android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: વડાપ્રધાન મોદી પહોંચ્યા ફ્રાન્સ, નીસ એરપોર્ટ પર કરાયું સ્વાગત
calendar_today June 13, 2026

Gujarat Latest News Live: વડાપ્રધાન મોદી પહોંચ્યા ફ્રાન્સ, નીસ એરપોર્ટ પર કરાયું સ્વાગત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkot News: ધોરાજીમાં ખનીજ માફિયાઓ પર તવાઈ, 51.90 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today June 13, 2026

Rajkot News: ધોરાજીમાં ખનીજ માફિયાઓ પર તવાઈ, 51.90 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભાદર નદીના પટમાંથી બેફામ રીતે વહેતા સરકારી ખનીજ ચોરીના દૂષણ પર ઓચિંતો સપાટો બોલાવવામાં આવ્યો છે. રાજકોટના ધોરાજી તાલુકાના ભોલગામડા ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન પર રાજકોટ SOG અને ખાણ-ખનીજ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ભીંસ વધારતી રેડને પગલે સ્થાનિક ખનીજ ચોરો અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ભાદર નદી કાંઠે ચાલતું હતું કાળુંબજારઘટનાની મળતી માહિતી અનુસાર, ભોલગામડા ગામની સીમમાંથી પસાર થતી ભાદર નદીના કાંઠે સરકારી મંજૂરી વિના મોટા પાયે રેતી ચોરી થતી હોવાની સચોટ બાતમી રાજકોટ એસઓજીને મળી હતી. જેના આધારે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને વહેલી સવારે ત્રાટકતા આખી કાળી કમાણીનો ભાંડો ફૂટી ગયો હતો. આ રેડ દરમિયાન ઘટના સ્થળેથી 5 ખાલી ડમ્પરો અને 2 રેતીથી ચિચોકાર ભરેલા ડમ્પરો સહિત કુલ 7 ડમ્પરો મળી આવ્યા હતા. આ સાથે જ તંત્રએ આશરે 500 મેટ્રિક ટન જેટલી ચોરીની રેતી પણ જપ્ત કરી છે.સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું!ધોરાજી પંથકમાં લાંબા સમયથી ભાદરના પટને ખોતરી રહેલા રેતી માફિયાઓ પર રાજકોટની એજન્સીઓએ આવીને રેડ કરવી પડી, તેનાથી સ્થાનિક તંત્રના ગાફેલ હોવાની પોલ ખુલ્લી પડી ગઈ છે. ધોરાજી તાલુકા પોલીસ અને સ્થાનિક જવાબદાર વહીવટી તંત્રની નાક નીચે આટલું મોટું કૌભાંડ ધમધમતું હોવા છતાં તેઓ અજાણ રહ્યા, જેથી સ્થાનિક અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.રૂ. 51.90 લાખનો મુદ્દામાલ પોલીસને સોંપાયોરાજકોટ SOG અને ખાણ-ખનીજ વિભાગની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને સ્થળ પરથી પકડાયેલા તમામ 7 ડમ્પરો અને 500 મેટ્રિક ટન રેતી સહિત અંદાજે રૂપિયા 51,90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ જપ્ત કરવામાં આવેલો તમામ મુદ્દામાલ આગળની કાયદેસરની તપાસ અને ગુનો નોંધવા માટે ધોરાજી તાલુકા પોલીસ તંત્રને સોંપી દેવામાં આવ્યો છે. આ પણ વાંચો - Rajkot News: પરસોતમ રૂપાલા અને મંત્રી જીતુ વાઘાણીએ PM મોદીના નેતૃત્વની સિદ્ધિઓ ગણાવી, ખેડૂતોના વિરોધ મુદ્દે મૌન સેવ્યું!

Read Full Story arrow_forward
Navsariનો યુવક આર્મેનિયામાં ફસાયો: રૂ.1 લાખના પગારની લાલચ આપી સુરતના એજન્ટે કર્યા હાથ અધ્ધર
calendar_today June 13, 2026

Navsariનો યુવક આર્મેનિયામાં ફસાયો: રૂ.1 લાખના પગારની લાલચ આપી સુરતના એજન્ટે કર્યા હાથ અધ્ધર

ગુજરાતના યુવાનોમાં વિદેશ જવાની ઘેલછાનો લાભ ઉઠાવીને લેભાગુ એજન્ટો દ્વારા છેતરપિંડી આચરવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના દક્ષિણ ગુજરાતમાંથી સામે આવી છે. નવસારીના જલાલપોરના સુલતાનપુરનો યુવાન વધુ કમાણી કરવાની આશાએ આર્મેનિયામાં ફસાયો છે. આ યુવકે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતો એક વીડિયો વાયરલ કરીને ભારત સરકાર અને ગુજરાત સરકાર પાસે વતન વાપસી માટે મદદની ગુહાર લગાવી છે.સુરતના એજન્ટની માયાજાળ અને વિદેશમાં જઈને હાથ અધ્ધરનવસારીના આ યુવકને સુરતના એક એજન્ટે આર્મેનિયામાં દર મહિને રૂ.1 લાખની આકર્ષક સેલેરી વાળી પ્રતિષ્ઠિત નોકરી અપાવવાની મોટી-મોટી લાલચો આપી હતી. એજન્ટની વાતોમાં આવીને યુવકે લાખો રૂપિયા ખર્ચીને વિદેશ પ્રયાણ કર્યું હતું. જો કે, આર્મેનિયા પહોંચ્યા બાદ વાસ્તવિકતા તદ્દન અલગ નીકળી હતી. એજન્ટે વચન આપ્યા મુજબની કોઈ નોકરી ત્યાં ઉપલબ્ધ નહોતી અને યુવક ત્યાં પહોંચતાની સાથે જ એજન્ટે ફોન બંધ કરીને પોતાના હાથ અધ્ધર કરી લીધા હતા. નોકરી ન મળવાના કારણે આ યુવકે ત્યાં પેટનો ખાડો પૂરવા માટે નાછૂટકે છૂટક મજૂરી કામ કરવું પડી રહ્યું છે.કફોડી આર્થિક સ્થિતિ વચ્ચે હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ પાસે આશાસોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અપીલ વીડિયોમાં યુવકે રડમસ અવાજે જણાવ્યું છે કે, હાલ તેની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે અને તેની પાસે રહેવા-ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. એટલું જ નહીં, તેની સાથે નવસારી અને દક્ષિણ ગુજરાતના અન્ય કેટલાક યુવાનો પણ આ જ રીતે એજન્ટોની છેતરપિંડીનો ભોગ બનીને આર્મેનિયામાં અટવાયા હોવાની પ્રબળ સંભાવના છે. યુવકે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને સંબોધીને તાત્કાલિક મદદ કરવા અને ડિપ્લોમેટિક ચેનલ દ્વારા તેમને ભારત પરત લાવવા માટે ભાવુક વિનંતી કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward