android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News LIVE : જયપુરમાં થપ્પડકાંડ બાદ અભિજિત દિપકેએ આંદોલન વધુ ઉગ્ર કરવાનું એલાન કર્યું, 20 જૂને દિલ્હી કૂચની તૈયારી
calendar_today June 15, 2026

Gujarat Latest News LIVE : જયપુરમાં થપ્પડકાંડ બાદ અભિજિત દિપકેએ આંદોલન વધુ ઉગ્ર કરવાનું એલાન કર્યું, 20 જૂને દિલ્હી કૂચની તૈયારી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 15JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Banaskantha LCBની ઐતિહાસિક સિદ્ધિ, 'મુર્ગન ગેંગ'નો પર્દાફાશ કરવા બદલ DGPના હસ્તે મળ્યો 'બેસ્ટ ડિટેક્શન એવોર્ડ'!
calendar_today June 15, 2026

Banaskantha LCBની ઐતિહાસિક સિદ્ધિ, 'મુર્ગન ગેંગ'નો પર્દાફાશ કરવા બદલ DGPના હસ્તે મળ્યો 'બેસ્ટ ડિટેક્શન એવોર્ડ'!

બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. બનાસકાંઠા LCB પોલીસને રાજ્યકક્ષાએથી અત્યંત પ્રતિષ્ઠિત એવો 'બેસ્ટ ડિટેક્શન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. ગુમ થયેલા માસૂમ બાળકોને શોધી કાઢવા અને બાળ તસ્કરીના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવેલા 'ઓપરેશન દેવ'ના શાનદાર ડિટેક્શન બદલ રાજ્યના પોલીસ વડા દ્વારા બનાસકાંઠા એલસીબી ટીમને આ મોટું સન્માન આપવામાં આવ્યું છે.એક બાળકના ગુમ થવાના કેસમાંથી ખૂલ્યું મોટું રેકેટવાત જાણે એમ છે કે, બનાસકાંઠા જિલ્લામાંથી એક બાળક ગુમ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ દરમિયાન બનાસકાંઠા એલસીબીની ટીમે ઊંડાણપૂર્વક કડીઓ જોડીને તપાસ લંબાવી હતી. તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ માત્ર સામાન્ય ગુમશુદગીનો કેસ ન હતો, પરંતુ તેની પાછળ આખા દેશમાં ફેલાયેલું બાળ તસ્કરીનું બહુ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતું.કુખ્યાત 'મુર્ગન ગેંગ'નો કર્યો સફાયોબનાસકાંઠા એલસીબીની ટીમે દિવસ-રાત એક કરીને આ કેસમાં કડક કાર્યવાહી કરી અને બનાસકાંઠા સહિત ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં સક્રિય એવી આંતરરાજ્ય 'મુર્ગન ગેંગ' નો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઓપરેશન દેવ અંતર્ગત આ ગેંગના મુખ્ય સૂત્રધાર મુર્ગન સહિતના સાગરીતોની ધરપકડ કરી લીધી હતી અને તસ્કરી કરવામાં આવેલા બાળકોને સુરક્ષિત મુક્ત કરાવ્યા હતા.રાજ્ય પોલીસ વડાએ કરી પ્રશંસાગુજરાત પોલીસના ઇતિહાસમાં બાળકોની સુરક્ષા અને ક્રાઇમ ડિટેક્શનના ક્ષેત્રમાં આ ઓપરેશન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને આંતરરાજ્ય ગેંગની કમર તોડવામાં બનાસકાંઠા પોલીસે દાખવેલી આ અપ્રતિમ સૂઝબૂઝ અને બહાદુરીને પગલે રાજ્ય પોલીસ વડાએ ટીમના મુક્તકંઠે વખાણ કર્યા હતા અને આ ગૌરવશાળી એવોર્ડ એનાયત કર્યો હતો. આ સફળતાથી બનાસકાંઠા પોલીસ બેડામાં અત્યારે ખુશી અને ઉત્સાહનો માહોલ છે.આ પણ વાંચો - Banaskantha: અમીરગઢના સરોત્રા અંડરબ્રિજ પર મોતના માંચડાની જેમ લટકતો હાઇટ ગેજ; ગમે ત્યારે મોટી હોનારતની આશંકા

Read Full Story arrow_forward
DRDOએ લોન્ગ રેન્જ સરફેસ એટેક ક્રૂઝ મિસાઈલ LRLACMનું કર્યું સફળ પરીક્ષણ
calendar_today June 15, 2026

DRDOએ લોન્ગ રેન્જ સરફેસ એટેક ક્રૂઝ મિસાઈલ LRLACMનું કર્યું સફળ પરીક્ષણ

ભારતે રક્ષા ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા સ્વદેશી રીતે વિકસિત લોન્ગ રેન્જ સરફેસ એટેક ક્રૂઝ મિસાઈલ (LRLACM)નું સફળ ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ આઈલેન્ડ પરથી કરવામાં આવ્યું હતું, જે ભારતના મિસાઈલ પરીક્ષણ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. ભારતની લાંબા અંતરની ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતામાં વધારોઆ મિસાઈલે પરીક્ષણ દરમિયાન તમામ નિર્ધારિત મિશન ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. તેના દ્વારા મહત્વપૂર્ણ ટેક્નોલોજીની પુષ્ટિ થઈ છે અને ભારતની લાંબા અંતરની ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતામાં વધારો થયો છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મિસાઈલના તમામ સબ-સિસ્ટમ્સ DRDO દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે, જેમાં ભારતીય ઉદ્યોગનો પણ મોટો સહયોગ રહ્યો છે.આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક મહત્વપૂર્ણ પગલું આ સફળ પરીક્ષણને આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ સિદ્ધિથી ભારતના રક્ષા ક્ષેત્રમાં સ્થાનિક ટેક્નોલોજી અને ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂતી મળશે. મંત્રાલયે જણાવ્યું કે આ પ્રકારના વિકાસથી દેશની રક્ષા વ્યવસ્થા વધુ મજબૂત અને આધુનિક બની રહી છે.ભવિષ્યમાં ભારતની વ્યૂહાત્મક શક્તિને વધુ મજબૂત બનશેલોન્ગ રેન્જ સરફેસ એટેક ક્રૂઝ મિસાઈલ (LRLACM) લાંબા અંતરે ચોકસાઈપૂર્વક નિશાન સાધવાની ક્ષમતા ધરાવે છે, જે ભવિષ્યમાં ભારતની વ્યૂહાત્મક શક્તિને વધુ મજબૂત બનાવશે. આ સફળ પરીક્ષણથી સ્પષ્ટ થાય છે કે ભારત હવે અદ્યતન મિસાઈલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બની રહ્યું છે. આ સિદ્ધિને કારણે ભારતની વૈશ્વિક રક્ષા ક્ષમતામાં વધારો થયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશની ટેક્નોલોજીકલ પ્રગતિનો પરિચય મળ્યો છે.આ પણ વાંચો : Prince Yadav Death Case: પ્રિન્સ યાદવના મોતની કહાની, મિત્રોની જુબાની, જાણો શું થયો ખુલાસો?

Read Full Story arrow_forward