android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskanthaમાં LCBની મોટી સફળતા: ભારતમાલા હાઈવે પર ચાલુ ટ્રકોમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ
calendar_today June 13, 2026

Banaskanthaમાં LCBની મોટી સફળતા: ભારતમાલા હાઈવે પર ચાલુ ટ્રકોમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરતી એક મોટી સફળતા સામે આવી છે. વાવ, થરાદ અને સુઈગામ પંથકમાંથી પસાર થતા દેશના મહત્વકાંક્ષી 'ભારતમાલા હાઈવે' પર છેલ્લા કેટલાક સમયથી સક્રિય એવી એક શાતિર ચોર ગેંગનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. હાઈવે પર ચાલુ ટ્રકોમાંથી કિંમતી સામાનની ચોરી કરતી આ ટોળકીના ૩ સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે, જેનાથી વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોએ મોટી રાહત અનુભવી છે.ચાલુ ટ્રકોની તાડપત્રી કાપી તેલના ડબ્બા ચોરવાની મોડસ ઓપરેન્ડીપકડાયેલી ગેંગની ચોરી કરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) અત્યંત જોખમી અને શાતિર હતી. આ શખ્સો મોડી રાત્રે ભારતમાલા હાઈવે પરથી પસાર થતી માલવાહક ટ્રકોનો પીછો કરતા હતા. ચાલુ ટ્રકે જ જીવના જોખમે ટ્રક પાછળ ચઢીને તાડપત્રી કાપી નાખતા હતા અને અંદર રાખેલા ખાદ્ય તેલના કાર્ટૂન તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓ ચાલુ વાહને જ પોતાની ગાડીમાં સરકાવી લેતા હતા. આ ટોળકીના ત્રાસના કારણે હાઈવે પર રાત્રિ દરમિયાન ટ્રક ચલાવવી મુશ્કેલ બની ગઈ હતી.પોલીસ પેટ્રોલિંગ રંગ લાવ્યું: 3 ઝડપાયા, 3 ફરારવાવ-થરાદ વિસ્તારમાં વધતી ચોરીઓને રોકવા માટે એલ.સી.બી. અને સ્થાનિક પોલીસની ટીમો સતત રાત્રિ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હાઈવે પરથી પસાર થતી એક શંકાસ્પદ ગાડીને આંતરીને તપાસ કરતા પોલીસે તેમાંથી 3 ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસની કડક પૂછપરછમાં આ હાઈવે ગેંગ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તેમની પાસેથી ચોરીના માલસામાન સહિત કુલ રૂ.4.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હોવાથી પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Haridwar : પાણીની ટાંકીમાંથી એક-બે નહીં, પરંતુ 27 સાપના બચ્ચાં મળતા મચ્યો ભારે હડકંપ
calendar_today June 13, 2026

Haridwar : પાણીની ટાંકીમાંથી એક-બે નહીં, પરંતુ 27 સાપના બચ્ચાં મળતા મચ્યો ભારે હડકંપ

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના સરાય ગામમાં એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારના ઘરઆંગણે આવેલી પાણીની ટાંકીમાંથી એક કે બે નહીં, પરંતુ 27 સાપના બચ્ચાં મળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાથી પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.વન વિભાગની રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી મળતી માહિતી મુજબ, સોમવાર બપોરે પરિવારના સભ્યો પાણી ભરવા માટે ટાંકી પાસે પહોંચ્યા ત્યારે તેમને ટાંકીમાં કંઈક હલચલ દેખાઈ હતી. નજીકથી જોતા પાણીમાં મોટી સંખ્યામાં સાપના બચ્ચાં તરતા અને રેંગતા જોવા મળ્યા. આ દૃશ્ય જોઈ પરિવારજનો ગભરાઈ ગયા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી. નિષ્ણાત સ્નેક રેસ્ક્યૂઅર્સ તાલિબ અને ભોલાએ ખૂબ જ સાવધાનીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ટાંકીમાંથી એક પછી એક એમ કુલ 27 સાપના બચ્ચાંને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો પણ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. આ સાપ ઝેરી નથી વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ટાંકીમાંથી મળેલા તમામ બચ્ચાં Checkered Keelback પ્રજાતિના છે, જેને સામાન્ય ભાષામાં 'વોટર સ્નેક' અથવા પાણીનો સાપ કહેવામાં આવે છે. આ સાપ ઝેરી નથી અને સામાન્ય રીતે તળાવો, નહેરો અને જળાશયો આસપાસ જોવા મળે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બચ્ચાંની ઉંમર અંદાજે એકથી દોઢ સપ્તાહની છે. શક્યતા છે કે કોઈ માદા સાપે સુરક્ષિત સ્થળ માનીને ટાંકીની આસપાસ ઇંડાં મૂક્યાં હોય અને તાજેતરમાં તેમાંથી બચ્ચાં બહાર આવ્યા હોય. વન વિભાગે તમામ 27 સાપના બચ્ચાંને સુરક્ષિત રીતે તેમના કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરી દીધાં છે. ઘટનાના અંતે પરિવારજનો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પણ વાંચો : Demographic Change : દેશના સરહદી વિસ્તારોની ડેમોગ્રાફી કેટલી બદલાઈ? સમિતિ કરશે અભ્યાસ

Read Full Story arrow_forward
કૈલાશ માનસરોવર યાત્રામાં ખાનગી ઓપરેટરોનું મોટું કૌભાંડ? GST વસૂલી બિલ ન આપતા હોવાના આક્ષેપ સાથે કેન્દ્ર સરકારમાં લેખિત ફરિયાદ!
calendar_today June 13, 2026

કૈલાશ માનસરોવર યાત્રામાં ખાનગી ઓપરેટરોનું મોટું કૌભાંડ? GST વસૂલી બિલ ન આપતા હોવાના આક્ષેપ સાથે કેન્દ્ર સરકારમાં લેખિત ફરિયાદ!

હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતી કૈલાશ માનસરોવર યાત્રાને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. યાત્રાનું આયોજન કરતા ખાનગી ટૂર ઓપરેટરો સામે યાત્રાળુઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ પાસેથી મોટી રકમ વસૂલવા છતાં ત્યાં અપાતી સુવિધાઓ અને આર્થિક વ્યવહારોમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાની વિગતો બહાર આવતા યાત્રાળુઓએ આ અંગે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી કડક તપાસની માગ કરી છે.નેપાળ પહોંચ્યા બાદ USD 1710 રોકડ વસૂલાતનો આક્ષેપકેન્દ્ર સરકારને કરવામાં આવેલી રજૂઆતમાં યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે, ભારતમાંથી બુકિંગ કરાવ્યા બાદ જ્યારે પ્રવાસીઓ નેપાળ પહોંચે છે, ત્યારે ખાનગી ઓપરેટરો દ્વારા તેમની પાસેથી બળજબરીપૂર્વક મોટી રકમ વસૂલવામાં આવે છે. ઓપરેટરો દ્વારા પ્રતિ યાત્રાળુ 17120 અમેરિકન ડોલર રોકડા સ્વીકારવાનો આગ્રહ રાખવામાં આવે છે, જે સંપૂર્ણપણે નિયમોની વિરૂદ્ધ છે.GST લીધો પણ બિલ ગાયબ!નાણાકીય હેરાફેરીના આક્ષેપો લગાવતા પ્રવાસીઓએ જણાવ્યું છે કે, ટૂર ઓપરેટરો બુકિંગ સમયે યાત્રાળુઓ પાસેથી જીએસટી (GST) ની રકમ વસૂલ કરે છે, પરંતુ જ્યારે સત્તાવાર બિલ માંગવામાં આવે, ત્યારે પૂરતો જીએસટી વસૂલ્યા હોવા છતાં તેનું પાકું જીએસટી બિલ આપવામાં આવતું નથી. આ ઉપરાંત યાત્રા દરમિયાન રહેઠાણ અને ભોજનની વ્યવસ્થામાં પણ ભારે ગેરવહીવટ અને બેદરકારી જોવા મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.દેશની સર્વોચ્ચ એજન્સીઓ પાસે તપાસની માગઆ સમગ્ર કૌભાંડ અને ગેરરીતિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડી રહી હોવાથી યાત્રાળુઓએ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોને પત્ર લખ્યો છે. જેમાં આ મામલે પ્રવાસન મંત્રાલય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI), સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC), સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI) જેવી સર્વોચ્ચ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠાવી છે. આ સાથે જ ભવિષ્યમાં ભોળા શ્રદ્ધાળુઓ છેતરાય નહીં તે માટે પ્રવાસ ઓપરેટરો માટે એક કડક નિયમનકારી માળખું તૈયાર કરવા પણ અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો - વાંચો 14 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

Read Full Story arrow_forward