android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News LIVE : કોકરોચ પાર્ટીના સંસ્થાપક અભિજિત દિપ્કે પર જયપુરમાં હુમલો, ભીડમાંથી કેટલાક લોકોએ થપ્પડો મારી
calendar_today June 15, 2026

Gujarat Latest News LIVE : કોકરોચ પાર્ટીના સંસ્થાપક અભિજિત દિપ્કે પર જયપુરમાં હુમલો, ભીડમાંથી કેટલાક લોકોએ થપ્પડો મારી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar News : ખેડૂતોના આંદોલન વચ્ચે DyCM હર્ષ સંઘવીએ કહ્યું, મુખ્યમંત્રી દરેક લોકો માટે ઉદાર મનથી વિચારે છે
calendar_today June 15, 2026

Gandhinagar News : ખેડૂતોના આંદોલન વચ્ચે DyCM હર્ષ સંઘવીએ કહ્યું, મુખ્યમંત્રી દરેક લોકો માટે ઉદાર મનથી વિચારે છે

ગુજરાતમાં ખેડૂતોએ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. રાજ્યના ખૂણે ખૂણેથી ટ્રેક્ટર લઈને ખેડૂતોએ ગાંધીનગર કૂચ કરી છે. પોલીસ પણ ખેડૂતોના આંદોલનને લઈને સજ્જ થઈ ગઈ છે. ગાંધીનગરમાં સેક્ટર 30 સર્કલ વિસ્તામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસે ત્રણ શંકાસ્પદ ટ્રેક્ટર ચાલકોને અટકાવ્યા હોવાની વિગતો સામે આવી છે. પોલીસ દરેક ટ્રેક્ટરની તપાસ કરી રહી છે. બીજી તરફ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.  મુખ્યમંત્રી ખેડૂતો માટે ઉદાર મનથી વિચારે છેગુજરાતમાં ખેડૂતો ટ્રેક્ટર રેલી કરીને ગાંધીનગર કૂચ કરી રહ્યાં છે. ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ખાતેના એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે, મુખ્યમંત્રી હંમેશા લોકો માટે ઉદાર મનથી વિચારે છે. એમ ખેડૂતો માટે પણ ઉદાર મનથી તેઓ વિચારે છે. તેઓ બોલ્યા વિના જ ભૂતકાળના કે આજના પ્રશ્નોનો નિકાલ લાવે છે. કોંગ્રેસ સામે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરીબીજી તરફ ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસ સામે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાનો કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં ખેડૂતો નવી રણનીતિ ઘડશે. ખેડૂતોએ પોતાની સભા યોજવાનો નિર્ણય કર્યો છે. એવી પણ વિગતો સામે આવી રહી છે કે, ઓગણજ ટોલનાકા પાસે પોલીસે ખેડૂતોની અટકાયત કરતા હોબાળો થયો છે. ખેડૂતોએ ટોલ નાકા પાસે હોબાળો કર્યો છે.  આ પણ વાંચોઃ Aravalli News : મોડાસાની પહાડપુર સેવા મંડળીમાં 20 લાખની ઉચાપતનો આક્ષેપ, ખેડૂતો રોષે ભરાયા

Read Full Story arrow_forward
Gandhinagar Farmers Protest: હજારો ટ્રેક્ટરોના કાફલા સાથે સરકાર સામે મોરચો, ટ્રાફિક ચક્કાજામ!
calendar_today June 15, 2026

Gandhinagar Farmers Protest: હજારો ટ્રેક્ટરોના કાફલા સાથે સરકાર સામે મોરચો, ટ્રાફિક ચક્કાજામ!

અમદાવાદ 15 જૂનના રોજ સમગ્ર ગુજરાતના ખેડૂતોના સંઘર્ષ અને આક્રોશનું સાક્ષી બન્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા હજારો ખેડૂતો આજે પોતાની પડતર માંગણીઓને લઈને અમદાવાદના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પોતાના હક્ક અને અધિકાર માટે યોજાયેલી આ મહારેલીમાં ખેડૂતોએ ટ્રેક્ટરો અને વાહનોના વિશાળ કાફલા સાથે જોરદાર શક્તિપ્રદર્શન કર્યું છે. અમદાવાદથી ઓગણજ સુધીના વિસ્તારો ખેડૂતોના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યા છે.વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નોને લઈને ખેડૂતો આક્રમકખેડૂત સંગઠનો અને રેલીમાં જોડાયેલા જગતના તાતનો આક્ષેપ છે કે, પાકના યોગ્ય ભાવ, સિંચાઈનું પાણી, વીજળીના દર અને જમીન સંબંધિત અનેક મહત્વના મુદ્દાઓ લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સરકાર તરફથી કોઈ યોગ્ય નિકાલ ન આવતા આખરે ખેડૂતોને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. રેલીમાં ઉપસ્થિત ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે, 'આ માત્ર એક વિરોધ પ્રદર્શન નથી, પરંતુ પોતાના હક્ક અને સળગતા પ્રશ્નોના કાયમી નિરાકરણ માટેની ખેડૂતોની સિંહગર્જના છે.'ટ્રેક્ટરોના કાફલાથી હાઈવે ચક્કાજામ, તંત્ર એલર્ટમહારેલીને પગલે અમદાવાદના અનેક વિસ્તારો અને ખાસ કરીને હાઈવે પર ખેડૂતોના ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરિસ્થિતિને થાળે પાડવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરક્ષા અને ટ્રાફિક ડાયવર્ઝન માટે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર સુધી પહોંચશે ગુંજ, સૌની નજર સરકારના વલણ પરઅમદાવાદમાં એકત્ર થયેલી ખેડૂતોની આ એકતા અને આક્રોશની ગુંજ હવે ગાંધીનગર સચિવાલય સુધી પહોંચશે તે નક્કી છે. આ ઐતિહાસિક મહારેલી બાદ હવે સરકાર ઝૂકે છે કે, કેમ અને ખેડૂતો સાથે સુખદ સમાધાનનો કોઈ માર્ગ નીકળે છે કે નહીં, તેના પર અત્યારે આખા રાજ્યની નજર ટકેલી છે.આ પણ વાંચો - Gandhinagar News : ખેડૂતોના આંદોલન વચ્ચે DyCM હર્ષ સંઘવીએ કહ્યું, મુખ્યમંત્રી દરેક લોકો માટે ઉદાર મનથી વિચારે છે

Read Full Story arrow_forward