendar_today June 16, 2026

Chhotaudepur: હરિયાળું છોટાઉદેપુર અભિયાનનો વિધિવત સાંસદ-મંત્રી દ્વારા પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફ્ળ અને લોક કલ્યાણકારી સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે એક પેડ મા કે નામ અભિયાનથી પ્રેરિત છોટાઉદેપુર જિલ્લા તંત્ર દ્વારા વિશેષ પર્યાવરણીય મહાઅભિયાન હાથ ધરાયું છે. જિલ્લામાં સુશાસનના 12 વર્ષ, 12 લાખ વૃક્ષોના સંકલ્પ સાથે હરિયાળું છોટાઉદેપુર અભિયાનનો પ્રારંભ સાંસદ જશુભાઇ રાઠવા અને મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા કરાયો હતો. મંત્રીએ વાઘસ્થળ ખાતે વૃક્ષારોપણ કરીને આ લોક અભિયાનને ખુલ્લું મૂક્યું હતું. જેના પ્રથમ જ દિવસે સમગ્ર જિલ્લામાં એકસાથે 1.20 લાખથી વધુ રોપાનું વ્યાપક વાવેતર કરીને હરિયાળી ક્રાંતિના મંડાણ કરાયા છે. આ પ્રસંગે પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં વિકાસની નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. ર્જેને પર્યાવરણના જતન સાથે યાદગાર બનાવવા વન વિભાગના સહયોગથી સમગ્ર વર્ષ દરમિયાન કુલ 12 લાખ વૃક્ષોના વાવેતર અને ઉછેરનું સુદ્રઢ આયોજન કરાયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃક્ષારોપણ માટે માત્ર વાવેતર જ નહીં, પરંતુ તેના સંપૂર્ણ ઉછેર માટે PPS મોડેલ પર વિશેષ ભાર મૂકાયો છે. સ્થાનિક પર્યાવરણને મહત્તમ લાભ મળે તે હેતુથી ભારતીય પ્રજાતિ જેમકે લીમડો, વડ, પીપળો, અર્જુન, આંબો, જામુન, ગરમાળો, કરંજ, વાંસ અને બોર જેવા રોપાને પ્રાથમિકતા અપાઇ છે. વૃક્ષોનો સર્વાઈવલ રેટ 90 ટકાથી વધુ હાંસલ કરવા 3, 6 અને 12 માસના અંતરે વિશિષ્ટ સર્વાઈવલ ઓડિટ કરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward