android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
New Army Chief : લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂને કમાન સંભાળશે
calendar_today June 13, 2026

New Army Chief : લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂને કમાન સંભાળશે

ભારતીય સેનાના નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને ભારતીય સેનાના આગામી આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. સંરક્ષણ ક્ષેત્રમાં લાંબો અને સમૃદ્ધ અનુભવ ધરાવતા લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 30 જૂન, 2026થી નવા આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળશે. કયા સુધી ચાલશે તેમનો કાર્યકાળ? રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, રાષ્ટ્રપતિએ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની ભારતીય સેનાના આગામી વડા તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ જનરલના સ્થાયી દરજ્જા સાથે 30 જૂન, 2026ના રોજ વર્તમાન આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદ્રીનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ 31 ઓગસ્ટ, 2028 સુધી રહેશે. હાલના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 30 જૂન, 2024ના રોજ પદભાર સંભાળ્યો હતો. નિયમો અનુસાર આર્મી ચીફનો કાર્યકાળ ત્રણ વર્ષ અથવા 62 વર્ષની ઉંમર સુધી, જેમાંથી જે પહેલું પૂર્ણ થાય ત્યાં સુધીનો હોય છે. કોણ છે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ? ધીરજ શેઠ પુણે સ્થિત નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી છે. ડિસેમ્બર 1986માં તેમને આર્મર્ડ કોર્પ્સમાં કમિશન મળ્યું હતું. તેમણે રણપ્રદેશમાં આર્મર્ડ રેજિમેન્ટ, વિકસિત વિસ્તારોમાં આર્મર્ડ બ્રિગેડ તેમજ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી દળનું સફળ નેતૃત્વ કર્યું છે. લેફ્ટનન્ટ જનરલ તરીકે બઢતી મળ્યા બાદ તેમણે સુદર્શન ચક્ર કોર્પ્સની કમાન સંભાળી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી ક્ષેત્રના જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે, જ્યાં તેમણે અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કામગીરીઓનું નેતૃત્વ કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર મિશનનો પણ અનુભવ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે અર્ધ-વિકસિત વિસ્તારોમાં ઈન્ફેન્ટ્રી બટાલિયનનું નેતૃત્વ કર્યું છે અને UNના દક્ષિણ સુદાન મિશનમાં પણ સેવા આપી છે. તેમણે સ્ટ્રાઈક કોર્પ્સમાં ઈન્ફેન્ટ્રી બ્રિગેડ, કાઉન્ટર ઇન્સર્જન્સી ફોર્સ અને નોર્ધર્ન કમાન્ડમાં પિવટ કોર્પ્સનું પણ નેતૃત્વ કર્યું છે. તેમના સૈન્ય અનુભવમાં ઓપરેશન પાવનમાં ભાગીદારી, ઈથિઓપિયામાં યુએન મિશનમાં સૈન્ય નિરીક્ષક તરીકે સેવા તેમજ નિયંત્રણ રેખા (LoC), ઉત્તર-પૂર્વીય વિસ્તારો અને ઊંચાઈવાળા સરહદી વિસ્તારોમાં અનેક મહત્વપૂર્ણ કામગીરીઓનો સમાવેશ થાય છે. સેનાને મળશે અનુભવી નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની નિમણૂકને ભારતીય સેનાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમના વિશાળ કામગીરી અનુભવ અને નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં લેતા તેઓ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પણ વાંચો : DRDOએ બતાવી ભારતની આધુનિક સંરક્ષણ તાકાત, બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ અને એન્ટી-શિપ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:  લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ
calendar_today June 13, 2026

Gujarat Latest News Live: લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara: એરક્રાફ્ટની વૈશ્વિક અછતના કારણે સંસ્કારી નગરીના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પ્રોજેક્ટમાં વિલંબ
calendar_today June 13, 2026

Vadodara: એરક્રાફ્ટની વૈશ્વિક અછતના કારણે સંસ્કારી નગરીના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પ્રોજેક્ટમાં વિલંબ

વડોદરા એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા અને અદ્યતન ટર્મિનલ બિલ્ડિંગને જોતાં તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે નોટિફાઇડ કરવામાં આવ્યું હતું. વડોદરા, આણંદ, નડીઆદ અને ભરૂચ સહિતના મધ્ય ગુજરાતના હજારો એનઆરઆઈ (NRI) પરિવારો યુકે, યુએસએ અને ગલ્ફ દેશોમાં વસે છે. આ પરિવારો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે વડોદરાથી સીધી દુબઈ, શારજાહ કે બેંગકોકની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવે. જોકે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, વિદેશી ઉડાનની આ રાહ હજુ વધુ લાંબી ચાલી શકે તેમ છે.ગયા વર્ષે માત્ર 4 વિમાનો આવ્યા, એરક્રાફ્ટની વૈશ્વિક તંગી નડીગ્રાઉન્ડ ઓડિટ દરમિયાન સામે આવ્યું છે કે વર્ષ 2025માં વડોદરા એરપોર્ટ પર માત્ર 4 આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ઓપરેટ થયા હતા, જે નિયમિત કોમર્શિયલ ફ્લાઇટ્સ નહોતી. ફ્લાઇટ્સ શરૂ ન થવા પાછળ એરપોર્ટ પ્રશાસનની કોઈ ખામી નથી. વડોદરા એરપોર્ટના ડિરેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે, "ઇન્ટરનેશનલ ઓપરેશન માટે અમારો રનવે, કસ્ટમ્સ ચેકપોસ્ટ અને ઇમિગ્રેશન કાઉન્ટર્સ સંપૂર્ણ રીતે તૈયાર છે. સમસ્યા એ છે કે વૈશ્વિક સ્તરે એરલાઇન્સ કંપનીઓ પાસે વિમાનો અને એન્જિનોની અછત વર્તાઈ રહી છે. જેમ નવી એરલાઇન્સ કંપનીઓ ઓપરેશન માટે તૈયાર થશે, અમે ફ્લાઇટ્સ આવકારવા સજ્જ છીએ."સાંસદ હેમાંગ જોષી એક્શન મોડમાંવડોદરાના પ્રવાસીઓને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને વડોદરાના લોકપ્રિય સાંસદ હેમાંગ જોષી દ્વારા આ મામલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અને ખાનગી એરલાઇન્સ (જેવી કે ઇન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ) ના ઉચ્ચ અધિકારીઓ સાથે વાટાઘાટો ચલાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના બિઝનેસ હબ અને પ્રવાસનની દ્રષ્ટિએ વડોદરાથી કમસેકમ ગલ્ફ દેશો (દુબઈ/મસ્કત) ની ફ્લાઇટ વહેલી તકે શરૂ થાય તે માટે કાનૂની અને વ્યાપારી પાસાઓ પર ચર્ચાઓ યથાવત રાખવામાં આવી છે. જો બધું બરાબર રહ્યું તો આગામી વિન્ટર શિડ્યુલમાં વડોદરાને કોઈ સારા સમાચાર મળી શકે છે.આ પણ વાંચો: Junagadh: કુકસવાડામાં ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળનું સફળ રેસ્ક્યુ

Read Full Story arrow_forward