android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખુલ્લી જીપમાં સવાર થઈને નવનિર્મિત 'સાંઢિયા પુલ' જનતા માટે ખુલ્લો મુકશે
calendar_today June 13, 2026

Rajkot : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખુલ્લી જીપમાં સવાર થઈને નવનિર્મિત 'સાંઢિયા પુલ' જનતા માટે ખુલ્લો મુકશે

રાજકોટવાસીઓ માટે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવતા એક સૌથી મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં લાંબા સમયથી પ્રતીક્ષિત એવા નવનિર્મિત સાંઢિયા પુલનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે હર્ષ સંઘવી ખુલ્લી જીપમાં સવાર થઈને બ્રિજનું નિરીક્ષણ કરશે અનને તેને જનતા માટે ખુલ્લો મુકશે. બ્રિજના લોકાર્પણને લઈને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાદા છતાં ભવ્ય સમારંભમાં રાજકોટ મનપા ના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઓવરબ્રિજનું નિર્માણ અંદાજે 74 કરોડના માતબર ખર્ચે કરવામાં આવ્યું આ આધુનિક ઓવરબ્રિજનું નિર્માણ અંદાજે 74 કરોડના માતબર ખર્ચે કરવામાં આવ્યું છે, જેને તૈયાર થવામાં 2 વર્ષનો સમય લાગ્યો છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ આ બ્રિજ ખૂબ જ મજબૂત અને અત્યાધુનિક છે. બ્રિજની કુલ પહોળાઈ 16.24 મીટર અને લંબાઈ 678 મીટર રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટના બાંધકામમાં 120 PSC ગડર અને સ્ટીલના 7 નંગ ગડરનો ઉપયોગ કરાયો છે. સમગ્ર બ્રિજ 21 પિલર (થાંભલા) પર મજબૂતાઈથી ઊભો કરવામાં આવ્યો છે. 360 મેટ્રિક ટન લોડ ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક કરાયું આ મેગા પ્રોજેક્ટના બાંધકામની વિગતો જોઈએ તો, તેમાં 3700 મેટ્રિક ટન ટોર સ્ટીલ, 25500 ઘન મીટર કોંક્રિટ અને 11000 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકતા પહેલાં સુરક્ષાના ભાગરૂપે તેનું 360 મેટ્રિક ટન લોડ ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ બ્રિજ રેલવે ટ્રેકથી 6.25 મીટરની ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે. ટ્રાફિક જામની સમસ્યા ભૂતકાળ બની જશે આ નવો સાંઢિયા પુલ શરૂ થવાથી રાજકોટના આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા ભૂતકાળ બની જશે અને દૈનિક અંદાજે 50,000 થી વધુ વાહનોની અવરજવર અત્યંત સરળ અને ઝડપી બનશે. આ પણ વાંચો----     Gujarat Latest News Live: કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય, જયશંકરે અમેરિકાને ખખડાવ્યું 

Read Full Story arrow_forward
Telangana: 'આતંકવાદના આકાઓ સુધી સિંધુ નદીનું પાણી નહીં પહોંચે' : રક્ષામંત્રી રાજનાથ સિંહ
calendar_today June 13, 2026

Telangana: 'આતંકવાદના આકાઓ સુધી સિંધુ નદીનું પાણી નહીં પહોંચે' : રક્ષામંત્રી રાજનાથ સિંહ

રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે પાકિસ્તાન દ્વારા આતંકવાદને મળતા સમર્થનની નિંદા કરતાં કહ્યું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ સુધી સિંધુ નદીનું પાણી પહોંચવા દેશે નહીં.તેલંગાણામાં BJP દ્વારા આયોજિત 'ઇન્ટેલેક્ચ્યુઅલ મીટ'ને સંબોધતા તેમણે જણાવ્યું કે, “ઓપરેશન સિંદૂર દ્વારા સરકારે સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે જે લોકો શાંતિ અને સૌહાર્દની ભાષા સમજતા નથી, તેમને તેમની જ ભાષામાં કેવી રીતે જવાબ આપવો.” દેશની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીંરાજનાથ સિંહે વધુમાં ભારપૂર્વક કહ્યું કે ભારત આતંકવાદ સામે કડક વલણ અપનાવી રહ્યું છે અને દેશની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.રાજનાથ સિંહે વિપક્ષ પર સાધ્યું નિશાન રક્ષામંત્રી રાજનાથ સિંહે 'ઓપરેશન સિંદૂર' અને ભારતીય સૈનિકોની બહાદુરી પર પ્રશ્ન ઉઠાવવા બદલ કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી નેતાઓની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જો ભારત સામે આતંકી હુમલા થશે, તો પાકિસ્તાનને અનાજ અને પાણીની સપ્લાય રોકી દેવામાં આવશે.આતંકવાદના આકાઓ સુધી સિંધુનું પાણી નહીં પહોંચેરાજનાથ સિંહે કહ્યું, “પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ અમે સિંધુ જળ સંધિને સ્થગિત કરતાં જણાવ્યું હતું કે જેમની આંખોના આંસુ સૂકાઈ ગયા છે, તેઓએ અમારી પાસેથી પાણીની આશા રાખવી જોઈએ નહીં. અમે સિંધુ નદીનું પાણી આતંકવાદના સંરક્ષકો અને માનવતાના દુશ્મનો સુધી પહોંચવા નહીં દઈએ.”ઓપરેશન સિંદૂર પર સવાલ ઉઠાવનારાઓ ચેતી જજો તેમણે વધુમાં કહ્યું કે ભારત આજે વિશ્વમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે અને મુશ્કેલીના સમયમાં અન્ય દેશોની મદદ કરવા માટે હંમેશા આગળ રહ્યું છે. કોવિડ-19 મહામારી દરમિયાન ભારતે અનેક દેશોને આપેલી સહાયતાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વ ભારતને “વિશ્વ બંધુ” તરીકે જુએ છે.રાજનાથ સિંહે ઉમેર્યું કે ભારતના દુશ્મનોએ એ વાત ભૂલવી ન જોઈએ કે દેશ પાસે માત્ર રસી (વૅક્સિન) જ નથી, પરંતુ શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલ પણ છે.

Read Full Story arrow_forward
Success Story: 23 વર્ષની ઉંમરે ચારુ પાંડેએ 19 સરકારી પરીક્ષાઓ પાસ કરી, આપ્યુ ઉત્કૃષ્ટ ઉદાહરણ
calendar_today June 13, 2026

Success Story: 23 વર્ષની ઉંમરે ચારુ પાંડેએ 19 સરકારી પરીક્ષાઓ પાસ કરી, આપ્યુ ઉત્કૃષ્ટ ઉદાહરણ

SSC, બેંકિંગ, રેલવે અને પોલીસ ભરતી સહિત કુલ 19 સરકારી પરીક્ષાઓ પાસ કરનાર ચારુ આજે લાખો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે. તેમની આ અસાધારણ સિદ્ધિને ધ્યાનમાં રાખીને સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરશે.છત્તીસગઢની દીકરીએ બનાવી રાષ્ટ્રીય ઓળખછત્તીસગઢના રાયપુર જિલ્લાના તિલ્ડા-નેવરા વિસ્તારની રહેવાસી ચારુ પાંડે આજે દેશભરના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે પ્રેરણા બની ગઈ છે. આટલી નાની ઉંમરે સતત એક પછી એક સરકારી પરીક્ષાઓમાં સફળતા મેળવવી કોઈ સામાન્ય સિદ્ધિ નથી. હાલમાં ચારુ ચેન્નાઈ સ્થિત CAG કચેરીમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર તરીકે કાર્યરત છે. તેમની સફળતાની ચર્ચા હવે માત્ર છત્તીસગઢ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ સમગ્ર દેશમાં થઈ રહી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કરશે સન્માનિતચારુ પાંડેની અસાધારણ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને સ્વતંત્રતા દિવસના સમારોહમાં તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ સન્માન માત્ર ચારુ માટે જ નહીં, પરંતુ તેમના પરિવાર, તિલ્ડા-નેવરા અને સમગ્ર છત્તીસગઢ માટે ગૌરવની બાબત છે. ચારુએ સફળતા પાછળ દોડવાને બદલે પોતાની તૈયારી અને મહેનત પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેના પરિણામે એક પછી એક સરકારી પરીક્ષાઓમાં તેમને સફળતા મળતી ગઈ.કઈ કઈ પરીક્ષાઓમાં મેળવી સફળતા?ચારુએ SSCની અનેક મહત્વપૂર્ણ પરીક્ષાઓ જેવી કે SSC CGL, SSC CHSL, SSC MTS, SSC GD અને SSC CPO પાસ કરી છે. ઉપરાંત તેમણે IBPS PO, IBPS Clerk, SBI PO અને SBI Clerk જેવી બેંકિંગ ક્ષેત્રની પરીક્ષાઓમાં પણ સફળતા મેળવી છે. રેલવે ભરતી બોર્ડની NTPC અને ગ્રુપ-D પરીક્ષાઓ પણ તેમણે પાસ કરી છે.પોલીસ સેવાઓમાં તેમણે દિલ્હી પોલીસ, છત્તીસગઢ સબ-ઇન્સ્પેક્ટર અને ટ્રાન્સપોર્ટ સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષાઓમાં પણ સફળતા મેળવી છે. આ ઉપરાંત CG NHM સહિત અન્ય અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તેમણે ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ચારુની આ સફળતા મહેનત, સમર્પણ અને સતત પ્રયત્નનું ઉત્તમ ઉદાહરણ છે.

Read Full Story arrow_forward