android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anna Hazareને 90મા જન્મદિવસે રક્ષા મંત્રાલયે ભેટમાં આપી T-55 ભીમ ટેન્ક
calendar_today June 13, 2026

Anna Hazareને 90મા જન્મદિવસે રક્ષા મંત્રાલયે ભેટમાં આપી T-55 ભીમ ટેન્ક

દેશના જાણીતા સામાજિક કાર્યકર્તા અને પૂર્વ સૈનિક અણ્ણા હઝારેને તેમના 90મા જન્મદિવસે સંરક્ષણ મંત્રાલય તરફથી દેશની સૌથી અનોખી અને ઐતિહાસિક ભેટ મળી છે. ભારતીય સેનામાં ડ્રાઈવર તરીકે પોતાની સેવાઓ આપી ચૂકેલા અણ્ણા હઝારેને સન્માનિત કરવા માટે રક્ષા મંત્રાલયે તેમને 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની જીતનો હીરો ગણાતી 'T-55 ભીમ ટેન્ક' ભેટમાં આપી છે. આ પરાક્રમી ટેન્ક હવે અણ્ણા હઝારેના પૈતૃક ગામ રાલેગણ સિદ્ધિ ખાતે લાવી દેવામાં આવી છે.વિશાળ ટેન્ક 11 જૂનના રોજ ગામમાં પહોંચી જ્યારે આ વિશાળ ટેન્ક 11 જૂનના રોજ ગામમાં પહોંચી અને તેને 'હિંદ સેવા ટ્રસ્ટ'ના મુખ્ય ગેટ પર સ્થાપિત કરવામાં આવી, ત્યારે ગામલોકોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું. અણ્ણા હઝારે આ અદભુત સન્માન જોઈને અત્યંત ભાવુક થઈ ગયા વર્ષો પહેલા સેનામાં રહીને દેશની રક્ષા કરનારા અણ્ણા હઝારે આ અદભુત સન્માન જોઈને અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે પૂરા સૈન્ય સન્માન સાથે આ ટેન્ક પર ફૂલહાર ચડાવીને તેને સેલ્યુટ કર્યું હતું. અણ્ણા હઝારેએ ગર્વથી જૂની યાદો તાજી કરી સોવિયત સંઘ (રશિયા) દ્વારા 1950ના દાયકામાં બનેલી અને ભારતે 1960માં ખરીદેલી આ ટેન્ક વિશે અણ્ણા હઝારેએ ગર્વથી જૂની યાદો તાજી કરી હતી. તેમણે જણાવ્યું કે, આ એ જ ટેન્ક છે જેની ગર્જના સાંભળીને 1971ના યુદ્ધમાં દુશ્મનો મેદાન છોડીને ભાગી ગયા હતા. તે સમયે અણ્ણા હઝારે પોતે પણ સેનાનો ભાગ હતા. ગામમાં પ્રેરણાના પ્રતીક તરીકે સચવાઈને રહેશે સેનામાં અણ્ણા હઝારેના યોગદાન અને ત્યારબાદ રાલેગણ સિદ્ધિને દેશનું મોડેલ વિલેજ બનાવીને કરેલી દીર્ઘકાલીન સમાજસેવાની કદર રૂપે આ મોટો નિર્ણય લેવાયો છે. આ ઐતિહાસિક ભીમ ટેન્ક હવે કાયમ માટે આ ગામમાં પ્રેરણાના પ્રતીક તરીકે સચવાઈને રહેશે. અણ્ણા હઝારેએ જણાવ્યું કે, આ ગૌરવ માત્ર તેમનું નથી પરંતુ પૂરા ગામ અને દેશસેવાના મૂલ્યોનું સન્માન છે. આ પણ વાંચો----     Gujarat Latest News Live: કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય, જયશંકરે અમેરિકાને ખખડાવ્યું

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:   કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય, જયશંકરે અમેરિકાને ખખડાવ્યું
calendar_today June 13, 2026

Gujarat Latest News Live: કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય, જયશંકરે અમેરિકાને ખખડાવ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
US Navy Attack : 'કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય', 3 ભારતીયોના મોત પર એસ. જયશંકરે અમેરિકાને ઝાટકી નાંખ્યું
calendar_today June 13, 2026

US Navy Attack : 'કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય', 3 ભારતીયોના મોત પર એસ. જયશંકરે અમેરિકાને ઝાટકી નાંખ્યું

ઓમાનના દરિયાકાંઠા નજીક એક કોમર્શિયલ જહાજ પર અમેરિકી નૌસેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત બાદ ભારતે અમેરિકા સામે અત્યંત કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે ફોન પર વાતચીત કરીને આ ઘટના અંગે ભારતની તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોમર્શિયલ જહાજો વિરુદ્ધ આ પ્રકારની ઘાતક સૈન્ય કાર્યવાહી કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય કે યોગ્ય નથી. આ ઘટનાને લઈને ભારતે રાજદ્વારી સ્તરે પણ ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે.વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરી વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમણે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરીને ખાડી વિસ્તારમાં અમેરિકી નૌસેનાના હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત અંગે ભારતનો વિરોધ પુનરાવર્તિત કર્યો છે. તેમણે ઉમેર્યું કે, વેપારી જહાજોને નિશાન બનાવવાથી વૈશ્વિક દરિયાઈ સુરક્ષા પર ગંભીર અસરો પડે છે. અમેરિકા સમક્ષ આ મુદ્દો મજબૂતાઈથી ઉઠાવ્યો આ ઘટના બાદ ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકી રાજદ્વારી જેસન મીક્સને બીજી વખત તેડું મોકલ્યું હતું. ભારતે કોમર્શિયલ જહાજો પરના હુમલાને "અત્યંત ચિંતાજનક" ગણાવીને અમેરિકા સમક્ષ આ મુદ્દો મજબૂતાઈથી ઉઠાવ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માંગ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) એ પણ અમેરિકી કાર્યવાહીની આકરી ટીકા કરી છે. અમેરિકી સેનાએ આપી સફાઈ અમેરિકી સેનાએ પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે, 'MT સેટેબેલો' જહાજને તે સમયે નિશાન બનાવવામાં આવ્યું હતું જ્યારે તે ઈરાન સાથે જોડાયેલા જહાજો પર લાદવામાં આવેલા પ્રતિબંધોને લાગુ કરવા દરમિયાન અમેરિકી દળોના નિર્દેશોનું પાલન નહોતું કરી રહ્યું. જોકે, ભારત સરકારે આ સફાઈ છતાં પણ સમગ્ર ઘટના પર ગંભીર વાંધો ઉઠાવ્યો છે અને દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી છે. સુરક્ષા એજન્સીઓને કરાઈ એલર્ટ આ ઘટના બાદ ભારત સરકારે સંબંધિત સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ ભારતીય નૌસેના અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ અધિકારીઓ સાથે સંકલન વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં ભારતીય નાગરિકો અને જહાજોની સુરક્ષાને સંપૂર્ણપણે સુનિશ્ચિત કરી શકાય. કુલ 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા ઉલ્લેખનીય છે કે, ઓમાનના તટ નજીક પલાઉના ધ્વજવાળા ઓઇલ ટેન્કર 'MT સેટેબેલો' પર અમેરિકી નૌસેનાએ આ કાર્યવાહી કરી હતી. આ જહાજ પર કુલ 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 21 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે ડેક કેડેટ આદિત્ય શર્મા, એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા અને ચીફ એન્જિનિયર પટનાલા સુરેશ નામના ત્રણ ભારતીય નાવિકોના મોત થયા છે.આ પણ વાંચો----    Gujarat Latest News Live: હવામાન વિભાગની આગાહી, 16 જૂનથી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ

Read Full Story arrow_forward