android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viramgam-અમદાવાદ હાઈવે પર કન્ટેનરે રિક્ષાને કચડી, એક મહિલાનું મોત, 3 લોકો થયા ઈજાગ્રસ્ત
calendar_today June 15, 2026

Viramgam-અમદાવાદ હાઈવે પર કન્ટેનરે રિક્ષાને કચડી, એક મહિલાનું મોત, 3 લોકો થયા ઈજાગ્રસ્ત

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ વિરમગામ-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત દર્દનાક અને ભયાનક અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ ટ્રક કન્ટેનરે પેસેન્જર ભરેલી લોડિંગ રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કાળજું કંપાવી દે તેવું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે રિક્ષામાં સવાર અન્ય ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.સુરેન્દ્રનગર ત્રણ રસ્તા પાસે સર્જાયો અકસ્માતઆ હૃદયદ્રાવક ઘટના વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલા સુરેન્દ્રનગર ત્રણ રસ્તા નજીક બની હતી. માર્ગ પરથી પસાર થઈ રહેલી લોડિંગ રિક્ષાને એક બેફામ ગતિએ આવતા ટ્રેલર કન્ટેનર ટ્રકના ચાલકે પાછળથી ધડાકાભેર અડફેટે લીધી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે રિક્ષાના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા હતા. રિક્ષાને ટક્કર માર્યા બાદ કંટ્રોલ ગુમાવી બેસેલું કન્ટેનર રોડ સાઈડમાં આવેલા એક મોટા ખાડામાં જઈને ખાબક્યું હતું.વિરમગામ રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીઅકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ રિક્ષામાં ફસાયેલી મહિલાઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી ત્રણ મહિલાઓને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ વિરમગામ રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના શબને પીએમ અર્થે મોકલી આપી, કન્ટેનર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News:  હાઇકોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની સજા રદ કરવા અંગેની અરજી ફગાવી
calendar_today June 15, 2026

Ahmedabad News: હાઇકોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની સજા રદ કરવા અંગેની અરજી ફગાવી

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે ચેખલા જમીન કૌભાંડ કેસમાં થયેલી સજા રદ કરવા અંગેની અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. રમણ પટેલને ખોટા દસ્તાવેજના કેસમાં સાણંદની કોર્ટે ગત વર્ષે ચાર વર્ષની સજા ફટકારી હતી. કોર્ટના ચુકાદાને રમણ પટેલે વડી અદાલતમાં પડકાર્યો હતો. જેમાં તેણે કરેલી અરજીમાં તેને થયેલી સજા રદ કરવા માટેની દાદ માંગવામાં આવી હતી જ્યારે કોર્ટના ચુકાદા પર સ્ટેની માગ કરાઈ હતી. કોર્ટે રમણ પટેલની બંને અરજીઓ ફગાવી દેતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે.  પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને HCનો ઝટકોપોપ્યુલર બિલ્ડર રમણ પટેલે સાણંદના ચેખલા ગામમાં બોગસ દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડી હતી. જેમાં તેને સેશન્સ કોર્ટે ચાર વર્ષની સજા અને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. રમણ પટેલે નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે મામલતદારનો બનાવટી હુકમ તૈયાર કર્યો હતો જેના દ્વારા આખી જમીન કબજે લીધી હતી. જેથી સરકારી દસ્તાવેજો સાથે ચેડાં અને ઠગાઈની તેની સામે ફરિયાદ કરાતા તેની ધરપકડ કરવામાં આવી હતી.  અપીલ ઝડપી પૂર્ણ કરવા સૂચના અપાઈરમણ પટેલે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં તેની ઊંમર અને બિમારી હોવાનો ઉલ્લેખ કરી સજા રદ કરવા માગ કરી હતી. બીજી તરફ સરકાર દ્વારા એવી દલીલ કરાઈ હતી કે, આરોપી સામે જમીન પચાવી પાડવાના અનેક ગુના નોંધાયા છે. તેની રાજકીય વગ છે અને જમીન સંબંધિત 10 કરતાં વધુ ગુના તેની સામે નોંધાયા છે. જેથી કોર્ટે સરકારની દલીલો સાંભળીને રમણ પટેલની સજા રદ કરવા અને કોર્ટના ચુકાદાનો સ્ટે આપવા અંગેની અરજી ફગાવી દીધી હતી. અપીલ ઝડપી પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. આ પણ વાંચોઃ Gujarat Farmer Protest Explainer : કેમ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા, જાણો શું છે આખા આંદોલનનો મુખ્ય મુદ્દો

Read Full Story arrow_forward
15 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
calendar_today June 15, 2026

15 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો1. Gujarat Farmer Protest Explainer : કેમ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા, જાણો શું છે આખા આંદોલનનો મુખ્ય મુદ્દો2. Mehsanaમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો મોટો સપાટો: શોભાસણની ડેરીમાંથી 1280 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો3. Junagadh News: સિંહપ્રેમીઓ માટે મોટા સમાચાર, સાસણ ગિરમાં સિંહોનું વેકેશન 7 દિવસ પાછું ઠેલાયું4. Ahmedabad Rath Yatra 2026: રથયાત્રા પહેલા AMC એક્શન મોડમાં, રૂટ પરના 523 ભયજનક મકાનોને નોટિસ5. Gujaratની નવી ઔદ્યોગિક પોલિસી 2026 લોન્ચ: જાણો ગ્રીન પ્રોજેક્ટ્સ અને મહિલાઓ માટે શું છે ખાસ?6. Narmada:સન્માન ન જળવાતા ભાજપના જ મહિલા ધારાસભ્યના ઉપવાસ, સાંસદના સમર્થનથી ગાંધીનગર સુધી રાજકારણ ગરમાયું7. Abhijeet Deepkeએ થપ્પડકાંડ બાદ આંદોલન વધુ ઉગ્ર કરવાની કરી જાહેરાત, 20 જૂને દિલ્હી કૂચની તૈયારી8. Rajasthan : બિકાનેરના શ્રીડુંગરગઢ પાસે કાર-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 6 લોકોના થયા મોત9. US Iran Peace Deal: આ સમજૂતી વિશ્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરશે, અમેરિકા ઇરાન ડીલ પર PM મોદીનું ટ્વિટ10. Ram Mandir Donation Row: રામ મંદિરમાં દાન ચોરીનો વિવાદ પહોંચ્યો SC, સ્વતઃ સંજ્ઞાનની માગ

Read Full Story arrow_forward