android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotમાં વધુ એક સિટી બસનો અકસ્માત: કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બાઇકને મારી ટક્કર
calendar_today June 15, 2026

Rajkotમાં વધુ એક સિટી બસનો અકસ્માત: કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બાઇકને મારી ટક્કર

રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસોના કારણે સર્જાતા અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક વધુ એક સિટી બસે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી સિટી બસે એક બાઇકને અડફેટે લેતા રોડ પર થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.સદનસીબે જાનહાનિ ટળી, વાહનચાલકનો આબાદ બચાવકાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો જોખમી હતો કે બાઇક સવાર રસ્તા પર ફગાઈ ગયો હતો. જો કે, આ ભયાનક ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અવારનવાર થતા અકસ્માતોથી ભારે આક્રોશરાજકોટ શહેરમાં સિટી બસના ચાલકો દ્વારા નિયમોના લીરેલીરા ઉડાવીને જે રીતે બેફામ વાહનો હંકારવામાં આવે છે, તેનાથી સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં અવારનવાર સિટી બસના અકસ્માતો અખબારોની હેડલાઇન્સ બનતા રહે છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા ડ્રાઇવરો પર કોઈ કડક નિયંત્રણ રાખવામાં આવતું નથી, જેને કારણે નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા નફ્ફટ ડ્રાઇવરો સામે આરટીઓ અને પોલીસ દ્વારા કડક કાનૂની પગલાં લેવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Farmers Protest: ગાંધીનગર 'કિસાન અધિકાર યાત્રા' માં જતા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત, વડાલી પોલીસે ચા-નાસ્તો કરાવી મુક્ત કર્યા!
calendar_today June 15, 2026

Farmers Protest: ગાંધીનગર 'કિસાન અધિકાર યાત્રા' માં જતા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત, વડાલી પોલીસે ચા-નાસ્તો કરાવી મુક્ત કર્યા!

ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ગાંધીનગરમાં યોજાનારી મહારેલી અને વિધાનસભા ઘેરાવના વિરોધ પ્રદર્શનને પગલે સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો અને રાજકીય કાર્યકરો ગાંધીનગર ન પહોંચે તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક નાકાબંધી કરવામાં આવી છે. આ કડીમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતેથી 'કિસાન અધિકાર યાત્રા' માં જોડાવા માટે ગાંધીનગર તરફ નીકળેલા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની વડાલી પોલીસે અટકાયત કરી હતી.ગાંધીનગર પહોંચે તે પહેલાં જ પોલીસ એક્શનમાંરાજ્યભરના ખેડૂતો અને કોંગ્રેસના અગ્રણીઓ ટ્રેક્ટર રેલી અને વિવિધ વાહનોના કાફલા સાથે વિધાનસભા ખાતે વિરોધ પ્રદર્શન કરવાના મૂડમાં છે. જોકે, આ કાર્યકરો ગાંધીનગર સુધી ન પહોંચી શકે તે માટે સાબરકાંઠા જિલ્લાના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. વડાલીમાંથી જ્યારે કોંગ્રેસી કાર્યકરોનો કાફલો ગાંધીનગર જવા રવાના થયો, ત્યારે જ વડાલી પોલીસે તેમને અધવચ્ચેથી તેમની અટકાયત કરી લીધી હતી.પોલીસે ચા-નાસ્તો કરાવીને કર્યા મુક્તકોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને ડિટેઇન કર્યા બાદ પોલીસે અનોખી રીતે તેમની સરભરા કરી હતી. વડાલી પોલીસ મથકે લાવવામાં આવેલા તમામ હોદ્દેદારો અને કાર્યકરોને પોલીસે સૌપ્રથમ શાંતિપૂર્વક ચા-નાસ્તો કરાવ્યો હતો અને ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત તમામને મુક્ત કરી દીધા હતા.સરકાર સામે ઠાલવ્યો આક્રોશપોલીસની આ અટકાયતને પગલે નારાજ થયેલા કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોએ સરકારની નીતિઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે વડાલી કોંગ્રેસ શહેર પ્રમુખ નિકુંજ સોલંકીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે અવાજ ઉઠાવનારાઓનો અવાજ દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે. લોકશાહી ઢબે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરી સરકારે પોતાની નબળાઈ છતી કરી છે. આ અટકાયતના પગલે હાલ સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.આ પણ વાંચો - Gandhinagar Farmers Protest: હજારો ટ્રેક્ટરોના કાફલા સાથે સરકાર સામે મોરચો, ટ્રાફિક ચક્કાજામ!

Read Full Story arrow_forward
Junagadh News: સિંહપ્રેમીઓ માટે મોટા સમાચાર, સાસણ ગિરમાં સિંહોનું વેકેશન 7 દિવસ પાછું ઠેલાયું
calendar_today June 15, 2026

Junagadh News: સિંહપ્રેમીઓ માટે મોટા સમાચાર, સાસણ ગિરમાં સિંહોનું વેકેશન 7 દિવસ પાછું ઠેલાયું

એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા જૂનાગઢના સાસણ ગિરમાંથી સિંહપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસાની ઋતુમાં સિંહોના સંવર્ધનકાળ (મેટીંગ સીઝન) ને ધ્યાનમાં રાખીને અપાતું નિયમિત વેકેશન આ વર્ષે પાછું ઠેલવામાં આવ્યું છે. સાસણ ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે સફારી પાર્ક હવે 15 જૂનને બદલે 23 જૂનથી સત્તાવાર રીતે બંધ કરવામાં આવશે, જેને પગલે સિંહ દર્શન માટે ઉત્સુક પ્રવાસીઓને વધુ 7 દિવસનો સમય મળશે.ચોમાસું ખેંચાતા વન વિભાગનો પ્રથમવાર મોટો નિર્ણયસાસણ ગીરના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ એવી ઘટના છે જ્યારે સિંહોનું વેકેશન આટલું મોડું શરૂ થઈ રહ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું લંબાતા અને વરસાદ ખેંચાતા વન વિભાગ દ્વારા વેકેશનનો આ પિરિયડ ટૂંકાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વન વિભાગની નવી જાહેરાત મુજબ, આગામી 22 જૂનના રોજ આ સીઝનની અંતિમ સફારી યોજાશે અને 23 જૂનથી સફારી પાર્કના દરવાજા પ્રવાસીઓ માટે બંધ થશે.એક જ વર્ષમાં 2 લાખથી વધુ પ્રવાસીઓએ કર્યા સિંહ દર્શનગીર સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, જેનો પુરાવો વન વિભાગના આંકડાઓ પરથી મળે છે. ચાલુ વર્ષ દરમિયાન રેકોર્ડબ્રેક બે લાખથી વધુ દેશી-વિદેશી પ્રવાસીઓએ સાસણ ગીરની મુલાકાત લઈને જંગલના રાજા સિંહના મુક્ત મને દર્શન કર્યા છે. વન વિભાગના આ નવા નિર્ણયથી જે પ્રવાસીઓ વેકેશન શરૂ થવાના ડરથી બુકિંગ કરાવી શક્યા નહોતા, તેઓ હવે 22 જૂન સુધી ગીરની મુલાકાત લઈ શકશે. 23 જૂનથી સફારી બંધ થયા બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યજીવોની સુરક્ષા અને ટ્રેકિંગની કામગીરી સઘન બનાવવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward