android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
IAF Plane Crash: આસામના જોરહાટમાં  ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ, 5 જવાન શહીદ
calendar_today June 13, 2026

IAF Plane Crash: આસામના જોરહાટમાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ, 5 જવાન શહીદ

આ દુર્ઘટનામાં પાઇલટ સહિત 5 જવાનોશહીદ થયા છે. મૃતકોમાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સારજન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીર વાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીર વાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક કો-પાઇલટ ઘાયલ થયા છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. દુર્ઘટનાના કારણોની તપાસ માટે વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. આસામના જોરહાટ જિલ્લામાં શનિવારે (13 જૂન, 2026) ભારતીય વાયુસેનાનું એક પરિવહન વિમાન લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં વાયુસેનાના પાંચ જવાનોએ શહાદત વ્હોરી હતી. ભારતીય વાયુસેનાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.વાયુસેનાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યાઆ ઘટના ત્યારે બની જ્યારે 43 સ્ક્વોડ્રનનું AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ રૌરિયા વિસ્તારમાં આવેલા વાયુસેના સ્ટેશન પર લેન્ડ થઈ રહ્યું હતું. વિમાનમાં સામાન ભરેલો હતો. આ દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિમાન ક્રેશ થયા બાદ બે ભાગમાં તૂટી જતું અને ત્યારબાદ તેમાં આગ લાગી હોવાનું જોવા મળે છે.ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સારજન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીર ખેમારામ કુમાવત અને અગ્નિવીર દાનિશ આલમે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. વાયુસેનાએ કહ્યું કે દુઃખની આ ઘડીએ તે શહીદ જવાનોના પરિવારોની સાથે મજબૂતાઈથી ઉભી છે.રાજનાથ સિંહે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યોરક્ષામંત્રી રાજનાથ સિંહે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે જોરહાટમાં થયેલી AN-32 દુર્ઘટનામાં પાંચ એર વોરિયર્સના નિધનથી તેમને ઊંડું દુઃખ થયું છે. દેશ આ કપરા સમયમાં તેમના પરિવારજનોની સાથે છે.દુર્ઘટનામાં કો-પાયલટનો જીવ બચ્યોભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કો-પાયલટનો જીવ બચી ગયો છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાના કારણોની તપાસ માટે વાયુસેનાએ તપાસ સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે.

Read Full Story arrow_forward
DRDOએ બતાવી ભારતની આધુનિક સંરક્ષણ તાકાત, બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ અને એન્ટી-શિપ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ
calendar_today June 13, 2026

DRDOએ બતાવી ભારતની આધુનિક સંરક્ષણ તાકાત, બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ અને એન્ટી-શિપ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

ભારતના DRDOએ દેશની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓનું સફળ પ્રદર્શન કર્યું છે. 10 અને 11 જૂન, 2026 દરમિયાન સતત ત્રણ સફળ ફ્લાઈટ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા, જેમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલોથી સુરક્ષા તેમજ મધ્યમ અંતરની એન્ટી-શિપ ક્ષમતાનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું. DRDOના જણાવ્યા મુજબ ભારતની મલ્ટી-લેયર્ડ બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. પરીક્ષણ દરમિયાન ઈન્ટરસેપ્ટર મિસાઈલોએ પોતાના નિર્ધારિત લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કર્યા હતા. નવી અને અદ્યતન ટેક્નોલોજી સાથે વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ ભવિષ્યમાં ઊભા થઈ શકતા મિસાઈલ ખતરાઓનો સામનો કરવા માટે સક્ષમ છે. આ સફળ પરીક્ષણો બાદ ભારત હવે એવા પસંદગીના દેશોમાં સામેલ થયું છે, જેમની પાસે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) સ્તરના ખતરાઓને રોકવાની ક્ષમતા ઉપલબ્ધ છે. શું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે? આ ઉપરાંત DRDOએ નેવલ એન્ટી-શિપ મિસાઈલ – મિડિયમ રેન્જ (NASM-MR)નું પ્રથમ ફ્લાઈટ ટેસ્ટ પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ મિસાઈલ દરિયામાં દુશ્મનના યુદ્ધજહાજો અને અન્ય નૌકાદળના લક્ષ્યોને ચોક્કસ રીતે નિશાન બનાવવામાં સક્ષમ માનવામાં આવે છે. આ તમામ પરીક્ષણો DRDO અને ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યા હતા. રાજનાથ સિંહે DRDOને આ મહત્વપૂર્ણ સિદ્ધિઓ માટે અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે આ ઉપલબ્ધિઓ ભારતની રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતા અને ટેક્નોલોજીકલ શક્તિને વધુ મજબૂત બનાવશે. દરિયાઈ સુરક્ષામાં નોંધપાત્ર મજબૂતી મળશે રક્ષા સંશોધન અને વિકાસ વિભાગના સચિવ તેમજ DRDOના અધ્યક્ષે પણ પરીક્ષણોની નજીકથી દેખરેખ રાખી હતી. તેમણે DRDOના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ જગતના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી. આ સફળ પરીક્ષણોથી ભારતની વ્યૂહાત્મક રક્ષા ક્ષમતા અને દરિયાઈ સુરક્ષા બંનેને નોંધપાત્ર મજબૂતી મળશે. NASM-MRના પ્રથમ ઉડાન પરીક્ષણ દ્વારા મધ્યમ અંતરની એન્ટી-શિપ રક્ષણ ક્ષમતાનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. DRDO દ્વારા આ મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓના સફળ વિકાસ અને પરીક્ષણ માટે દેશભરમાંથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો : Air Force Aircraft Crash: 22 વખત ક્રેશ છતાં AN-32 વાયુસેના માટે કેમ ખાસ? જાણો કિંમત

Read Full Story arrow_forward
Ram Mandir Donation Row: SIT તપાસ કરવામાં આવે, દાન ચોરી અંગે ટ્રસ્ટે CM યોગી પાસે કરી માગ
calendar_today June 13, 2026

Ram Mandir Donation Row: SIT તપાસ કરવામાં આવે, દાન ચોરી અંગે ટ્રસ્ટે CM યોગી પાસે કરી માગ

અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં આવેલા દાનની ચોરી મામલે સવાલો ઉઠતા હવે મંદિર ટ્રસ્તે SIT તપાસની માગ કરી છે.  સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી સહિત વિપક્ષી નેતાઓએ દાનપેટીઓની ગણતરી અને પ્રસાદની ગણતરીમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે. મંદિરમાંથી કરોડો રૂપિયાના ગેરરીતિના આરોપો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે મંદિર ટ્રસ્ટે સીએમ યોગી પાસે SIT તપાસની માગ કરી છે. દાનમાં આપેલા પૈસાની કથિત ચોરીનો આરોપ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં ભક્તો દ્વારા દાનમાં આપેલા પૈસાની કથિત ચોરી અંગે એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. આ વિવાદ એટલો ઝડપથી વકર્યો કે રામ મંદિર ટ્રસ્ટ પોતે જ દખલગીરી કરી ચૂક્યું છે. ટ્રસ્ટે સીધા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરી છે કે સમગ્ર મામલાની તપાસ ખાસ તપાસ ટીમ (SIT) દ્વારા કરવામાં આવે.ટ્રસ્ટે કરી સીએમ યોગીને વિનંતીરામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા દાન કરાયેલા પૈસા દાન પેટીઓમાં જમા કરવામાં આવે છે. આ પેટીઓમાંથી પૈસા ચોરાઈ રહ્યા હોવાના આરોપો સામે આવ્યા છે. આ કથિત ચોરી અંગે વિવિધ અફવાઓ ફેલાવા લાગી, જેમાં લોકોએ વિરોધાભાસી હિસાબો આપ્યા. આ અફવાઓએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી અને લોકોમાં મૂંઝવણ ઊભી કરી. આ કારણોસર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ - રામ મંદિરની દેખરેખ રાખતી સરકાર દ્વારા નિયુક્ત સંસ્થા - એ નિર્ણય લીધો કે હવે ચૂપ રહેવું કોઈ વિકલ્પ નથી. ટ્રસ્ટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સીધી વિનંતી કરી.ટ્રસ્ટે મુખ્યમંત્રી યોગીને શું વિનંતી કરી?ટ્રસ્ટે મુખ્યમંત્રી યોગીને ત્રણ ચોક્કસ વિનંતીઓ કરી છે. પહેલી એ છે કે સમગ્ર મામલાની તપાસ SIT (ખાસ તપાસ ટીમ) દ્વારા કરવામાં આવે. SIT એ એક વિશિષ્ટ તપાસ એકમ છે જેને બાહ્ય દબાણથી મુક્ત, મુખ્ય કેસોની ઊંડાણપૂર્વક તપાસ કરવાનું કામ સોંપવામાં આવે છે.

Read Full Story arrow_forward