android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: 'સંઘ કોઈ રાજકીય પક્ષનો વિરોધી નથી', તિરુવનંતપુરમમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
calendar_today June 13, 2026

Gujarat Latest News Live: 'સંઘ કોઈ રાજકીય પક્ષનો વિરોધી નથી', તિરુવનંતપુરમમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Modasa ટાઉનહોલ શોપિંગ સેન્ટરમાં સર્જાયો અકસ્માત: ધાબાની પેરાફિટ ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
calendar_today June 13, 2026

Modasa ટાઉનહોલ શોપિંગ સેન્ટરમાં સર્જાયો અકસ્માત: ધાબાની પેરાફિટ ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મોડાસા નગરપાલિકા સંચાલિત ટાઉનહોલ શોપિંગ સેન્ટરના ધાબાની પેરાફિટ (પાલખ) અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે શોપિંગ સેન્ટર અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પેરાફિટનો મોટો કાટમાળ નીચે પડવાના કારણે ત્યાં હાજર એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળી રહી છે.એક વ્યક્તિ ઈજાગ્રસ્ત અને તંત્ર સામે આક્રોશટાઉનહોલ શોપિંગ સેન્ટરની આ જર્જરિત પેરાફિટ જ્યારે નીચે પડી ત્યારે તેની ઝપેટમાં એક સ્થાનિક વ્યક્તિ આવી ગયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં મોડાસા નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રી-મોન્સૂન કામગીરી અને જર્જરિત ઇમારતોના યોગ્ય મરામતની અભાવે આ દુર્ઘટના ઘટી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સદનસીબે ઘટના સમયે વધુ ભીડ ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે.દુકાનો બંધ કરાવી કાટમાળ હટાવવાની કામગીરી શરૂઅકસ્માતની જાણ થતાં જ મોડાસા ટાઉન પોલીસ અને નગરપાલિકાની ઉચ્ચ અધિકારીઓની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વધુ કોઈ અણબનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે શોપિંગ સેન્ટરની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવી હતી. પાલિકાની ટીમ દ્વારા જેસીબી અને મજૂરોની મદદથી હાઈવે અને ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલો ભારેખમ કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, તેમજ ઇમારતના અન્ય જોખમી ભાગોને ઉતારી લેવાની કવાયત પણ શરૂ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News: પરસોતમ રૂપાલા અને મંત્રી જીતુ વાઘાણીએ PM મોદીના નેતૃત્વની સિદ્ધિઓ ગણાવી, ખેડૂતોના વિરોધ મુદ્દે મૌન સેવ્યું!
calendar_today June 13, 2026

Rajkot News: પરસોતમ રૂપાલા અને મંત્રી જીતુ વાઘાણીએ PM મોદીના નેતૃત્વની સિદ્ધિઓ ગણાવી, ખેડૂતોના વિરોધ મુદ્દે મૌન સેવ્યું!

રાજકોટ ખાતે સાંસદ પરસોતમ રૂપાલા અને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની સફળતા તેમજ વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને નેતાઓએ વડાપ્રધાન મોદીની વૈશ્વિક નેતા તરીકેની છબી અને દેશમાં આવેલા પરિવર્તનોની સરાહના કરી હતી.મુખ્યમંત્રી કાળથી જ ઘડાયું હતું PMનું નેતૃત્વ: રૂપાલાપત્રકાર પરિષદમાં સંબોધન કરતા રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને તેમની કામ કરવાની આગવી શૈલી તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જ ઘડાઈ ચૂકી હતી. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળ્યા બાદ દેશના સર્વાંગી વિકાસ માટે મહત્વની 100 જેટલી અલગ-અલગ યોજનાઓ ચિહ્નિત કરી હતી. આ ખૂબ જ આનંદની વાત છે કે, તેમાંથી અંદાજે 90 યોજનાઓ આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે અને દેશના છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચ્યો છે. ખાસ કરીને પાણી પુરવઠા અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે વડાપ્રધાને દેશમાં ઘણું મોટું ભગીરથ કાર્ય કર્યું છે.મંત્રી જીતુ વાઘાણીએ વર્ણવી સરકારની સિદ્ધિઓઆ પ્રસંગે ઉપસ્થિત કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ દેશ અને ગુજરાતમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. તેમણે સરકારની વિવિધ યોજનાઓથી સામાન્ય નાગરિકોના જીવનમાં આવેલા સકારાત્મક બદલાવ અને આર્થિક સિદ્ધિઓનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો હતો.ખેડૂતોના વિરોધ પ્રદર્શન અંગે મૌન સાધ્યુંસરકારના વિકાસ કાર્યોના ગુણગાન ગાવા વચ્ચે આ પત્રકાર પરિષદમાં એક રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. જ્યારે પત્રકારો દ્વારા સુરેન્દ્રનગર તેમજ મોરબી જિલ્લામાં સ્થાનિક ખેડૂતો દ્વારા સરકાર સામે કરવામાં આવી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે બંને નેતાઓએ આ સંવેદનશીલ મુદ્દે કશું પણ બોલવાનું સ્પષ્ટપણે ટાળ્યું હતું અને પ્રશ્નનો સીધો જવાબ આપ્યા વિના મૌન સેવી લીધું હતું. આ બાબત હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.આ પણ વાંચો - Rajkotમાં તસ્કરો બન્યા બેફામ: ઉમાકાંત ઉદ્યોગનગરમાં કારખાનાને બનાવ્યું નિશાન

Read Full Story arrow_forward