android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujaratની નવી ઔદ્યોગિક પોલિસી 2026 લોન્ચ: જાણો ગ્રીન પ્રોજેક્ટ્સ અને મહિલાઓ માટે શું છે ખાસ?
calendar_today June 15, 2026

Gujaratની નવી ઔદ્યોગિક પોલિસી 2026 લોન્ચ: જાણો ગ્રીન પ્રોજેક્ટ્સ અને મહિલાઓ માટે શું છે ખાસ?

ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ માટેનું સૌથી આકર્ષક રાજ્ય બનાવવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી દ્વારા રાજ્યની 'નવી ઔદ્યોગિક પોલિસી 2026' ની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નીતિને 'વિકસિત ભારત 2047' ના વિઝનને સાકાર કરનારી ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ પોલિસી રોકાણો આકર્ષવા પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યના દરેક ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડે તે રીતે તૈયાર કરવામાં આવી છે. ઉદ્યોગ જગત તરફથી મળેલી તમામ માંગણીઓનો સ્વીકાર કરીને જ આ નીતિ ઘડવામાં આવી છે, જે અન્ય રાજ્યોના ઉદ્યોગોને પણ ગુજરાત તરફ આકર્ષિત કરશે.વડાપ્રધાનના સુશાસનને અભિનંદન અને ‘રેડ કાર્પેટ’ અભિગમનવી નીતિની જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ વડાપ્રધાનના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા બદલ ગૌરવભેર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના 12 વર્ષનો આ સમયગાળો દેશ અને રાજ્ય માટે સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે નવા શિખરો સર કરનારો સાબિત થયો છે. વડાપ્રધાને ઉદ્યોગો માટે રેડ ટેપીઝમ નાબૂદ કરી 'રેડ કાર્પેટ' ની સુવિધા આપી છે. જેના કારણે આજે ગુજરાત મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે.મહિલા સશક્તિકરણ અને પ્રાદેશિક સંતુલન પર ભારનવી ઔદ્યોગિક પોલિસી 2026માં પર્યાવરણ અને સર્વસમાવેશી વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ નીતિના મુખ્ય આકર્ષણો નીચે મુજબ છે:• મહિલા કો-ફાઉન્ડર્સ માટે વિશેષ સહાય: ઉદ્યોગોમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે જે કંપનીઓમાં મહિલા કો-ફાઉન્ડર હશે, તેમને સરકાર તરફથી વિશેષ નાણાકીય સહાય અપાશે.• ગ્રીન અને સસ્ટેનેબલ ઈન્ડસ્ટ્રીઝ: પર્યાવરણનું સંરક્ષણ એ જ સાચો વિકાસ છે, તેથી પ્રદૂષણ મુક્ત અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ આધારિત ઉદ્યોગોને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાયું છે.• સંતુલિત પ્રાદેશિક વિકાસ: આ નીતિ દ્વારા માત્ર ચોક્કસ શહેરોમાં જ નહીં, પરંતુ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પણ ઉદ્યોગો સ્થપાય તે માટે ખાસ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad Rath Yatra 2026: રથયાત્રા પહેલા AMC એક્શન મોડમાં, રૂટ પરના 523 ભયજનક મકાનોને નોટિસ
calendar_today June 15, 2026

Ahmedabad Rath Yatra 2026: રથયાત્રા પહેલા AMC એક્શન મોડમાં, રૂટ પરના 523 ભયજનક મકાનોને નોટિસ

અમદાવાદ શહેરમાં આગામી સમયમાં અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રા દરમિયાન લાખોની મેદની ઉમટતી હોવાથી ભક્તોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી રહી છે. રથયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભયજનક અને જર્જરીત મકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સઘન સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં જોખમી જણાયેલા કુલ 523 મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે.કોટ વિસ્તારના જૂના મકાનો પર AMCની નજરરથયાત્રા પરંપરાગત રીતે જમાલપુર, ખાડિયા, શાહપુર અને દરિયાપુર જેવા કોટ વિસ્તારના સાંકડા અને જૂના વિસ્તારોમાંથી પસાર થાય છે. આ વિસ્તારોમાં વર્ષો જૂના અનેક જર્જરીત મકાનો આવેલા છે, જે ચોમાસાની શરૂઆતમાં કે ભારે ભીડના દબાણને કારણે તૂટી પડવાનો ભય રહે છે. આ જોખમ નિવારવા માટે AMC અત્યંત જર્જરીત અને જોખમી મકાનોને પોતાની દેખરેખ હેઠળ જાતે જ ઉતારી રહી છે.રથયાત્રા રૂટ પર મકાનો અને નોટિસની સ્થિતિકુલ મકાનો (રૂટ પર): 4675કુલ ભયજનક મકાનો જેને નોટિસ અપાઈ: 523કયા વોર્ડમાં કેટલા મકાનો અને કેટલી નોટિસ?જમાલપુર: કુલ મકાનો 323, ભયજનક મકાનો (નોટિસ) 9ખાડિયા 1: કુલ મકાનો 582, ભયજનક મકાનો (નોટિસ) 121ખાડિયા 2: કુલ મકાનો 1238, ભયજનક મકાનો (નોટિસ) 161દરિયાપુર: કુલ મકાનો 2444, ભયજનક મકાનો (નોટિસ) 221શાહીબાગ: કુલ મકાનો 70, ભયજનક મકાનો (નોટિસ) 7શાહપુર: કુલ મકાનો 18, ભયજનક મકાનો (નોટિસ) 4ખાડિયા અને દરિયાપુરમાં સૌથી વધુ જોખમઅમદાવાદ મનપાના સત્તાવાર આંકડાઓ મુજબ, રથયાત્રાના રૂટ પર સૌથી વધુ ભયજનક મકાનો ખાડિયા વિસ્તારમાં નોંધાયા છે, જ્યાં ખાડિયા-1 અને ખાડિયા-2 મળીને કુલ 282 મકાનોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે દરિયાપુર વિસ્તારમાં 221 મકાનો જોખમી જણાતા નોટિસ પાઠવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ સંબંધિત મકાન માલિકોને વહેલી તકે જરૂરી સમારકામ અથવા ભયજનક ભાગ દૂર કરવા કડક સૂચના આપવામાં આવી છે, જેથી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થઈ શકે.આ પણ વાંચો - Gandhinagar Farmers Protest: હજારો ટ્રેક્ટરોના કાફલા સાથે સરકાર સામે મોરચો, ટ્રાફિક ચક્કાજામ!

Read Full Story arrow_forward
Rajasthan : બિકાનેરના શ્રીડુંગરગઢ પાસે કાર-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 6 લોકોના થયા મોત
calendar_today June 15, 2026

Rajasthan : બિકાનેરના શ્રીડુંગરગઢ પાસે કાર-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 6 લોકોના થયા મોત

રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. શ્રી ડૂંગરગઢ નજીક નેશનલ હાઈવે પર સીઝરાલ હોટલ પાસે કાર અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં આ કરુણ ઘટના બની. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના કચ્ચરઘાણ નીકળી ગયા અને તેમાં સવાર 6 લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો.કારનો કચ્ચરઘાણ નીકળી ગયો મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે પર પૂરઝડપે દોડી રહેલી કાર અને ટ્રક વચ્ચે અચાનક સામસામે અથડામણ થઈ હતી. ટક્કરની તીવ્રતાને કારણે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા.ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચીઅકસ્માતની જાણ થતાં જ એમ્બ્યુલન્સ તેમજ ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. સેવાદારો અને સ્થાનિક લોકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી. તમામ મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે બીકાનેર રિફર કરવામાં આવી હતી. તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.પોલીસે મૃતકોની ઓળખ તેમજ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી મૃતકોમાં ત્રણ પુરુષ, એક મહિલા અને એક યુવતીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલી અન્ય યુવતી જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ અને સામસામેની ટક્કર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતકોની ઓળખ તેમજ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી છે. એક જ અકસ્માતમાં 6 લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.આ પણ વાંચો : Delhi Rain: 92KMની ઝડપે ફૂંકાયો પવન, દિલ્હી NCRમાં બદલાયો મોસમનો મિજાજ

Read Full Story arrow_forward