android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ડોલવણ તાલુકામાં પ્રિ-મોન્સૂન કામગીરીની રાહ જોતી જોખમી વીજલાઇન, તંત્ર બેફિકર
calendar_today June 15, 2026

ડોલવણ તાલુકામાં પ્રિ-મોન્સૂન કામગીરીની રાહ જોતી જોખમી વીજલાઇન, તંત્ર બેફિકર

વ્યારા : ડોલવણ તાલુકાના અનેક ગામોમાં વીજલાઇનઉપર સામ્રાજ્ય જમાવી ચૂકેલાં ઝાડી-ઝાંખરા, વેલાઓને હટાવવામાં ન આવતાંવારંવાર ફોલ્ટ થઈ રહ્યા છે. ત્યારે પ્રી-મોન્સૂન કામગીરી સત્વરે શરૂ થાય તેવી માંગઊઠી છે.ડોલવણ તાલુકાના પંચોલ, કુંભીયા, પાટી, બેડચીત સહિતનાઅનેક ગામોમાં ઘરવપરાશ અને ખેતીવાડીની વીજલાઇનની પ્રી-મોન્સૂન કામગીરી શરૂ થઈ નથી.વીજલાઇનના ઇલેક્ટ્રિક પોલ તથા ટ્રાન્સફોર્મરની ચોતરફ્ જંગલી વેલાઓ તેમજઝાડી-ઝાંખરા ઘેરાયા છે. ઝાડી-ઝાંખરા અને વેલાઓથી વીજલાઇન ઘેરાયેલી રહેતાં તેનેલીધે વરસાદ-વાવાઝોડા જેવા માહોલમાં વારંવાર શોર્ટસર્કિટ થાય છે. સાથે જ વીજળી પણડુલ થઈ જાય છે. ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં વીજલાઇનના મેન્ટેનન્સના અભાવેવીજળી ગુલ કે ઇલેક્ટ્રિસિટી લોસના કારણે લો-વોલ્ટેજથી વીજગ્રાહકો ત્રસ્ત થાય છે.વોલ્ટેજમાં વધ-ઘટ થવાના લીધે ક્યારેક વીજઉપકરણોને નુકસાન થવાના બનાવો બને છે. જોઝાડી-ઝાંખરા વીજપોલ કે ટ્રાન્સફોર્મર ઉપરથી ઉતારવામાં ન આવે તો ચોમાસા દરમિયાનવારંવાર વીજળી ડુલ થવાનો પ્રશ્ન વધવાની શક્યતા છે. ઉપરાંત જોખમી બનેલા ટ્રાન્સફોર્મરકે વીજપોલ ઉપરથી વીજકરંટ નીચે ઉતરવાની ભીતિ છવાયેલી રહે છે, જેથીકોઈ નિર્દોષ નાગરિક કે મૂંગાં જાનવરો વીજકરંટનો ભોગ ન બને તે માટે વીજલાઇનની મરામતથાય તે જરૂરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
બારડોલીના જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ
calendar_today June 15, 2026

બારડોલીના જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ

બારડોલી : બારડોલી તાલુકાના ભુવાસણ-ઝાંખરડાખાતે કાર્યરત જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીયપરંપરા જાળવી રાખવામાં આવી છે. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવાનો એક સરાહનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સેવાકાર્યમાં જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાનના પ્રમુખ અલ્પેશભાઈ માહ્યાવંશી , ઉપપ્રમુખ નરેશભાઈ માહ્યાવંશી, હિતેશ માહ્યાવંશી,મંત્રી ભરતભાઈ માહ્યાવંશી, સહમંત્રી હેમાન્સુમાહ્યાવંશી, પ્રમોદભાઈ માહ્યાવંશી તેમજ ખજાનચી નિમેષમાહ્યાવંશી સહિતના તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતા મોહનભાઈમાહ્યાવંશી અને સંસ્થાના હોદ્દેદારોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિરતણકરવામાં આવ્યું હતું. સંસ્થાના આ ભાગીરથ લાભ કુલ 242 જેલા જરૂરિયામંદવિદ્યાર્થીઓને મળ્યો છે. આ વિતરણ વ્યવસ્થામાં સમાજના તમામ વર્ગોનો સમાવેશ કરવામાંઆવ્યો હતો. જેમાં મુખ્યત્વે 13 અનુસૂચિત જાતિ, 223 અનુસૂચિતજનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ અને ઓપનકેટેગરીના 1 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક પૂરી પાડીને પ્રોત્સાહિત કરવામાંઆવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ઉમરગામ ભીલાડ રેલવે ફાટક પાસે ટ્રકે 3 વાહનોને ટક્કર મારી, સેલવાસની મહિલાનું મોત
calendar_today June 15, 2026

ઉમરગામ ભીલાડ રેલવે ફાટક પાસે ટ્રકે 3 વાહનોને ટક્કર મારી, સેલવાસની મહિલાનું મોત

ભીલાડ રેલવે ફાટક પાસે નેશનલ હાઈવે-48ના સર્વિસરોડ પર સર્જાયેલા અકસ્માતમાં ટ્રકે ડસ્ટર કારને ટક્કર માર્યા બાદ ઊભેલી ઇનોવા કારતથા અન્ય એક ટેમ્પોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું કરુણમોત નીપજ્યું હતું.સેલવાસના આંબલી ફુવારા ખાતે રહેતા ભાવેશભાઈનટુભાઈ પટેલ રવિવારે પરિવારના સભ્યો સાથે ઇનોવા કાર લઈને કનાડુ-બિલીયા ગામે જવાનીકળ્યા હતા. બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં તેઓ ભીલાડ ફાટક પાસે સર્વિસ રોડ પરઊભા હતા. તે સમયે મુંબઈ તરફ્થી વાપી તરફ્ આવતી ટાટા ટ્રક (GJ 02 BT 3988)ના ચાલક અખિલેશ પ્રભુભાઈ પાલે (રહે. ઊંઝા, મહેસાણા, મૂળ રહે. યુ.પી.) પોતાની ટ્રકને ગફલતભરી રીતે હંકારીલાવી સર્વિસ રોડ પરથી હાઈવે પર આવતી ડસ્ટર કારને ટક્કર મારી હતી. જે બાદ ચાલકે ટ્રકના સ્ટેયરિંગ પરનોકાબૂ ગુમાવી સર્વિસ રોડ પર ઊભેલી ભાવેશભાઈની ઇનોવા કાર તેમજ કેરી ભરેલા ટેમ્પોને જોરદારટક્કર વાગી હતી. આ ટક્કરને કારણે ઇનોવા કારમાં બેસેલા પરિવારના સભ્યોને નાની-મોટી ઈજાઓ થતાં તાત્કાલિક વાપીની હોસ્પિટલખાતે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે, ભાવેશભાઈના ફોઈ મંજુબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક ભીલાડ સરકારીદવાખાને લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward