android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajasthan News:રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન,કોંગ્રેસે વિપક્ષી પર કર્યા પ્રહાર
calendar_today June 13, 2026

Rajasthan News:રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન,કોંગ્રેસે વિપક્ષી પર કર્યા પ્રહાર

રાજસ્થાનના બીકાનેરમાં પ્રસુતિ બાદ મહિલાઓની કિડની ફેલ થવાના સંવેદનશીલ મામલે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસરના એક નિવેદને મોટો રાજકીય ભૂકંપ સર્જ્યો છે. વિપક્ષી પક્ષ કોંગ્રેસે આ ટિપ્પણીને અત્યંત અસંવેદનશીલ અને માતૃત્વનું અપમાન ગણાવીને મંત્રીના રાજીનામા અને માફીની માંગ સાથે ઉગ્ર જોવા મળ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રીનું ચોંકાવનારું નિવેદનબીકાનેરની પ્રિન્સ વિજય સિંહ મેમોરિયલ (PBM) હોસ્પિટલમાં આ અઠવાડિયે પાંચ સગર્ભા મહિલાઓની કિડની ફેલ થવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો હતો.આ પીડિત મહિલાઓની મુલાકાત લેવા પહોંચેલા સ્વાસ્થ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસરે હોસ્પિટલના પ્રિન્સિપાલ સામે જ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.મીડિયા અને વિપક્ષ પર નિશાન સાધતા વધુમાં ઉમેર્યું કે,અમારા હેલ્થકેર વર્કર્સ દરરોજ હજારો દર્દીઓના જીવ બચાવે છે,પરંતુ તેના પર કોઈનું ધ્યાન જતું નથી.જો 1000 દર્દીઓમાંથી બેના મોત થાય,તો તમે માત્ર મૃત્યુદરને જ હાઈલાઈટ કરો છો.જે બાકીના દર્દીઓ સાજા થઈને ઘરે જાય છે,તેમની વાત કોઈ કરતું નથી.કોંગ્રેસે માફીની માંગ  કરી કોંગ્રેસે આ નિવેદનોને અસંવેદનશીલ ગણાવ્યા.વિપક્ષી નેતા ટીકારામ જુલીએ કહ્યું,આરોગ્ય મંત્રીની ટિપ્પણીઓ માત્ર અસંવેદનશીલતાની પરાકાષ્ઠા જ નથી,પરંતુ માતૃત્વનું ઘોર અપમાન પણ છે.તેમણે વધુમાં કહ્યું,મંત્રીએ સમજવું જોઈએ કે આવા સમયે, પ્રસૂતિ પીડાતી મહિલાઓને ગાવા અને નાચવા બદલ ટોણાનો સામનો કરવાની જરૂર નથી,પરંતુ તેમને હોસ્પિટલોમાં સલામત ડિલિવરી અને સારી આરોગ્ય સુવિધાઓની જરૂર છે.જુલીએ કહ્યું,રાજ્યમાં સરકારી હોસ્પિટલોની સ્થિતિ એટલી બગડી ગઈ છે કે પ્રસૂતિ પીડાતી મહિલાઓને સ્ટ્રેચર પણ મળી શકતું નથી. આરોગ્ય મંત્રી પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે બેજવાબદાર નિવેદનો આપી રહ્યા છે, જે અત્યંત શરમજનક છે.તેમણે આ નિવેદન માટે રાજ્યના લોકો અને મહિલાઓની તાત્કાલિક માફી માંગવી જોઈએ.તેમણે વધુમાં કહ્યું કે ભાજપના નેતાઓ માટે મહિલાઓ વિશે આવી શરમજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરવી નવી વાત નથી; આવું વર્તન તેમની બૌદ્ધિક નાદારી દર્શાવે છે.કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હતો ઉગ્ર વિરોધ રાજ્યમાં કથળતી આરોગ્ય પ્રણાલી અને મંત્રીના નિવેદનના વિરોધમાં ગુરુવારે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી ભારે પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ હોસ્પિટલ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે તેમની આકરી ઝપાઝપી અને ધક્કામુક્કી થઈ હતી. વિપક્ષે ચીમકી આપી છે કે જ્યાં સુધી સ્વાસ્થ્ય મંત્રી જનતા અને મહિલાઓની જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.આ પણ વાંચો - Weather Explainer: પ્રશાંત મહાસાગરમાં અલનીનોની શરૂઆત થઈ, જાણો ભારતનો IOD તેને કેવી રીતે રોકશે

Read Full Story arrow_forward
Kolkata: TMC નેતા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી પોલીસ, CID પણ કરી ચૂકી છે પૂછપરછ
calendar_today June 13, 2026

Kolkata: TMC નેતા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી પોલીસ, CID પણ કરી ચૂકી છે પૂછપરછ

પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના સાલબોની પોલીસ સ્ટેશનની એક ટીમ અભિષેકના ઘરે પહોંચી હતી, જેમાં મહિલા અધિકારીઓ પણ સામેલ હતા. જોકે, આ કાર્યવાહી કયા કેસના સંબંધમાં કરવામાં આવી રહી છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.તાળું તોડીને ઘરમાં પ્રવેશમાહિતી મુજબ, આપદા વ્યવસ્થાપન ટીમના સભ્યોએ તાળું તોડીને અભિષેકના ઘરમાં પ્રવેશ કર્યો હતો. માનવામાં આવે છે કે તે સમયે અભિષેક બેનર્જી ઘરની અંદર હાજર હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી પણ ઘરમાં હાજર હતા. તેમના ઉપયોગમાં લેવાતી એક VVIP કાર પણ ઘરની બહાર જોવા મળી હતી. પોલીસ જતી રહ્યા બાદ મમતા બેનર્જી પણ ત્યાંથી નીકળી ગયા હતા.CID નોટિસ આપવા પહોંચી હતીશુક્રવારે CIDની ટીમ કાલીઘાટના પટુઆપારા વિસ્તારમાં આવેલા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી હતી. CID ‘4 તારીખે DJ વાગશે’ જેવી ટિપ્પણી સંબંધિત કેસમાં નોટિસ આપવા આવી હતી. તે સમયે અભિષેક ઘરે હાજર ન હતા. CID અધિકારીઓએ લાંબી રાહ જોયા બાદ સ્થળ છોડ્યું, ત્યારબાદ અભિષેક ઘરે આવ્યા હતા. બાદમાં CID અધિકારીઓ ફરી આવ્યા, પરંતુ અભિષેકે નોટિસ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.માહિતી મુજબ, અભિષેક બેનર્જીને 16 તારીખે સવારે 11 વાગ્યે ભવાની ભવનમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.શું છે નકલી સહીનો વિવાદ?આ સમગ્ર વિવાદ મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને બોલાવવામાં આવેલી બેઠક સાથે જોડાયેલો છે, જેમાં વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગી અંગે ચર્ચા થઈ હતી. આરોપ છે કે આ બેઠક સંબંધિત તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં કેટલાક ધારાસભ્યોની ગેરહાજરી હોવા છતાં તેમની સહી કરી દેવામાં આવી હતી. આ આરોપો સામે આવ્યા બાદ મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે.CIDએ 6 કલાક સુધી કરી પૂછપરછનકલી સહી કેસમાં CID પહેલેથી જ અભિષેક બેનર્જીની લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરી ચૂકી છે. TMCના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની ગુરુવારે કોલકાતામાં CID મુખ્યાલયમાં પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ સાંજે લગભગ 5:50 વાગ્યે CID મુખ્યાલય પહોંચ્યા હતા અને રાત્રે લગભગ 11:30 વાગ્યે બહાર નીકળ્યા હતા. પૂછપરછ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગી સાથે જોડાયેલા કથિત નકલી સહી કેસ અંગે કરવામાં આવી હતી.

Read Full Story arrow_forward
Weather Update: અસહ્ય ઉકળાટ વચ્ચે આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો 16 જૂનથી ક્યાં તૂટી પડશે વરસાદ?
calendar_today June 13, 2026

Weather Update: અસહ્ય ઉકળાટ વચ્ચે આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો 16 જૂનથી ક્યાં તૂટી પડશે વરસાદ?

ગુજરાતમાં હાલ એક તરફ ગરમી અને અસહ્ય ઉકળાટનો પ્રકોપ યથાવત છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે રાહતના સમાચાર આપતા રાજ્યમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે. હાલમાં વલસાડ, દમણ, વાપી અને દાદરાનગર હવેલી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા છે, જેને પગલે વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે.ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વેધર બુલેટિન મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં પણ આગામી દિવસોમાં વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. 16 જૂનથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ધમાકેદાર વરસાદ  આ ઉપરાંત, આગામી 16 જૂનથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ જશે. જો કે, વરસાદની આ આગાહી વચ્ચે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગરમી તેમજ બફારાથી તાત્કાલિક મોટી રાહત મળવાની શક્યતા નહિવત છે. રાજ્યમાં હજુ પણ તાપમાન 40 થી 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ છેલ્લા 24 કલાકના તાપમાન પર નજર કરીએ તો, અમદાવાદમાં ૪૨.૭ ડિગ્રી અને ગાંધીનગરમાં ૪૨.૫ ડિગ્રી સાથે કાળઝાળ ગરમી નોંધાઈ છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં ૪૧.૮, ભાવનગરમાં ૪૧.૪, વિદ્યાનગરમાં ૪૧.૩ અને રાજકોટમાં ૪૦.૯ ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે ડીસામાં ૪૦.૮, કંડલામાં ૪૦.૬, વડોદરામાં ૪૦.૪ અને અમરેલીમાં ૪૦.૩ ડિગ્રી પારો પહોંચતા લોકો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા છે. હવામાન નિષ્ણાતોના મતે, આ ઉકળાટ એ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ છે, જે આગામી દિવસોમાં સારો વરસાદ લાવવામાં મદદરૂપ સાબિત થશે. આ પણ વાંચો----     Gujarat Latest News Live: હવામાન વિભાગની આગાહી, 16 જૂનથી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ

Read Full Story arrow_forward