android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: નાજાયઝ સંબંધોનો કરુણ અંજામ, પિતરાઈ ભાઈ સાથે પત્નીની આંખ મળી જતાં કાંટો કાઢી નાખવા રચાયું ષડયંત્ર
calendar_today June 13, 2026

Surat: નાજાયઝ સંબંધોનો કરુણ અંજામ, પિતરાઈ ભાઈ સાથે પત્નીની આંખ મળી જતાં કાંટો કાઢી નાખવા રચાયું ષડયંત્ર

સુરતના પુણા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત લેક ગાર્ડન નજીક ગત ગુરુવારે સાંજના સમયે એક યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ભરેલી બજારે અને જાહેર જનતાની હાજરી વચ્ચે તીક્ષ્ણ ચપ્પુના ઘા મારીને યુવકને મોતના ઘાટ ઉતારી દેવાયો હતો. ડાયમંડ નગરીમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા આ કેસની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ અને સ્ક્વોડની ટીમોને સોંપવામાં આવી હતી.ટેકનિકલ સર્વેલન્સથી ખૂલી પિતરાઈ ભાઈની કરતૂતક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ ઘટનામાં કોઈ બહારની ગેંગ નહીં પરંતુ મૃતકનો પોતાનો પિતરાઈ ભાઈ જ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું હતું. હકીકતમાં, મૃતક યુવકની પત્નીને તેના જ સગા પિતરાઈ ભાઈ સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ અને અનૈતિક સંબંધો બંધાયા હતા. આ ગેરકાયદેસર સંબંધોની જાણ મૃતક પતિને થઈ જતાં ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પોતાનો આડો સંબંધ યથાવત રાખવા અને પતિને રસ્તામાંથી હટાવવા માટે પિતરાઈ ભાઈએ પોતાના અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને હત્યાનો માસ્ટર પ્લાન ઘડ્યો હતો.ગાર્ડન પાસે જાળ બિછાવી પતાવી દીધોષડયંત્ર મુજબ, ગુરુવારે જ્યારે યુવક પુણા લેક ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચારેય આરોપીઓએ તેને રસ્તામાં આંતર્યો હતો. કશું સમજે તે પહેલાં જ પિતરાઈ ભાઈ અને તેના સાગરીતોએ યુવક પર ચપ્પુ વડે હિંસક હુમલો કરી દીધો હતો અને પેટ તેમજ છાતીના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં યુવક જમીન પર ઢળી પડતા ચારેય નરાધમો બાઇક પર ફરાર થઈ ગયા હતા. સારવાર મળે તે પહેલા જ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ ધ ક્લોક ઓપરેશન ચલાવીને અલગ અલગ ટીમો બનાવી ભાગવાની ફિરાકમાં રહેલા ચારેય આરોપીઓને સુરત સરહદેથી કોર્ડન કરીને દબોચી લીધા છે. પોલીસે હત્યામાં વપરાયેલું તીક્ષ્ણ ચપ્પુ અને વાહન પણ જપ્ત કર્યું છે અને તમામ વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધી આગળની કસ્ટડી મેળવવાની તજવીજ શરૂ કરી છે.આ પણ વાંચો: Vadodara: ફતેપુરા ફાયરિંગ કેસના 24 કલાકમાં 4 હિસ્ટ્રીશીટરો જેલભેગા, 2 પિસ્તોલ, કારતુસ અને 5 તલવારો જપ્ત

Read Full Story arrow_forward
Ahmedabad : સીમ સ્વેપિંગ કરીને ગઠિયાઓએ બેંક ખાતામાંથી 83 લાખ ગાયબ કર્યા, સાયબર ક્રાઈમ બ્રાન્ચે શરુ કરી તપાસ
calendar_today June 13, 2026

Ahmedabad : સીમ સ્વેપિંગ કરીને ગઠિયાઓએ બેંક ખાતામાંથી 83 લાખ ગાયબ કર્યા, સાયબર ક્રાઈમ બ્રાન્ચે શરુ કરી તપાસ

અમદાવાદમાં ઓનલાઇન છેતરપિંડીનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર ગુનેગારોએ ડિજિટલ યુગમાં ચોરીનો નવો નુસખો અપનાવીને એક નાગરિકના બેંક ખાતામાંથી અધધ.. 83 લાખની ઉઠાંતરી કરી લીધી છે. ગઠિયાઓએ ખૂબ જ શાતિરતાથી 'સીમ સ્વેપિંગ' ટેકનિકનો ઉપયોગ કરીને આ આખી ઘટનાને અંજામ આપ્યો છે, જેના કારણે સાયબર ક્રાઈમની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.બેંક એકાઉન્ટનો એક્સેસ મેળવી લીધુ મળતી માહિતી મુજબ, ભોગ બનનાર ફરિયાદીના મોબાઈલનું સીમ કાર્ડ ક્લોન અથવા સ્વેપ કરીને હેકર્સે તેમના બેંક એકાઉન્ટનો એક્સેસ મેળવી લીધું હતું. ત્યારબાદ ઓટીપી મેળવીને અલગ-અલગ 16 થી 19 જેટલા ટ્રાન્ઝેક્શન દ્વારા મિનિટોમાં જ 83 લાખ પોતાના મળતિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ફરિયાદીને જ્યારે પોતાના ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થઈ, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક આ ચકચારી ઘટના અંગે ભોગ બનનારે તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સના આધારે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ નાણાં કયા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે અને આ મની લોન્ડરિંગ નેટવર્ક પાછળ કઈ ગેંગ સક્રિય છે. યુઝરના ફોનનું ડુપ્લિકેટ સીમ કાર્ડ એક્ટિવેટ કરાવી લે છે નિષ્ણાતોના મતે, સીમ સ્વેપિંગ ફ્રોડમાં ગુનેગારો યુઝરના ફોનનું ડુપ્લિકેટ સીમ કાર્ડ એક્ટિવેટ કરાવી લે છે, જેથી ઓરિજિનલ ફોનનું નેટવર્ક ગાયબ થઈ જાય છે અને તમામ બેંકિંગ ઓટીપી હેકર્સ પાસે પહોંચવા લાગે છે. સાયબર પોલીસે લોકોને અપીલ કરી છે કે જો અચાનક ફોનનું નેટવર્ક જતું રહે તો તરત જ ટેલિકોમ કંપની અને બેંકનો સંપર્ક કરવો જોઈએ.આ પણ વાંચો----     Gujarat Latest News Live: કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય, જયશંકરે અમેરિકાને ખખડાવ્યું

Read Full Story arrow_forward
Ahmedabad : સ્વચ્છતા અભિયાન કે માત્ર ફોટો સેશન? સાબરમતી રિવરફ્રન્ટ પર ગંદકી અને અસહ્ય દુર્ગંધથી અમદાવાદીઓ ત્રાહિમામ
calendar_today June 13, 2026

Ahmedabad : સ્વચ્છતા અભિયાન કે માત્ર ફોટો સેશન? સાબરમતી રિવરફ્રન્ટ પર ગંદકી અને અસહ્ય દુર્ગંધથી અમદાવાદીઓ ત્રાહિમામ

એક તરફ અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટને દેશના સૌથી સુંદર અને સ્વચ્છ જાહેર સ્થળોમાં સ્થાન અપાવવાના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ વાસ્તવિકતા કંઈક જુદી જ વાર્તા કહી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાન વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર ગંદકીનું સામ્રાજ્ય અને લીલ જામી જતાં તંત્રના તમામ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. તંત્રની આ બેફિકરાઈના કારણે કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાના આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે.પાણીમાંથી આવતી અસહ્ય દુર્ગંધ અમદાવાદનું ગૌરવ અને સ્માર્ટ સિટીના વિકાસ મોડેલ તરીકે રજૂ કરવામાં આવતા આ પ્રોજેક્ટના પાણી પર આજે લીલની જાડી પરત જોવા મળી રહી છે. નદીના પાણીમાંથી આવતી અસહ્ય દુર્ગંધના કારણે અહીં સવાર-સાંજ આવતા મોર્નિંગ વોકર્સ અને પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે સ્થળે લોકો શુદ્ધ હવા અને સ્વાસ્થ્યના લાભ માટે આવે છે, ત્યાં જ હવે પ્રદૂષિત વાતાવરણને કારણે લોકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઊભું થયું છે. કોર્પોરેશનના આ માત્ર દેખાડા અને કાગળ પર ચાલતા અભિયાનો સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું સ્વચ્છતા અભિયાન માત્ર ફોટો સેશન સુધી જ સીમિત સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે રિવરફ્રન્ટની ગ્રાઉન્ડ રિયાલિટી જાણી, ત્યારે લોકોએ ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા કે શું સ્વચ્છતા અભિયાન માત્ર કેમેરા અને સોશિયલ મીડિયાના ફોટો સેશન સુધી જ સીમિત છે? દર વર્ષે સફાઈ, ગાર્ડન મેન્ટેનન્સ અને નદીની જાળવણી પાછળ જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે, છતાં રિવરફ્રન્ટની સુંદરતા પર ગંદકીનું ગ્રહણ કેમ લાગ્યું છે?  પરિણામલક્ષી કામગીરીની માગ રિવરફ્રન્ટ એ માત્ર પ્રવાસન સ્થળ નથી પણ ગુજરાતની બ્રાન્ડ ઈમેજ છે. જો શહેરની સૌથી પ્રતિષ્ઠિત જગ્યાની આ સ્થિતિ હોય, તો સામાન્ય વિસ્તારોની હાલત કેવી હશે તે મોટો સવાલ છે. અમદાવાદીઓ હવે તંત્ર પાસે પોકળ જાહેરાતો નહીં, પરંતુ નક્કર અને પરિણામલક્ષી કામગીરીની માગ કરી રહ્યા છે.  આ પણ વાંચો----     Gujarat Latest News Live: કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય, જયશંકરે અમેરિકાને ખખડાવ્યું+

Read Full Story arrow_forward