android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: સાવલીના મંજુસર GIDCમાં ખાનગી કંપનીમાં આગ લાગી
calendar_today June 16, 2026

Vadodara: સાવલીના મંજુસર GIDCમાં ખાનગી કંપનીમાં આગ લાગી

સાવલી તાલુકાના મંજુસર GIDCમાં આવેલી પહારપૂર કુલિંગ ટાવર નામની ખાનગી કંપનીમાં આજે અચાનક આગ લાગતા અફ્રાતફ્રીનો માહોલ સર્જાયો હતો. કલાકોની જહેમત બાદ આગ કાબુમા આવી હતી મંજુસર GIDCમાં પહારપૂર કુલિંગ ટાવર નામની કંપનીમા 12 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આગની જાણ થતાં કંપનીના કર્મચારી ઓમાં દોડધામ મચી ગઈ હતી. અને આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા અને ભારે લપકારા મારતી આગની જ્વાળાએ ભારે ડરનો માહોલ પેદા કર્યો હતો ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગની ઘટનામાં કંપનીને આર્થિક નુકશાનનો આંક જાણવા મળ્યો નથી જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સંબંધિત વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આગની ઘટનાને પગલે આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આગ કાબૂમાં આવતા સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં આગના કારણો અને નુકસાનઅંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ કંપનીના એસેમ્બી વિભાગમાં આગ લાગી હતી. આ આગ બાબતે કંપની સત્તાવાળાએ કંઈ પણ બોલવા ઇનકાર કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: મંજુસર GIDC વિસ્તારમાં રૂા.2.17 કરોડથી વધુના દારૂનો નાશ કરાયો
calendar_today June 16, 2026

Vadodara: મંજુસર GIDC વિસ્તારમાં રૂા.2.17 કરોડથી વધુના દારૂનો નાશ કરાયો

સાવલી તાલુકાના મંજુસર જીઆઈ ડી સી માં આવેલ નિર્જન સ્થળે સાવલીના ચાર પોલીસ સ્ટેશનના જપ્ત કરાયેલ વિદેશી દારૂનો રૂા.2.17 કરોડથીવધુની કિંમતની 90,965 બોટલ્સનો રોલર ફેરવીને નાશ કરાયો હતો. તાલુકાના સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના અંતર્ગત જપ્ત કરાયેલ દારૂનો મંજુસર ખાતે કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરાયો હતો. કોર્ટ તથા સંબંધિત કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ કામગીરી હાથ ધરાઇ હતી. પોલીસ વિભાગ દ્વારા આપેલી માહિતી મુજબ, કુલ રૂા. 2 કરોડ 17 લાખ 95 હજારની કિંમતના દારૂનો નાશ કરાયો હતો. આ કામગીરી દરમિયાન કુલ 90,965 દારૂની બોટલોનો સુરક્ષિત રીતે નિકાલ કરાયો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન DySp પ્રાંત અધિકારી ચારે પોલીસ મથકનાPIતેમજ સ્ટાફ્ અને આબકારી નશાબંધીના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ગ્રામ્ય પોલીસની દેખરેખ હેઠળ કામગીરી સંપન્ન કરાઇ હતી. જપ્ત મુદ્દામાલના સુરક્ષિત નિકાલ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી. મંજુસર ખાતે એકસાથે ચાર પોલીસ સ્ટેશનના જપ્ત દારૂનો વિપુલ માત્રામાં ઝડપાયેલા જથ્થાને રોલર ફેરવીને નાશ કરાયો હતોગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: જરોદ વડોદરા ટોલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવારનું મોત
calendar_today June 16, 2026

Vadodara: જરોદ વડોદરા ટોલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવારનું મોત

જરોદ : જરોદ વડોદરા ટોલ રોડ વચ્ચે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવાનનું મોત. ધમધમતા હાલોલ વડોદરા ટોલ રોડ ઉપર અકસ્માત થતા રોડ ઉપર ટ્રાફ્કિ જામ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જરોદ પોલીસે આવીને ટ્રાફ્કિ હળવો કરાવ્યો હતો. મરનાર યુવાનની પોલીસે તલાશી લેતા યુવાન જરોદથી હાલોલ તરફ જઇ રહ્યો હતો. અને તેનું નામ કરણ શંકર નાયક (રહે. મોટી ઉમરવાન ગામ, તા. હાલોલ) હોવાનું જાણવા મળ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward