android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: ભુજમાં સ્મૃતિવન પાસે એરવાલ્વ લીકેજ, લાખો લીટર પાણીનો વેડફાટ
calendar_today June 13, 2026

Kutch News: ભુજમાં સ્મૃતિવન પાસે એરવાલ્વ લીકેજ, લાખો લીટર પાણીનો વેડફાટ

એકતરફ ઉનાળાની સિઝનમાં સમગ્ર કચ્છ અને ભુજ સળગી રહ્યું છે, અને અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે ત્રાહિમામ પોકાર જોવા મળી રહ્યો છે, ત્યારે ભુજ શહેરમાંથી પાણીના વેડફાટના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભુજના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સ્મૃતિવન નજીક પસાર થતી પાણીની મુખ્ય લાઇનના એરવાલ્વમાં મોટું લીકેજ સર્જાતા લાખો લીટર કિંમતી પાણી રસ્તા પર વહી ગયું હતું.રસ્તા પર ઉડ્યા પાણીના ફુવારાઘટનાની મળતી માહિતી અનુસાર, ભુજ શહેરમાં સ્મૃતિવન જવાના રસ્તા પાસે આવેલી લાઇનના એરવાલ્વમાં અચાનક મોટું લીકેજ પડતાં પાણી ભારે પ્રેશર સાથે બહાર ફેંકાવા લાગ્યું હતું. હાઈ પ્રેશરના કારણે રસ્તા પર પાણીના ઊંચા-ઊંચા ફુવારા ઉડતા જોવા મળ્યા હતા. જોતજોતામાં લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર નદીની જેમ વહેવા લાગ્યું હતું, જેના કારણે વાહનચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી હતી.તંત્ર ઊંઘતું રહ્યું અને લોકો કાર ધોવા લાગ્યા!એકબાજુ નગરપાલિકા લોકોને પાણીનો સદ્ઉપયોગ કરવાની સલાહ આપે છે, ત્યારે આ લીકેજની જાણ હોવા છતાં તંત્ર લાંબા સમય સુધી કુંભકર્ણ નિદ્રામાં રહ્યું હતું. પરિણામે રસ્તા પર વહી રહેલા પાણીના ફુવારાનો લાભ ઉઠાવવા સ્થાનિક કાર ચાલકો અને વાહનચાલકો ત્યાં લાઈન લગાવીને ઊભા રહી ગયા હતા. અનેક લોકો ધોળા દિવસે રસ્તા પર મફતમાં વહી રહેલા આ પાણીથી પોતાની મોંઘીદાટ કાર અને બાઇક ધોતા કેમેરામાં કેદ થયા હતા.પાણીની અછત વચ્ચે તંત્રની ઘોર બેદરકારીજ્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે તંત્રની આવી બેદરકારીને કારણે લાખો લીટર પાણી ગટરોમાં વહી ગયું છે. સ્થાનિક નાગરિકોમાં આ દ્રશ્યો જોઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને વહેલી તકે આ એરવાલ્વનું સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.આ પણ વાંચો - Kutchના ટપ્પર ગામમાં LCBનો મેગા દરોડો: વાડીમાં ચાલતા દારૂના 'કટિંગ' પર ત્રાટકી પોલીસ

Read Full Story arrow_forward
Vikram 1 Rocket : દેશના પ્રથમ પ્રાઈવેટ રોકેટનું સ્ટેજ-2 ઈન્ટીગ્રેશનનું કામ પૂર્ણ, ઉડાન માટે છે તૈયાર, જાણો તેની ખાસિયતો
calendar_today June 13, 2026

Vikram 1 Rocket : દેશના પ્રથમ પ્રાઈવેટ રોકેટનું સ્ટેજ-2 ઈન્ટીગ્રેશનનું કામ પૂર્ણ, ઉડાન માટે છે તૈયાર, જાણો તેની ખાસિયતો

ભારત માટે અંતરિક્ષ ક્ષેત્રમાં એક વધુ મોટી સિદ્ધિ નજીક આવી રહી છે. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલ પ્રાઈવેટ રોકેટ 'વિક્રમ-1' હવે અંતરિક્ષમાં ઉડાન ભરવા માટે તૈયાર થઈ રહ્યું છે. કંપનીએ રોકેટની નવી તસવીર પણ જાહેર કરી છે, જે દર્શાવે છે કે લોન્ચિંગની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે.શ્રીહરિકોટામાં પૂર્ણ થયું સ્ટેજ-2નું ઈન્ટિગ્રેશન આંધ્ર પ્રદેશના સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતે વિકસાવવામાં આવી રહેલા વિક્રમ-1 રોકેટના બીજા તબક્કા (સ્ટેજ-2)નું ઈન્ટિગ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ તબક્કાને 'કલામ-250' નામ આપવામાં આવ્યું છે. હવે બાકીના તબક્કાઓનું કામ પૂર્ણ થયા બાદ રોકેટને લોન્ચિંગ માટે આગળ વધારવામાં આવશે. વિક્રમ-1 રોકેટની શું છે ખાસિયતો? વિક્રમ-1 સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવેલ આધુનિક અને હળવા વજનનું રોકેટ છે. તેની રચનામાં કાર્બન કોમ્પોઝિટ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને સ્ટીલ કરતાં વધુ મજબૂત અને હળવું બનાવે છે. રોકેટમાં સોલિડ ફ્યૂલ ઈંધણ તરીકે વપરાય છે. બળતણ સળગતી વખતે ઉત્પન્ન થતી અત્યંત ગરમીથી સુરક્ષા માટે તેમાં ખાસ રબર આધારિત થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત, રોકેટમાં અદ્યતન માર્ગદર્શન અને નેવિગેશન ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેને પવનના દબાણ અને ગુરુત્વાકર્ષણ જેવી પરિસ્થિતિઓ વચ્ચે પણ યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદ કરે છે. રોકેટમાં કમ્પ્યુટર નિયંત્રિત રોબોટિક સિસ્ટમ્સ લગાવવામાં આવી છે, જે ઉડાન દરમિયાન નોઝલની દિશા સતત નિયંત્રિત રાખે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉડાન દરમિયાન જે ભાગોની જરૂરિયાત રહેતી નથી, તે આપમેળે અલગ થઈ જાય છે, જેના કારણે રોકેટની કાર્યક્ષમતા વધે છે. ભારત માટે બનશે મોટી સિદ્ધિ લગભગ 24 મીટર ઊંચાઈ ધરાવતું વિક્રમ-1 રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં 350 કિલોગ્રામ સુધીના નાના ઉપગ્રહો (સેટેલાઇટ્સ) પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. વિક્રમ-1નું સફળ લોન્ચિંગ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ સાબિત થશે. આ સાથે ભારત એવા પસંદગીના દેશોમાં સ્થાન મેળવશે, જ્યાં ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસાવવામાં આવેલ અને સંચાલિત સ્પેસ લોન્ચ વાહન અંતરિક્ષમાં સફળતાપૂર્વક કાર્યરત હશે. ભારતનું ખાનગી અંતરિક્ષ ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને વિક્રમ-1નું લોન્ચિંગ દેશની સ્પેસ ટેક્નોલોજી અને આત્મનિર્ભરતાને નવી ઊંચાઈએ પહોંચાડશે. આ પણ વાંચો : New Army Chief : લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂને કમાન સંભાળશે

Read Full Story arrow_forward
RBIએ આ બેન્ક પર લગાવ્યો 6 મહિનાનો પ્રતિબંધ, શું તમારૂ પણ બેન્કમાં છે એકાઉન્ટ?
calendar_today June 13, 2026

RBIએ આ બેન્ક પર લગાવ્યો 6 મહિનાનો પ્રતિબંધ, શું તમારૂ પણ બેન્કમાં છે એકાઉન્ટ?

RBIએ વધુ એક બેન્ક પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને RBIએ મોઘાવીરા કો-ઓપરેટિવ બેન્ક પર આગામી 6 મહિના માટે વિવિધ નિયંત્રણો લાગુ કર્યા છે. આ નિર્ણયથી બેન્કના ગ્રાહકો અને કામગીરી બંને પર સીધી અસર પડશે.માત્ર રૂપિયા 1 લાખ સુધીની જ રકમ ઉપાડી શકાશે RBIના આદેશ મુજબ હવે બેન્કના બચત ખાતા, ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ ખાતામાંથી ગ્રાહકો વધુમાં વધુ ₹1 લાખ સુધીની જ રકમ ઉપાડી શકશે. તેનાથી વધુ ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે ગ્રાહકો લોનની EMI અને અન્ય બાકી ચુકવણીઓ જમા કરાવી શકશે. બેન્કની હાલની લિક્વિડિટી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મર્યાદા નક્કી કરવામાં આવી છે. બેંક આ કામગીરી કરી શકશે નહીં? કોઈ નવી લોન આપી શકશે નહીં. હાલની લોનનું રિન્યુઅલ અથવા એડવાન્સ ચુકવણી કરી શકશે નહીં. કોઈપણ પ્રકારનું નવું રોકાણ કરી શકશે નહીં. નવી ડિપોઝિટ સ્વીકારી શકશે નહીં. કોઈપણ પ્રકારનું ઉધાર લઈ શકશે નહીં. નવી નાણાકીય જવાબદારીઓ સ્વીકારી શકશે નહીં. RBIએ કેમ લીધો નિર્ણય? આ પ્રતિબંધો શુક્રવારના વ્યવસાય સમાપ્ત થયા બાદથી અમલમાં આવ્યા છે અને આગામી છ મહિના સુધી લાગુ રહેશે. જરૂર મુજબ RBI તેની સમીક્ષા પણ કરી શકે છે. RBIએ જણાવ્યું કે બેન્ક પર વધતા નાણાકીય દબાણ અને જમાકર્તાઓના હિતોની સુરક્ષા માટે પૂરતા પ્રયાસો ન થતાં આ પગલું ભરવું જરૂરી બન્યું હતું. કેન્દ્રીય બેન્ક સતત બેન્કના બોર્ડ અને વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે સંપર્કમાં રહી તેની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે. શું બેન્કનું લાઇસન્સ રદ થઈ શકે? RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધોને બેન્કનું લાઈસન્સ રદ કરવાના નિર્ણય તરીકે જોવું નહીં. બેન્ક પોતાની નાણાકીય સ્થિતિ સુધારવાના પ્રયાસો સાથે મર્યાદિત શરતો હેઠળ બેંકિંગ કામગીરી ચાલુ રાખી શકશે. RBIના જણાવ્યા અનુસાર પાત્ર જમાકર્તાઓ DICGC હેઠળ તેમની જમા રકમ પર ₹5 લાખ સુધીના ડિપોઝિટ ઈન્શ્યોરન્સ ક્લેમ મેળવવા માટે હકદાર રહેશે. જમાકર્તાઓ વધુ માહિતી માટે સીધા બેન્કના અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. RBIએ જણાવ્યું છે કે તે બેન્કની સ્થિતિ પર સતત નજર રાખશે અને જમાકર્તાઓના હિતમાં જરૂરી પગલાં લેતું રહેશે. આ પણ વાંચો : SpaceX નો IPO 4400 કર્મચારીઓને બનાવશે કરોડપતિ, આ રીતે તૂટશે રેકોર્ડ

Read Full Story arrow_forward