android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Abhijeet Deepkeએ થપ્પડકાંડ બાદ આંદોલન વધુ ઉગ્ર કરવાની કરી જાહેરાત, 20 જૂને દિલ્હી કૂચની તૈયારી
calendar_today June 15, 2026

Abhijeet Deepkeએ થપ્પડકાંડ બાદ આંદોલન વધુ ઉગ્ર કરવાની કરી જાહેરાત, 20 જૂને દિલ્હી કૂચની તૈયારી

જયપુરમાં યોજાયેલા એક પ્રદર્શન દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો. ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકે પર અજાણ્યા યુવકે થપ્પડ મારવાની ઘટના બાદ પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ. આ ઘટનાએ પ્રદર્શનના વાતાવરણને ગરમાવી દીધું અને ત્યારબાદ દીપકે આંદોલનને વધુ તેજ કરવાની જાહેરાત કરી.20 જૂનના રોજ ફરીથી 'દિલ્હી કૂચ' કરીશુંજયપુરમાં પ્રદર્શનકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું કે પાર્ટી 20 જૂનના રોજ ફરીથી 'દિલ્હી કૂચ' કરશે અને આ વખતનો આંદોલન વધુ આક્રમક રહેશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ વખતે તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે દિલ્હી જશે અને ત્યાંથી રાજીનામા વિના પાછા ફરશે નહીં. તેમના આ નિવેદનથી સભામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાર્યકરોમાં ઉર્જાનો માહોલ સર્જાયો હતો.યુવાઓને એકજૂટ થવાની અપીલ કરીઅભિજીત દીપકે પોતાના ભાષણમાં યુવાઓને એકજૂટ થવાની અપીલ કરી અને કહ્યું કે દેશમાં શિક્ષણ, રોજગાર અને ભવિષ્ય સંબંધિત મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થવી જોઈએ. તેમણે સમાજમાં ધર્મ અને જાતિના આધાર પર વિભાજન કરવાની પ્રવૃત્તિની ટીકા કરી અને યુવાઓને આવા મુદ્દાઓથી દૂર રહીને મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી.શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીકના મુદ્દાઓ સામે નારાબાજી કરાઈતેમણે વધુમાં કહ્યું કે દેશની આઝાદી અનેક શહીદોના બલિદાનથી મળી છે અને આજના યુવાનોને લોકશાહી માર્ગે પોતાની માગો રજૂ કરવી જોઈએ. પ્રદર્શન દરમિયાન હાજર લોકો દ્વારા શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીકના મુદ્દાઓ સામે નારાબાજી પણ કરવામાં આવી હતી. અંતમાં કાર્યક્રમ રાષ્ટ્રગાન સાથે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો : Prince Yadav Death Case: પ્રિન્સ યાદવના મોતની કહાની, મિત્રોની જુબાની, જાણો શું થયો ખુલાસો?

Read Full Story arrow_forward
Mehsana News: વહીવટદાર નિમાયા બાદ હાટકેશ્વર મંદિરનો કબજો મેળવા તજવીજ,  પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ
calendar_today June 15, 2026

Mehsana News: વહીવટદાર નિમાયા બાદ હાટકેશ્વર મંદિરનો કબજો મેળવા તજવીજ, પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ

વડનગરના અતિ પ્રાચીન હાટકેશ્વર મંદિરના ટ્રસ્ટીઓને બરખાસ્ત કરી ચેરિટી કમિશનરે વહિવટદારની નિમણૂંક કરતાં વડનગરમાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને પૌરાણિક વડનગરમાં આવેલા નાગર જ્ઞાતિના આરાધ્ય દેવ એવા અતિ પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટને લઈને છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિવાદ અંત આવ્યો છે. જોઈન્ટ ચેરિટી કમિશનરે ઐતિહાસિક ચૂકાદો આપતા વર્તમાન તમામ ટ્રસ્ટીઓની સત્તાવાર માન્યતા રદ કરી દીધી છે. તેમને તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ કરવાનો આદેશ જારી કર્યો છે. વડનગરના રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયોકોર્ટે પણ અવલોકનમાં સ્પષ્ટ સ્વીકાર્યું છે કે વર્તમાન વહીવટદારોની નિમણૂક ટ્રસ્ટના મૂળ બંધારણ અને કાયદાકીય પ્રક્રિયા અનુસાર થઈ જ નહોતી. આ આદેશની સાથે જ મંદિરના સુચારુ અને પારદર્શક સંચાલન માટે મહેસાણા ચેરિટી કમિશનર કચેરીના સત્તાવાર નિરીક્ષકને તાત્કાલિક અસરથી મંદિરના મુખ્ય વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અડધી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે કબજો લેવાની વાત જાણી વડનગરના રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો છે.ચેરિટી કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યોતા.12મી જૂન 2026ની મોડી સાંજે ચેરિટી કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આદેશની ગંભીરતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, મહેસાણા ચેરિટી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને હથિયારધારી કાફલા સાથે મોડી રાત્રે 2 વાગ્યે વડનગર મંદિર પરિસરમાં પહોંચી હતી. ચેરિટી તંત્રની આ અણધારી કાર્યવાહીથી સ્થાનિક સ્તરે દોડધામ મચી ગઈ હતી. સરકારી ટીમ જ્યારે વહીવટ સંભાળવા પહોંચી ત્યારે હાજર રહેલા ટ્રસ્ટીઓએ સરકારી આદેશનો અનાદર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ મંદિરની મુખ્ય ઓફિસ, વહીવટી રૂમો અને તિજોરીઓને તાળાં મારી દીધાં હતાં.તાજેતરના આદેશ બાદ મંદિરનું સંચાલન બદલાયુંમહેસાણા ચેરિટી કમિશનર દ્વારા કલમ 41એ હેઠળ લેવાયેલા તાજેતરના આદેશ બાદ મંદિરનું સંચાલન બદલાયું છે, જેને પગલે પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ બની છે. જોકે, આ સમગ્ર સરકારી પ્રક્રિયા સામે મંદિરના વર્ષો જૂના પૂજારી પરિવારે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. છેલ્લા 120 વર્ષ અને 3 પેઢીથી અહીં પરંપરાગત સેવા-પૂજા કરતા પરિવારે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી કોઈ કાયદેસરની લેખિત નોટિસ નહીં મળે ત્યાં સુધી તેઓ મંદિર છોડવાના નથી. પૂજારી પક્ષના એડવોકેટ જે. જે. પંડ્યાએ જણાવ્યું કે, પેઢીઓથી ચાલતા પૂજાના અધિકારો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.આ પણ વાંચોઃ Gandhinagar Farmers Protest: હજારો ટ્રેક્ટરોના કાફલા સાથે સરકાર સામે મોરચો, ટ્રાફિક ચક્કાજામ!

Read Full Story arrow_forward
Porbandar News: અચાનક વરસાદી ઝાપટાં શરૂ, અરબી સમુદ્રમાં જોવા મળ્યો ભારે કરંટ!
calendar_today June 15, 2026

Porbandar News: અચાનક વરસાદી ઝાપટાં શરૂ, અરબી સમુદ્રમાં જોવા મળ્યો ભારે કરંટ!

રાજ્યમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરમાં સોમવારે અચાનક જ પ્રિમોન્સૂન એક્ટિવિટીની ધમાકેદાર ઝલક જોવા મળી છે. બપોર બાદ અચાનક જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા હતા.ઉકળાટથી રાહત, વાતાવરણમાં પ્રસરી ઠંડકછેલ્લા કેટલાય દિવસોથી પોરબંદરમાં અસહ્ય ગરમી અને બફારાને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તેવામાં અચાનક શરૂ થયેલા વરસાદી માહોલને કારણે ગરમી અને ઉકળાટ ગાયબ થઈ ગયા છે અને વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે. આ આકરા ઉનાળા બાદ વાતાવરણમાં આવેલા પલટાથી લોકોને મોટી આશિક રાહત મળી છે. આ વરસાદ બાદ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.સમુદ્ર બન્યો તોફાની, ભારે કરંટ જોવા મળ્યોબીજી તરફ વાતાવરણમાં થયેલા આ ફેરફારની સીધી અસર પોરબંદરના અરબી સમુદ્ર પર જોવા મળી રહી છે. સમુદ્રમાં કરંટ વધતા વિશાળ મોજા ઉછળી રહ્યા છે. દરિયાની આ ભયજનક સ્થિતિને જોતા વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે, અને માછીમારો તેમજ પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે.ખેડૂતો ચાતક નજરે જોઈ રહ્યા છે મેઘરાજાની રાહપ્રિમોન્સૂન વરસાદની આ એન્ટ્રીથી સૌથી વધુ ખુશી જગતના તાતના ચહેરા પર જોવા મળી રહી છે. વાવણીના સમયની આસપાસ જ વરસાદી માહોલ બંધાતા પોરબંદર પંથકના ખેડૂતો હવે ચાતક નજરે મેઘ મહેરની રાહ જોઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખેડૂતો વહેલી તકે વાવણીના કામોમાં જોતરાઈ જશે.આ પણ વાંચો - Porbandar News: સમુદ્ર કિનારેથી મળ્યું બિનવારસી ચરસ, SOG પોલીસ એક્શન મોડમાં!

Read Full Story arrow_forward