android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Prince Yadav Death Case: પ્રિન્સ યાદવના મોતની કહાની, મિત્રોની જુબાની, જાણો શું થયો ખુલાસો?
calendar_today June 15, 2026

Prince Yadav Death Case: પ્રિન્સ યાદવના મોતની કહાની, મિત્રોની જુબાની, જાણો શું થયો ખુલાસો?

પોલીસ તપાસની વચ્ચે નેપાળમાં પ્રિન્સ સાથે રહેલા તેના મિત્રો દ્વારા કરવામાં આવેલા દાવાઓ બધાને ચોંકાવી દે છે.ખાન સર પર રોશન આનંદનો આરોપ બિહારની રાજધાની પટનામાં ખાન સરના ખાન ગ્લોબલ સ્ટડીઝ અને જ્ઞાન બિંદુ કોચિંગને લગતા વિવાદ વચ્ચે, નેપાળના બિરાટનગરમાં રોશન આનંદના નાના ભાઈ પ્રિન્સ યાદવના શંકાસ્પદ મૃત્યુએ કેસમાં નવો વળાંક લાવી દિધો છે. પટના પોલીસ અને રાજકીય વર્તુળો વિવિધ કાવતરાંની શંકા કરી રહ્યા છે. આ દરમિયાન, જ્ઞાન બિંદુ કોચિંગના રોશન આનંદે આરોપ લગાવ્યો છે કે ફૈઝલ ખાને તેના ભાઇની હત્યા કરાવી હોઈ શકે છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, જેલમાં તેમની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો.મૃત્યુના રાત્રિની સમગ્ર કહાની પ્રિન્સ યાદવ સાથે આવેલા તેના મિત્રોમાં અંકિત કુમાર, રોશન યાદવ, લટ્ટુ યાદવ અને જયરામ યાદવ હતા. તેમણે નેપાળ પોલીસને જણાવ્યું હતું કે, પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટર પર થયેલા હુમલામાં નામ આવ્યા બાદ પ્રિન્સ ભારે તણાવમાં હતો. ધરપકડના ડરથી, તે અને તેના મિત્રો 3 જૂને નેપાળના બિરાટનગર ગયા હતા. તેઓ શરૂઆતમાં મેટ્રો સિટી હોટેલમાં રોકાયા હતા અને પછી, બે દિવસ પછી, બાયપાસની સામે આવેલી શુભ હોટેલના રૂમ નંબર 102માં રોકાયા હતા. મિત્રોના જણાવ્યા મુજબ, પટનામાં થયેલા સમગ્ર વિવાદ અને પોલીસ દરોડાને કારણે પ્રિન્સ ઘણા સમયથી માનસિક રીતે અસ્વસ્થ હતો.મિત્રોની જુબાની પ્રિન્સ સાથે સતત હાજર રહેનારા તેમના મિત્રએ જણાવ્યું કે, શનિવારે સાંજે એટલે કે 13 જૂનના રોજ પ્રિન્સ એકદમ શાંત અને હળવાશ અનુભવી રહ્યા હતા. પ્રિન્સ લાંબા સમયથી માનસિક સમસ્યાઓથી પીડાતા હતા અને દવા લઈ રહ્યા હતા. શનિવારે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ, તેમણે પોતાનું રાત્રિભોજન કર્યુ હતુ. તેઓએ આપેલી દવા લીધી અને સૂઈ ગયા હતા. અમને લાગ્યું કે, તેઓ ગાઢ નિંદ્રામાં છે. બાદમાં અમે ફરવા માટે બહાર ગયા હતા અને ત્યારે અચાનક રૂમ મેટનો ફોન આવ્યો. અમે રૂમ પર ગયા અને ત્યાં પ્રિન્સ અચાનક ઊંઘમાં ભારે શ્વાસ લેવા લાગ્યો. તેની હાલત વધુ ખરાબ થઇ હતી. તેને જોઈને મિત્રો ગભરાયા હતા. અને પ્રિન્સની હાલત વધુ બગડી હતી. હોસ્પિટલ લઇ જતા શુ ઘડ્યુ ?મિત્રોએ વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓએ એક પણ ક્ષણ બગાડ્યા વિના, તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને પ્રિન્સને સ્થાનિક યુરો હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. માર્ગમાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. મિત્રએ કહ્યું હતુ કે, અમે તેના ખૂબ જ નજીકના મિત્રો છીએ. આપણે આવું કેમ કરીશું? પ્રિન્સ પર અમારામાંથી કોઈએ કે બીજા કોઈએ હુમલો કર્યો નથી. તેના શરીર પર દેખાતી ઇજાઓ ખોટી છે. તેનું મૃત્યુ કોઈ હુમલાને કારણે થયું ન હતું, પરંતુ તેની ક્રોનિક માનસિક સ્થિતિ માટે ભારે દવા લેતા તેની સ્થિતિ અચાનક બગડી હતી. આ પણ વાંચોઃ સંરક્ષણ ટેકનોલોજીથી AI સુધીનો સહયોગનો વિસ્તાર થશેઃ પીએમ મોદી

Read Full Story arrow_forward
National News : ભારતમાં કેવી રીતે વધશે વિદેશી રોકાણ? નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યો સમગ્ર પ્લાન
calendar_today June 15, 2026

National News : ભારતમાં કેવી રીતે વધશે વિદેશી રોકાણ? નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યો સમગ્ર પ્લાન

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે ભારતીય બજારમાં વધુ વિદેશી મૂડી આકર્ષવા માટે સરકાર દ્વારા આગામી સમયમાં વધુ પગલાં લેવામાં આવશે. એક સમિટ દરમિયાન તેમણે કહ્યું કે સરકારી સિક્યોરિટીઝ (જી-સેક)માં વિદેશી રોકાણકારો દ્વારા કરાયેલા રોકાણ પર વ્યાજ અને કેપિટલ ગેઈન ટેક્સમાંથી આપવામાં આવેલી છૂટ વિદેશી મૂડીને ફરી ભારત તરફ આકર્ષવાના પ્રયાસોનું પ્રથમ પગલું છે.સરકાર વધુ સુધારાત્મક પગલાં લાવશેતેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયા અહીં અટકવાની નથી અને સરકાર વધુ સુધારાત્મક પગલાં લાવશે. તેમના અનુસાર ભારતને આર્થિક વિકાસ માટે વધુ વિદેશી મૂડીની જરૂર છે. આ દિશામાં RBIએ 5 જૂને બેન્કોને ત્રણથી પાંચ વર્ષની મુદતવાળા ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ (બેન્ક) ડિપોઝિટ માટે કરન્સી સ્વેપ સુવિધાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. તેના દ્વારા બેન્કો અમેરિકી ડોલર જમા રકમને RBI સાથે સ્વેપ કરીને કરન્સી જોખમનું સંચાલન કરી શકશે.RBIના માળખા હેઠળ કરન્સી જોખમનો ખર્ચ RBI ઉઠાવશેઆ ઉપરાંત જાહેર ક્ષેત્રની કંપનીઓને વિદેશી વ્યાપારી ધિરાણ (ECB) મેળવવા પ્રોત્સાહિત કરવા માટે રાહત દરે વિદેશી કરન્સી સ્વેપ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. સીતારમણે જણાવ્યું કે RBIના માળખા હેઠળ કરન્સી જોખમનો ખર્ચ RBI ઉઠાવશે, જેથી બેન્કો સરળતાથી નાણાં એકત્રિત કરી શકે.દેશને દરેક સંભવિત આર્થિક આપત્તિ માટે તૈયાર રહેવું પડશેતેમણે ચેતવણી આપી કે કાચા માલ, ક્રૂડ ઓઇલ અને ખાતરોની આયાતને કારણે ભારતીય અર્થતંત્ર પર દબાણ વધી રહ્યું છે. વૈશ્વિક પરિસ્થિતિ દર અઠવાડિયે બદલાઈ રહી છે અને નવી પડકારો ઉભા થઈ રહ્યા છે, તેથી દેશને દરેક સંભવિત આર્થિક આપત્તિ માટે તૈયાર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે વધતા ભૂરાજકીય તણાવ, વૈશ્વિક અર્થતંત્ર અંગેની ચિંતાઓ અને રૂપિયાની નબળાઈ વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPI) જૂનના પ્રથમ પખવાડિયામાં ભારતીય શેરબજારમાંથી 62,853 કરોડ રૂપિયાથી વધુની વેચવાલી કરી છે. જેના કારણે વર્ષ 2026માં અત્યાર સુધી કુલ ઉપાડ 2.87 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.આ પણ વાંચો : CJP Protest: જયપુરમાં કોકરોચ પાર્ટીના સંસ્થાપક પર હુમલો, જાહેરમાં થપ્પડ પડ્યા

Read Full Story arrow_forward
Char Dham Yatra 2026 : બદ્રીનાથ ધામમાં વર્ષ 2026માં આસ્થાનો નવો રેકોર્ડ, 11 લાખ ભક્તોએ કર્યા દર્શન
calendar_today June 15, 2026

Char Dham Yatra 2026 : બદ્રીનાથ ધામમાં વર્ષ 2026માં આસ્થાનો નવો રેકોર્ડ, 11 લાખ ભક્તોએ કર્યા દર્શન

બદ્રીનાથ ધામમાં આ વર્ષે આસ્થાનો નવો રેકોર્ડ નોંધાયો છે. 14 જૂનના સાંજે 5 વાગ્યા સુધી 11,09,993થી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રીવિશાલના દર્શન કરી ચૂક્યા છે. પુરુષોત્તમ માસ પૂર્ણ થયા બાદ પણ ધામમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ સતત જોવા મળી રહી છે. ઉત્તરાખંડના આ પવિત્ર ધામમાં દેશભરમાંથી આવતા યાત્રાળુઓનો ઉત્સાહ અવિરત છે.વિકટ પરિસ્થિતિઓ હોવા છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથીઆ વર્ષે હવામાનની મુશ્કેલીઓ, લાંબી લાઈનો અને ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિઓ હોવા છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. યાત્રીઓ ધીરજપૂર્વક કલાકો સુધી રાહ જોઈને પણ ભગવાન બદ્રીનાથના દર્શન કરી રહ્યા છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે ધામ પ્રત્યે લોકોની આસ્થા અને ધાર્મિક વિશ્વાસ કેટલો ઊંડો છે.બદ્રીનાથ ધામ હંમેશા મહત્વનું કેન્દ્રઉત્તરાખંડના ચારો ધામ યાત્રા અંતર્ગત બદ્રીનાથ ધામ હંમેશા મહત્વનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ આ વર્ષે યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 15 જૂન પહેલાં જ 11 લાખથી વધુ શ્રદ્ધાળુઓનો આંકડો પાર થવો એક નવો રેકોર્ડ માનવામાં આવે છે. આ સિદ્ધિ રાજ્યમાં ધાર્મિક પર્યટનના વધતા પ્રભાવને પણ દર્શાવે છે.યાત્રાળુઓની સુવિધા માટે વ્યવસ્થાઓ મજબૂત કરવામાં આવીસ્થાનિક પ્રશાસન દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે વ્યવસ્થાઓ મજબૂત કરવામાં આવી છે, છતાં ભારે ભીડના કારણે કેટલીક જગ્યાએ વ્યવસ્થાપન પર દબાણ જોવા મળે છે. તેમ છતાં યાત્રાળુઓનો ઉત્સાહ યથાવત છે અને સતત વધતી ભીડને જોતા આ વર્ષે યાત્રાનો આંકડો વધુ ઊંચો જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : Tirumala: તિરૂપતિ બાલાજીની કમાણી રેકોર્ડ બ્રેક! વેચશે 283 ટન દાનમાં આવેલા વાળ

Read Full Story arrow_forward