android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: શહેરમાં ટ્રાયલ માટે સી જી રોડ પર લગાવ્યું પેલિકન સિગ્નલ
calendar_today June 15, 2026

Ahmedabad News: શહેરમાં ટ્રાયલ માટે સી જી રોડ પર લગાવ્યું પેલિકન સિગ્નલ

અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને રાહદારીઓ માટે સુરક્ષિત બનાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા એવા સી. જી. રોડ પર અમદાવાદનું સર્વપ્રથમ પેલિકન સિગ્નલ પ્રાયોગિક ધોરણે એટલે કે ટ્રાયલ બેઝ પર લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલની ખાસિયત એ છે કે તે સામાન્ય સિગ્નલની જેમ આપમેળે ચાલુ-બંધ થવાને બદલે રાહદારીઓ દ્વારા ઓપરેટ થશે. અમદાવાદમા પહેલું પેલિકન સિગ્નલ લગાવાયું અમદાવાદ શહેરમાં સી. જી. રોડ ક્રોસ કરવા ઈચ્છતા નાગરિકો માટે સિગ્નલના પોલ પર એક ખાસ પુશ બટન મૂકવામાં આવ્યું છે. જ્યારે કોઈ રાહદારી રોડ ક્રોસ કરવા માટે આ બટન દબાવશે, ત્યારે વાહનો માટે તાત્કાલિક રેડ લાઈટ થઈ જશે અને વાહનો થંભી જશે.રાહદારી સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી શકે તે માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. એ સમય પૂરો થતાં જ સિગ્નલ આપોઆપ ખૂલી જશે અને વાહનોની અવરજવર ફરી શરૂ થઈ જશે.રોડ ક્રોસ કર્યા બાદ ચોક્કસ સમયમાં સિગ્નલ ખૂલશેવ્યસ્ત માર્ગો પર સિનિયર સિટિઝન્સ, મહિલાઓ અને બાળકોને રસ્તો ઓળંગવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને અકસ્માતનો ભય ઘટશે. હાલમાં આ પ્રોજેક્ટ માત્ર સી. જી. રોડ પર ટ્રાયલ તરીકે શરૂ કરાયો છે. જો આ પ્રયોગ સફળ રહેશે અને વાહનચાલકો તેમજ રાહદારીઓ તરફથી સારો પ્રતિસાદ મળશે, તો અમદાવાદના અન્ય વ્યસ્ત ચાર રસ્તાઓ અને ટ્રાફિક જંકશનો પર પણ આવા પેલિકન સિગ્નલ લગાવવામાં આવશે.આ પણ વાંચોઃ Gujarat Farmer Protest Explainer : કેમ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા, જાણો શું છે આખા આંદોલનનો મુખ્ય મુદ્દો

Read Full Story arrow_forward
Panchmahal News: ઘોઘંબાના ગુણેશિયા ગામેથી રૂ.4.52 લાખનો લીલો ગાંજો ઝડપાયો
calendar_today June 15, 2026

Panchmahal News: ઘોઘંબાના ગુણેશિયા ગામેથી રૂ.4.52 લાખનો લીલો ગાંજો ઝડપાયો

પંચમહાલ જિલ્લામાં કેફી પદાર્થો અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગુણેશિયા ગામેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ખેતરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલી લીલા ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખોની કિંમતના ગાંજાના છોડ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે.અન્ય પાકની આડમાં થતી હતી નશાની ખેતીઘોઘંબાના ગુણેશિયા ગામે રહેતા મંગાભાઈ શનાભાઈ નાયક નામના શખ્સે પોતાના ખેતરમાં કોઈને શંકા ન જાય તે રીતે અન્ય પાકની આડમાં લીલા ગાંજાના છોડ વાવ્યા હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડતા ખેતરમાંથી ગાંજાના નાના-મોટા કુલ 16 નંગ લીલા છોડ મળી આવ્યા હતા. વનસ્પતિજન્ય લીલા ગાંજાના આ જથ્થાનું તોલમાપ કરતા તેનું કુલ વજન 9.050 કિલોગ્રામ (આશરે 9 કિલો) જેટલું થવા જતું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.4,52,500 (ચાર લાખ બાવન હજાર પાંચસો) આંકવામાં આવી છે.પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીપોલીસે તમામ 9.050 કિલોગ્રામ લીલા ગાંજાનો જથ્થો કાયદેસર રીતે જપ્ત કરીને આરોપી મંગાભાઈ શનાભાઈ નાયકને સ્થળ પરથી જ દબોચી લીધો હતો. આ મામલે આરોપી વિરૂદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આ નશાનો કારોબાર ક્યારથી ચાલતો હતો, આરોપી આ ગાંજાનો જથ્થો કોને વેચવાનો હતો અને તેની સાથે અન્ય કોઈ સ્થાનિક કે બહારના એજન્ટો સંડોવાયેલા છે કે નહીં, તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવીને આગળની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahalના ઘોઘમ્બામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત: કાર અને છકડા વચ્ચેની ટક્કરમાં બે મહિલાઓના કરુણ મોત
calendar_today June 15, 2026

Panchmahalના ઘોઘમ્બામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત: કાર અને છકડા વચ્ચેની ટક્કરમાં બે મહિલાઓના કરુણ મોત

પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકામાંથી વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઘોઘમ્બાના ખરખડી-ભાણપુરા ગામ પાસે મુસાફરોથી ભરેલા એક છકડા રિક્ષા અને ટાટા પંચ કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં બે મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.નવા ઝાંખરિયા ગામની મહિલાનું ઘટનાસ્થળે જ મોતપેસેન્જર છકડો રિક્ષા મુસાફરોને લઈને પસાર થઈ રહી હતી ત્યારે ખરખડી-ભાણપુરા રોડ પર સામેથી આવી રહેલી પુરપાટ ઝડપે દોડતી ટાટા પંચ કારના ચાલકે છકડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં છકડામાં સવાર નવા ઝાંખરિયા ગામની એક મહિલાનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.સારવાર દરમિયાન બીજી મહિલાનું પણ મોતઅકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, સારવાર દરમિયાન અન્ય એક ઘવાયેલી મહિલાએ પણ દમ તોડી દેતા આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. અકસ્માત બાદ ટાટા પંચ કારનો ચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ છોડીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપ્યા છે અને ફરાર કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward