android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand News: મહીસાગર નદીમાં નાહવા પડેલા બાજીપુરાના યુવકનું ડૂબી જતાં કરુણ મોત
calendar_today June 15, 2026

Anand News: મહીસાગર નદીમાં નાહવા પડેલા બાજીપુરાના યુવકનું ડૂબી જતાં કરુણ મોત

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહીસાગર નદીના લાલપુરા કિનારે નાહવા પડેલા બાજીપુરા ગામના એક આશાસ્પદ યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને યુવકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.બાજીપુરાના મહેશકુમારનું મોત નીપજયુંમળતી માહિતી મુજબ, બાજીપુરાનો રહેવાસી મહેશકુમાર નામનો યુવક લાલપુરા નજીક વહેતી મહીસાગર નદીમાં નાહવા માટે ગયો હતો. નાહતી વખતે અચાનક પગ લપસતાં અથવા પાણીના પ્રવાહનો અંદાજ ન આવતાં યુવક નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતાં આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના તરવૈયાઓએ નદીના ઊંડા પાણીમાં ભારે શોધખોળ આદરી હતી અને અંતે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી.ઉમરેઠ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીઆ કમનસીબ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાતા ઉમરેઠ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. યુવકના શબને પોસ્ટમોર્ટમ અર્થે ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ચોમાસાની શરૂઆતમાં નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધતી હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નદી કિનારે ન જવા અને જોખમી રીતે નાહવા ન પડવા અપીલ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Weather Update: શું ખરેખર ચોમાસા પર સંકટ છે? જાણો કેમ ખેંચાઈ રહ્યો છે વરસાદ?
calendar_today June 15, 2026

Weather Update: શું ખરેખર ચોમાસા પર સંકટ છે? જાણો કેમ ખેંચાઈ રહ્યો છે વરસાદ?

હાલ રાજ્યમાં ખેડૂત કે સામાન્ય જનતા દરેકના મનમાં એક જ સવાલ છે, ચોમાસું ક્યારે બેસશે? વરસાદ ક્યારે થશે? રાજ્યમાં સામાન્ય રીતે જૂન 15 સુધીમાં ચોમાસુ બેસી જતુ હોય છે. જોકે, ચાલુ વર્ષે પરિસ્થિતિમાં પરિવર્તન જોવા મળ્યું છે. આ વર્ષે જૂનના 15 દિવસ વીત્યા બાદ પણ વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ વરસાદ ખેંચાતા લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડી રહી છે. આ સાથે સાથે ખેડૂતોને દુષ્કાળનો ભય પણ સતાવી રહ્યો છે. આ પરિસ્થિતિ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું નોંધપાત્ર રીતે ધીમું પડી ગયું છે. 15 જૂનની સેટેલાઇટ ઈમેજ સ્પષ્ટ કરે છે કે, દેશના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ચોમાસાના વાદળો ગાયબ છે.16 રાજ્યોમાં વરસાદની લાંબી રાહદક્ષિણ ભારતમાં આગળ વધ્યા પછી મોન્સૂન સિસ્ટમ મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ આવીને અટકી ગઈ છે. બીજી તરફ, ઉત્તરપૂર્વના રાજ્યોને આવરી લીધા બાદ ચોમાસું બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ આગળ વધી શક્યું નથી. હવામાન વિભાગના આંકડા મુજબ, 4 જૂનથી 15 જૂન દરમિયાન દેશમાં સામાન્ય 53.7 મિલિમીટરની સરખામણીએ માત્ર 19.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સીધી 64 ટકા વરસાદની ખાધ દર્શાવે છે. સર્જાયેલી નબળી પ્રવૃત્તિને લીધે ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી  અને છત્તીસગઢ સહિત 16 રાજ્યોમાં વરસાદની રાહ વધુ લાંબા સમય સુધી જોવી પડી શકે છે.ઉપરના વાતાવરણમાં પવનોની અસામાન્ય પેટર્નહવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસું નબળું પડવાનું કારણ સમુદ્રમાં ભેજનો અભાવ નથી. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પૂરતો ભેજ હોવા છતાં વાદળો બંધાતા નથી, કારણ કે ઉપરના વાતાવરણમાં પવનોની અસામાન્ય પેટર્ન સર્જાઈ છે. આ વર્ષે પશ્ચિમી જેટ સ્ટ્રીમ સામાન્ય કરતાં વધુ દક્ષિણ તરફ વળી ગયો છે, જે ચોમાસાને આગળ ધપાવતા પવનોને રોકી રહ્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરે તેવી આશા રાખવામાં આવી રહી છે.'સુપર અલ નીનો'નું મોટું જોખમઆ તમામ કુદરતી પડકારો પાછળ 'અલ નીનો' જવાબદાર માનવામાં આવે છે, અને આ વખતે તો ચોમાસા પર 'સુપર અલ નીનો'નું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે લાંબા સમયની સરેરાશ ઘટાડીને 870 મિલિમીટર વરસાદનું પૂર્વાનુમાન કર્યું છે. પેસિફિક મહાસાગરની સપાટી અસામાન્ય ગરમ થવાની આ પ્રક્રિયા (અલ નીનો) જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે તેની ટોચ પર હશે, જે મુખ્ય ચોમાસાનો સમયગાળો છે. આ સ્થિતિ જો લાંબી ખેંચાશે, તો કૃષિ ઉત્પાદન ઘટશે, જેનાથી દેશના સમગ્ર અર્થતંત્ર પર માઠી અસર પડી શકે છે.કેન્દ્રના નવા નિર્દેશોએ ચિંતા વધારીકેન્દ્ર સરકારના નવા નિર્દેશો મુજબ, દેશના કેટલાક ભાગોમાં પાણી મોડું આવશે, જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતના વરસાદ આધારિત વિસ્તારોમાં ચિંતા વધી છે. ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 2002માં મજબૂત અલ નીનોને કારણે ગંભીર દુકાળ પડ્યો હતો, જ્યારે 2009માં નબળું મોન્સૂન રહ્યું હતું. વૈજ્ઞાનિકોના મત અનુસાર, વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જના કારણે આગામી વર્ષોમાં અલ નીનોની તીવ્રતા હજુ વધશે, તેથી અત્યારથી જ જળ વ્યવસ્થાપન અને કૃષિ આયોજન પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય બન્યું છે.આ પણ વાંચો - Weather Update: આગામી 2 દિવસ આ શહેરોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Read Full Story arrow_forward
Indian Army Uniform 2026: ભારતીય સેનાએ બ્રિટિશ યુગનો ડ્રેસ કોડ કર્યો નાબૂદ, હવે સૈનિકો 'બંદી જેકેટ' અને નવા લુકમાં દેખાશે
calendar_today June 15, 2026

Indian Army Uniform 2026: ભારતીય સેનાએ બ્રિટિશ યુગનો ડ્રેસ કોડ કર્યો નાબૂદ, હવે સૈનિકો 'બંદી જેકેટ' અને નવા લુકમાં દેખાશે

આ નવા ડ્રેસ કોડને લાગુ કરવાનો હેતુ બ્રિટિશ યુગની ગુલામીના પ્રતીકોને દૂર કરવાનો અને ભારતીય સંસ્કૃતિ અને કાર્યક્ષમતાને સ્વીકારવાનો છે.વ્યાવસાયિક મૂલ્યોને જાળવવાના પ્રયાસ સેનાના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આ ફેરફારો સેનાની ઓળખને મજબૂત બનાવવા અને તેના રેજિમેન્ટલ વારસા અને વ્યાવસાયિક મૂલ્યોને જાળવવાના પ્રયાસનો ભાગ છે. નવા ડ્રેસ નિયમોમાં શિયાળાના જેકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા ડ્રેસ નિયમોમાં 3B નામનો શિયાળુ ડ્રેસ કોડ સામેલ છે. આમાં શિયાળાના જેકેટનો સમાવેશ થાય છે. આ પ્રકારનો શિયાળુ જેકેટ હાલમાં વાયુસેના અને નૌકાદળના ગણવેશમાં હાજર છે. હવે, તે આર્મી યુનિફોર્મમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. નવા ડ્રેસ કોડથી વધશે મનોબળ શિયાળાની ઔપચારિક ફરજો માટે 7A અને 1C નામનો ડ્રેસ કોડ ઉમેરવામાં આવ્યો છે. લડાયક ગણવેશમાં 7A નામનો નવો ડ્રેસ કોડ ઉમેરવામાં આવ્યો છે. તેમાં ટી-શર્ટનો સમાવેશ થાય છે. 7B ગણવેશ શિયાળાની ઔપચારિક ફરજો માટે અધિકારીઓ માટે 1C નામનો નવો ડ્રેસ કોડ ઉમેરવામાં આવ્યો છે. પહેલાં, આ ડ્રેસ સૈનિકો અને JCO માટે હતો. હવે, તે અધિકારીઓ માટે કરવામાં આવ્યો છે.ભારતીય સેનાના ગણવેશમાં આ મુખ્ય ફેરફારો 1. અધિકારીઓને તેમના ઔપચારિક ડ્રેસ કોડના ભાગ રૂપે સ્વદેશી રીતે બનાવેલા બંદી જેકેટ પહેરવાની મંજૂરી આપવામાં આવી છે.2. મહિલા અધિકારીઓ માટે સાડી, કુર્તા-સલવાર અને સીધા પેન્ટ પહેરવાનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે.3. મેસ ગણવેશમાંથી ચળકતો પાઉચ બેલ્ટ દૂર કરવામાં આવ્યો છે.4. શિસ્તને વધુ કડક બનાવવા માટે, ટેટૂ, મૂછની લંબાઈ અને પરફ્યુમના ઉપયોગ અંગે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.ભારતીય સેનાનો ગણવેશ ક્યારે બદલાયો?આઝાદી પહેલા, બ્રિટિશ યુગ દરમિયાન, ભારતીય સૈનિકોનો ગણવેશ લાલ હતો. જે પાછળથી ખાખી રંગમાં બદલાઈ ગયો હતો. 1947માં સ્વતંત્રતા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોથી અલગ પાડવા માટે ઓલિવ ગ્રીન ગણવેશ અપનાવ્યો છે. 2000ના દાયકાની શરૂઆતમાં, ફ્રેન્ચ જંગલ ડિઝાઇનથી પ્રેરિત નવી અને વધુ અસરકારક છદ્માવરણ પેટર્ન અપનાવવામાં આવી છે.નવો ડિજિટલ લડાઇ ગણવેશ 2022માં આર્મીએ આધુનિક ટેકનોલોજી સાથે એક નવો ડિજિટલ લડાઇ ગણવેશ અપનાવ્યો હતો. તેની વિશિષ્ટ પિક્સેલ પેટર્ન સૈનિકોને રણ, પર્વતો અને જંગલોમાં સરળતાથી છદ્માવરણ કરવામાં મદદ કરે છે. આર્મીએ બ્રિટિશ યુગની પરંપરાઓને દૂર કરીને સૈનિકો માટે એક નવો 3B શિયાળુ ગણવેશ અને ઔપચારિક કાર્યક્રમો માટે બંદી જેકેટ રજૂ કર્યુ છે.આ પણ વાંચોઃ અમેરિકા સાથેના કરાર મામલે ઈરાનમાં હોબાળો, જનતાએ રસ્તા પર કર્યા વિરોધ પ્રદર્શન

Read Full Story arrow_forward