android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: મહિલા કારચાલકનો આતંક, પાર્ક કરેલા વાહનો અને લારીઓનો કચ્ચરઘાણ વાળ્યો
calendar_today June 15, 2026

Rajkot News: મહિલા કારચાલકનો આતંક, પાર્ક કરેલા વાહનો અને લારીઓનો કચ્ચરઘાણ વાળ્યો

રાજકોટ શહેરના વ્યસ્ત અને પોશ ગણાતા અમીન માર્ગ પર સોમવારે એક ચોંકાવનારો કાર અકસ્માત સર્જાયો હતો. અમીન માર્ગથી પસાર થઈ રહેલી એક કારચાલક મહિલાએ અચાનક જ પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કારે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા બાઈક-સ્કૂટર સહિતના વાહનો અને ખાણીપીણીની લારીઓને જોરદાર ટક્કર મારીને હડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.પાર્ક કરેલા વાહનો અને લારીઓ હવામાં ઉડ્યાઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના અમીન માર્ગ પર સામાન્ય દિવસોની જેમ જ અવરજવર ચાલુ હતી અને રસ્તાની એક બાજુએ કેટલાક વાહનો પાર્ક કરેલા હતા તથા લારીઓ હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક લક્ઝુરિયસ કારની મહિલાચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે પળવારમાં જ તેણે લાઈનસર ઉભેલા વાહનો અને લારીઓનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, વાહનો હવામાં ફંગોળાયા હતા.અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદઆ ગમખ્વાર અકસ્માતની આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ દ્રશ્યો કેદ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે એક બેકાબૂ બનેલી કાર ધડાકાભેર પાર્ક કરેલા વાહનો સાથે અથડાય છે. સદનસીબે જે સમયે આ ઘટના બની ત્યારે લારીઓ અને વાહનો પાસે વધુ ભીડ ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે.ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યાઅકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના દુકાનદારો અને સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો - Rajkotમાં વધુ એક સિટી બસનો અકસ્માત: કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બાઇકને મારી ટક્કર

Read Full Story arrow_forward
Ahmedabad News: દક્ષિણ ઝોનમાં 11 આવાસ યોજનાના જર્જરિત મકાનો ખાલી કરાવવા મનપા એક્શનમાં આવી
calendar_today June 15, 2026

Ahmedabad News: દક્ષિણ ઝોનમાં 11 આવાસ યોજનાના જર્જરિત મકાનો ખાલી કરાવવા મનપા એક્શનમાં આવી

અમદાવાદ શહેરમાં અનેક સરકારી આવાસ યોજનાઓ છે. વર્ષો જૂની આ આવાસ યોજનાઓના મકાનો હવે જર્જરિત થઈ ગયાં છે. જેથી તેને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. શહેરના દક્ષિણ ઝોનમાં આ પ્રકારની 11 આવાસ યોજનાઓ જર્જરિત હોવાના રિપોર્ટ બાદ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે.ગત વર્ષે પણ નોટીસ આપવા છતાં આવાસમાં રહેતા લોકોએ મકાનો ખાલી નહોતા કર્યા જેથી હવે કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. અંદાજે 115 બ્લોક મા 3073 મકાનો આવેલ છેઅમદાવાદમાં દક્ષિણ ઝોનમાં સ્થિત આવાસ યોજનાઓ પૈકીની 11 આવાસ યોજનાઓ હાલમાં જર્જરિત હોવાનો રિપોર્ટ ગત વર્ષે આપવામાં આવ્યો હતો. જો કે, મનપાના હાઉસિંગ વિભાગમાં કામગીરી ગોકળગતિ અને ચૂંટણીના કારણે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ચોમાસામાં લોકોએ જર્જરિત થયેલા મકાનોમાં રહેવાની સ્થિતિ ઉભી થઈ છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી પૂર્ણ કરીને પણ હાઉસિંગમાં ટેન્ડર પ્રક્રિયા નહીં થતાં હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તમામ 11 ક્વાટર્સ વિસ્તારમાં અંદાજે 115 બ્લોક મા 3073 મકાનો આવેલ છે.યોજનાઓમાં svnitના રિપોર્ટ પ્રમાણે નોટીસો અપાઈઆ તમામ આવાસ યોજનાઓમાં રહેતા લોકો મકાનો ખાલી કરવા માટે તૈયાર છે તેમણે મનપાને સંમતિ પણ આપી છે. છતાં મનપાની ધીમી કામગીરીને કારણે લોકોએ ચોમાસામાં પણ હેરાન થવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. દક્ષિણ ઝોનમાં મનપાના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કિશોર પટેલના જણાવ્યા પ્રમાણે, 11 આવાસ યોજનાઓમાં svnitના રિપોર્ટ પ્રમાણે નોટીસો અપાઈ છે. મકાન ખાલી કરવા માટે ડ્રેનેજ કાપવાની પણ કામગીરી કરીએ છીએ. જાહેર નોટીસ પણ આપવામાં આવી છે. મનપાની કામગીરી વચ્ચે પણ લોકો જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર છે. મકાનોની હાલત જોતા વરસાદમાં કોઈ પણ સમયે ધરાશાયી થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.  આ પણ વાંચોઃ Mehsana News: વહીવટદાર નિમાયા બાદ હાટકેશ્વર મંદિરનો કબજો મેળવા તજવીજ, પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ

Read Full Story arrow_forward
Mehsanaમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો મોટો સપાટો: શોભાસણની ડેરીમાંથી 1280 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો
calendar_today June 15, 2026

Mehsanaમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો મોટો સપાટો: શોભાસણની ડેરીમાંથી 1280 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો

ઉનાળાની ઋતુમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્વો સામે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી એક ડેરી પ્રોડક્ટ ફેક્ટરીમાં ફૂડ વિભાગની ટીમે ઓપરેશન હાથ ધરીને અંદાજે 1280 કિલો જેટલો અખાદ્ય અને માનવ જીવન માટે જોખમી એવો ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા અને અખાદ્ય ચીજો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ફૂડ ઓફિસર વી.જે. ચૌધરી પોતે તપાસમાં જોડાયાશોભાસણ રોડ પર આવેલી ‘મેસર્સ સકર ડેરી પ્રોડક્ટ’ નામની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ હાઈપ્રોફાઈલ રેડમાં મહેસાણાના મુખ્ય ફૂડ ઓફિસર વી.જે. ચૌધરી પોતે સમગ્ર ટીમ સાથે તપાસમાં જોડાયા હતા. ફેક્ટરીમાં કાયદાકીય ધારાધોરણોનું ઉલ્લંઘન કરીને અત્યંત ગંદકી વચ્ચે પ્રોડક્ટ્સ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. ફૂડ વિભાગે સ્થળ પર જ અંદાજે રૂ.58,થી વધુની કિંમતનો અખાદ્ય સામાન જપ્ત કરીને તેનો લાઈવ નાશ કરાવ્યો હતો.990 કિલો સડેલી કેરી અને કેમિકલયુક્ત પેપ્સી પકડાઈકોર્પોરેશનની ટીમે તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મિલ્ક શેક અને પલ્પ બનાવવા માટે રાખવામાં આવેલી અત્યંત ખરાબ અને સડી ગયેલી 990 કિલો કેરીઓનો જથ્થો નષ્ટ કરાયો હતો. સડેલી કેરીઓમાંથી તૈયાર કરાયેલો અને બજારમાં વેચવા માટે તૈયાર રાખેલો 170 કિલો મિલ્ક શેક ફેંકી દેવાયો હતો. બાળકોમાં લોકપ્રિય એવી પ્લાસ્ટિક પાઉચવાળી પેપ્સીનો 120 કિલો બિનઆરોગ્યપ્રદ જથ્થો પણ નાશ કરાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ (નમૂના) લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે લેબમાં મોકલી આપ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward