android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal Politics: અભિષેક બેનર્જીને પહેલા કહ્યો અહંકારી અને હવે દીકરા જેવા.. કલ્યાણ બેનર્જીના સૂર બદલાયા
calendar_today June 13, 2026

West Bengal Politics: અભિષેક બેનર્જીને પહેલા કહ્યો અહંકારી અને હવે દીકરા જેવા.. કલ્યાણ બેનર્જીના સૂર બદલાયા

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી, જેઓ થોડા દિવસો પહેલા સુધી પક્ષના વડા મમતા બેનર્જીને ખુલ્લું અલ્ટીમેટમ આપી રહ્યા હતા, તેમના તેવર હવે અચાનક નરમ પડ્યા છે. પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર આકરા પ્રહારો કર્યા બાદ, હવે કલ્યાણ બેનર્જીએ સમાધાનકારી વલણ અપનાવ્યું છે. તેમણે અભિષેક બેનર્જીને પોતાના પુત્ર સમાન ગણાવ્યા છે અને કહ્યું છે કે પુત્રની ભૂલોને માફ કરવી એ પિતાની ફરજ છે.અભિષેક તો મારા દીકરા જેવા- કલ્યાણ બેનર્જી TMC પક્ષની અંદર ચાલી રહેલા આંતરિક વિખવાદના સમાચારો વચ્ચે, શનિવારે સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરતા કલ્યાણ બેનર્જીએ જણાવ્યું હતું કે, તે (અભિષેક) મારા દીકરા જેવો છે. દીકરાની તમામ ભૂલોને માફ કરવી એ પિતાનું કામ છે.કલ્યાણ બેનર્જીનું આ નવું નિવેદન ચાલુ સપ્તાહની શરૂઆતમાં તેમણે કરેલી ટિપ્પણીઓથી તદ્દન વિપરીત છે. અગાઉ તેમણે અભિષેક બેનર્જી પર ભારે અહંકારી હોવાનો આરોપ લગાવ્યો હતો અને પક્ષની વર્તમાન નબળી સ્થિતિ માટે તેમને જ જવાબદાર ઠેરવ્યા હતા.પહેલા અભિષેક બેનર્જીને કહ્યો અહંકારીતેમણે અગાઉ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "તે ખૂબ જ અહંકારી વ્યક્તિ છે. એ સમજવું પડશે કે અભિષેક બેનર્જીના કારણે જ આજે પાર્ટી બરબાદ થઈ ગઈ છે અને આપણે ઘણું ગુમાવ્યું છે. પક્ષમાં દરેક વ્યક્તિ આ જ વાત કહી રહી છે." કલ્યાણ બેનર્જીએ મમતા બેનર્જીને સ્પષ્ટ અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, "અમારી અથવા અભિષેકમાંથી કોઈ એકની પસંદગી કરો." તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે જો મમતા બેનર્જી તેમના ભત્રીજાનો સાથ આપશે, તો તેઓ કોઈ અન્ય આકરો નિર્ણય લેવા મજબૂર થશે. જો કે, શનિવારના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમના વલણમાં મોટો નરમાશ આવ્યો છે.પશ્ચિમ બંગાળની લોકશાહી પર ચિંતાઆ દરમિયાન કલ્યાણ બેનર્જીએ પશ્ચિમ બંગાળની વર્તમાન રાજકીય સ્થિતિ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં લોકશાહી જોખમમાં છે. પશ્ચિમ બંગાળમાં ક્યારેય એવી સ્થિતિ નહોતી જ્યાં વિપક્ષને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવ્યો હોય. તેમણે મુખ્યમંત્રી પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા આ સ્થિતિને લોકશાહી માટે મોટો ખતરો ગણાવ્યો હતો.કોંગ્રેસ સાથે વિલયની અટકળો ફગાવીબાગી સાંસદોના જૂથ દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો સંપર્ક કરવાની ચાલી રહેલી અટકળો પર પણ કલ્યાણ બેનર્જીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે  તેમને જે કરવું હોય તે કરવા દો, આખરે તેમણે ભાજપના શરણે જ જવું પડશે. આ બધી માત્ર ચાલબાજી છે. તેઓ પોતાના મતવિસ્તારના વિકાસનું બહાનું ધરે છે, પરંતુ જે લોકો પોતાના વિસ્તારની મુલાકાત પણ નથી લેતા, તેઓ શું કામ કરવાના? ભાજપ અને પોલીસ આપણને હેરાન કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં કોઈ વિપક્ષે ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કર્યો નથી.તેમણે ભાજપમાં જોડાનારા સાંસદો અંગે દાવો કર્યો કે ભાજપ પણ આ 19 સાંસદોને સ્વીકારશે નહીં. આ સાથે જ તેમણે TMC અને કોંગ્રેસ વચ્ચેના સંભવિત વિલય (Merger)ની અટકળોને સદંતર ફગાવી દેતા સ્પષ્ટ કર્યું હતું કે, અમે કોંગ્રેસ સાથે કોઈ વિલય કરી રહ્યા નથી.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ? 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:  ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, 'અલ-નીનો' અને અરબી સમુદ્રની સુસ્તીથી સિસ્ટમ નબળી પડી
calendar_today June 13, 2026

Gujarat Latest News Live: ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, 'અલ-નીનો' અને અરબી સમુદ્રની સુસ્તીથી સિસ્ટમ નબળી પડી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Kutchના ટપ્પર ગામમાં LCBનો મેગા દરોડો: વાડીમાં ચાલતા દારૂના 'કટિંગ' પર ત્રાટકી પોલીસ
calendar_today June 13, 2026

Kutchના ટપ્પર ગામમાં LCBનો મેગા દરોડો: વાડીમાં ચાલતા દારૂના 'કટિંગ' પર ત્રાટકી પોલીસ

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે એક બહુ મોટી અને સફળ કામગીરી પાર પાડી છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકા હેઠળ આવતા ટપ્પર ગામની સીમમાં આવેલી એક વાડીમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે આયોજનબદ્ધ દરોડો પાડ્યો હતો. આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે વાડી પરિસરમાંથી ગેરકાયદેસર રીતે છુપાવીને રાખવામાં આવેલો ઇંગ્લિશ દારૂ અને બિયરનો આશરે રૂ.1 કરોડની કિંમતનો તોતિંગ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ દરોડાને પગલે સરહદી જિલ્લામાં બુટલેગરો અને નશાના કારોબારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.કટિંગના સમયે જ પોલીસ ત્રાટકી, 1277 પેટી દારૂ જપ્તપૂર્વ કચ્છ LCBની ટીમને ચોક્કસ ખતમી મળી હતી કે ટપ્પર ગામ પાસે આવેલી એક ખાનગી વાડીમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તેનું અન્ય નાના વાહનોમાં વિતરણ એટલે કે 'કટિંગ' કરવાની તૈયારીઓ ચાલી રહી છે. બાતમી હકીકતના આધારે પોલીસ કાફલાએ મોડી રાત્રે જ વાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી અને કટિંગના સમયે જ ત્રાટકીને રંગેહાથ દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસને અલગ-અલગ બ્રાન્ડના ઇંગ્લિશ દારૂ અને બિયરની કુલ 1277 પેટીઓનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો, જેને કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો છે.બુટલેગરોના નેટવર્કને તોડવા પોલીસની કવાયતપોલીસે કરોડો રૂપિયાના દારૂ-બિયરના જથ્થા સાથે વાડીમાંથી અન્ય કિંમતી મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી વાયા રાજસ્થાન થઈને કચ્છના આંતરિક વિસ્તારોમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે આ મામલે ગુનો નોંધીને વાડીના માલિક તેમજ દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર મુખ્ય બુટલેગરો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડાથી સ્થાનિક સ્તરે ચાલતા મોટા ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરી સંભાવના સેવાઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward