android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Education : વિદ્યાર્થીઓને નહીં પડે કોઈ મુશ્કેલી, જલ્દી જ મળશે પુસ્તકો : NCERT
calendar_today June 15, 2026

Education : વિદ્યાર્થીઓને નહીં પડે કોઈ મુશ્કેલી, જલ્દી જ મળશે પુસ્તકો : NCERT

દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. NCERTએ સ્પષ્ટતા કરી છે કે નવીનતમ અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરાયેલી તમામ પાઠ્યપુસ્તકો ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પુસ્તકોની અછત અંગે ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે NCERTએ જણાવ્યું છે કે સપ્લાય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તમામ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવામાં આવશે.સોશિયલ સાયન્સનું પુસ્તક પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશેNCERTના જણાવ્યા અનુસાર નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 (NEP 2020) હેઠળ નવા અભ્યાસક્રમને અનુરૂપ પુસ્તકો તબક્કાવાર પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ વર્ષે ધોરણ 9ના નવ વિષયોની 90 લાખથી વધુ પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરીને દેશભરમાં પહોંચાડવામાં આવી છે. સોશિયલ સાયન્સના પુસ્તક સિવાય મોટાભાગની પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ચૂકી છે, જ્યારે સોશિયલ સાયન્સનું પુસ્તક પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.સ્થાનિક સ્તરે પુસ્તકોની અછત સર્જાઈનવી પુસ્તકોની સપ્લાય માટે NCERT પોતાના વેચાણ કેન્દ્રો, અધિકૃત વિક્રેતાઓ, ઓનલાઈન પોર્ટલ, વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC)ના સહયોગથી સ્થાપિત સ્ટ્રેટેજિક ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ (SDCs)નો ઉપયોગ કરી રહી છે. કાઉન્સિલે સ્વીકાર્યું છે કે નવા અભ્યાસક્રમના અમલીકરણને કારણે કેટલાક વિસ્તારોમાં તાત્કાલિક અને સ્થાનિક સ્તરે પુસ્તકોની અછત સર્જાઈ શકે છે. જોકે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને માગ મુજબ સપ્લાય વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે.ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશેNCERTએ જણાવ્યું કે વિલંબનું મુખ્ય કારણ NEP 2020 આધારિત નવા કરિક્યુલમનો અમલ છે. વિવિધ ધોરણોની પુસ્તકો તબક્કાવાર પ્રકાશિત થઈ રહી હોવાથી શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તેમ છતાં, દરેક વિદ્યાર્થીને સમયસર ગુણવત્તાયુક્ત શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરતાં NCERTએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.આ પણ વાંચો : PM Kisan Yojana : આ અઠવાડિયે ખેડૂતોને મળશે 23મો હપ્તો, સરકારે તારીખની કરી જાહેરાત

Read Full Story arrow_forward
Ahmedabad News : જૂનાગઢની દુષ્કર્મ પીડિતાને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી
calendar_today June 15, 2026

Ahmedabad News : જૂનાગઢની દુષ્કર્મ પીડિતાને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી

ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસમાં માનવતાવાદી અભિગમ અપનાવીને જૂનાગઢની 13 વર્ષની દુષ્કર્મ પીડિત સગીરાને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરાવવાની મંજૂરી આપી દીધી છે. આ મામલે હાઇકોર્ટે સગીરાના હિતમાં તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવાનો કડક નિર્દેશ આપ્યો છે.સગીરાની નાની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે તબીબોની વિશેષ પેનલ રચવાનો આદેશ આપ્યો છે. ગાયનેકોલોજિસ્ટની એક ખાસ ટીમ બનાવવા સૂચનાકોર્ટે જણાવ્યું છે કે આ સમગ્ર ગર્ભપાતની પ્રક્રિયા માટે 3 સિનિયર ગાયનેકોલોજિસ્ટની એક ખાસ ટીમ બનાવવામાં આવે જે પીડિતાની સુરક્ષાની સંપૂર્ણ દેખરેખ રાખશે. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટાંક્યું હતું કે, અમારા માટે સગીરાની શારીરિક અને માનસિક સ્થિતિ સૌથી પહેલી પ્રાથમિકતા છે. આ ઉંમરે ગર્ભધારણ સગીરાના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર આઘાત સમાન છે. જેથી તેને વધુ પીડામાંથી મુક્તિ આપવી અનિવાર્ય છે.દુષ્કર્મનો રહેલો ગર્ભ માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ઈજા સમાનહાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, પીડિતાને દુષ્કર્મનો રહેલો ગર્ભ માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર ઈજા સમાન છે. આ મામલો જૂનાગઢ જિલ્લાનો છે જ્યાં આ સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. પીડિતા ગર્ભવતી બનતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં હાઇકોર્ટે ત્વરિત ન્યાયિક નિર્ણય લઈને પીડિત પરિવારને મોટી રાહત આપી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: દક્ષિણ ઝોનમાં 11 આવાસ યોજનાના જર્જરિત મકાનો ખાલી કરાવવા મનપા એક્શનમાં આવી

Read Full Story arrow_forward
Surat એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ: દુબઈથી આવેલી ફ્લાઈટમાંથી રૂ.36.89 લાખનું લાવારિસ સોનું ઝડપાયું
calendar_today June 15, 2026

Surat એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ: દુબઈથી આવેલી ફ્લાઈટમાંથી રૂ.36.89 લાખનું લાવારિસ સોનું ઝડપાયું

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી (ગોલ્ડ સ્મગલિંગ) નો મોટો મામલો સામે આવ્યો છે. દુબઈથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાંથી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ ગુપ્ત બાતમીના આધારે ચેકિંગ હાથ ધરીને આશરે રૂ.36.89 લાખની કિંમતનું શુદ્ધ સોનું જપ્ત કર્યું છે. દાણચોરોએ કસ્ટમ્સ ચેકિંગથી બચવા માટે સોનાને ફ્લાઈટમાં જ બિનવારસી હાલતમાં છોડી દીધું હતું.ફ્લાઈટની સીટ નીચેથી મળ્યું મખમલી પાઉચદુબઈથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX-274 એરપોર્ટ પર લેન્ડ થયા બાદ કસ્ટમ્સ વિભાગની ટીમે વિમાનની અંદર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ફ્લાઈટની સીટ નંબર 21B પાસે તપાસ કરતા ત્યાંથી એક શંકાસ્પદ કાળા રંગનું મખમલી પાઉચ બિનવારસી (લાવારિસ) હાલતમાં મળી આવ્યું હતું. આ પાઉચ ખોલીને જોતા તેમાંથી ચાંદી જેવા દેખાતા કડા મળી આવ્યા હતા. જો કે, અધિકારીઓએ તેની બારીકાઈથી તપાસ કરતા આ ચાંદીના દેખાતા કડા પર અસલી સોનાનું કોટિંગ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.238 ગ્રામ શુદ્ધ સોનું જપ્ત, કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો દાખલકસ્ટમ્સ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલું આ સોનું 238 ગ્રામ વજનનું અને 24 કેરેટની શુદ્ધતા ધરાવતું મોંઘું સોનું છે, જેની ભારતીય બજારમાં અંદાજિત કિંમત રૂ.36,89,000 જેટલી થવા જાય છે. કસ્ટમ્સ વિભાગે આ તમામ સોનાનો જથ્થો 'કસ્ટમ્સ એક્ટ, 1962' હેઠળ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સોનું કોણ લાવ્યું હતું અને સુરત એરપોર્ટ પર કોને ડિલિવરી આપવાનું હતું, તે દિશામાં ફ્લાઈટના પેસેન્જર લિસ્ટ અને સીટ નંબર 21B પર મુસાફરી કરનાર વ્યક્તિની વિગતો મેળવીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward