android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad Plane Crash: ખૌફનાક દુર્ઘટનાનો એ સાક્ષી, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ આર્યનને બનાવ્યો 'એરોપ્લેન બોય'
calendar_today June 12, 2026

Ahmedabad Plane Crash: ખૌફનાક દુર્ઘટનાનો એ સાક્ષી, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ આર્યનને બનાવ્યો 'એરોપ્લેન બોય'

ગુજરાતના અરવલ્લી જિલ્લાના એક નાનકડા ગામનો રહેવાસી 18 વર્ષનો આર્યન અસારી આજે તેના વિસ્તારમાં 'એરોપ્લેન બોય' તરીકે જાણીતો છે. એક વર્ષ પહેલાં તે એક સામાન્ય શાળાનો વિદ્યાર્થી હતો, જેણે ક્યારેય વિમાનને નજીકથી જોયું પણ નહોતું. પરંતુ 12 જૂન 2026ના રોજ અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના ભીષણ વિમાન અકસ્માતે તેની ઓળખ હંમેશા માટે બદલી નાખી. 260 લોકોનો ભોગ લેનારી એ ભયાનક દુર્ઘટનાની છેલ્લી ક્ષણોને આર્યને અજાણતા જ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. તેણે પહેલીવાર આટલી નજીકથી વિમાન ઉડતું જોયું તે કાળઝાળ દિવસને યાદ કરતાં આર્યન જણાવે છે કે, તે પહેલીવાર અમદાવાદ આવ્યો હતો. આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ મેટ્રો સ્ટેશન પર સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા તેના પિતા મગન અસારી સાથે સમય વિતાવવા અને ધોરણ-12ના પુસ્તકો ખરીદવા તે આવ્યો હતો. એરપોર્ટ નજીક મેઘાણીનગરમાં પિતાના ભાડાના મકાનની છત પર ઊભા રહીને તેણે પહેલીવાર આટલી નજીકથી વિમાન ઉડતું જોયું અને ઉત્સાહમાં આવી મિત્રોને બતાવવા વીડિયો ઉતારવા લાગ્યો. અચાનક વિમાન નીચે આવવા લાગ્યું અને જોતજોતામાં... આર્યન કહે છે, "અચાનક વિમાન નીચે આવવા લાગ્યું અને જોતજોતામાં આગના મોટા ગોળામાં ફેરવાઈ ગયું. હું એટલો ડરી ગયો કે શું કરવું એ ખબર ન પડી." એ વીડિયો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર વાયરલ થતાં જ આર્યન રાતોરાત પ્રખ્યાત થઈ ગયો. લોકો તેને 'એરોપ્લેન બોય' તરીકે ઓળખે છે આ અકસ્માત બાદ તે ગામડે પરત ફર્યો અને ધોરણ-12 પાસ કર્યું. આજે પણ લગ્નોમાં કે સભામાં લોકો તેને 'એરોપ્લેન બોય' તરીકે ઓળખે છે, પણ આ પ્રસિદ્ધિની તેણે ભારે કિંમત ચૂકવવી પડી છે. આર્યન હવે ક્યારેય વિમાનનો વીડિયો નથી બનાવતો. તેને ડર છે કે જો તે વીડિયો બનાવશે તો વિમાન ફરી ક્રેશ થઈ જશે! વિદેશ જવાનું સપનું હોવા છતાં, આજે પણ તેનામાં વિમાનમાં બેસવાની હિંમત નથી. આ પણ વાંચો----     Gujarat Latest News Live: SMCના દરોડા બાદ ચોટીલાના PI, PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ

Read Full Story arrow_forward
Rajkot: કરોડોના ખર્ચે બનેલો નવનિર્મિત 'સાંઢિયા બ્રિજ' આવતીકાલે જનતા માટે થશે ખુલ્લો
calendar_today June 12, 2026

Rajkot: કરોડોના ખર્ચે બનેલો નવનિર્મિત 'સાંઢિયા બ્રિજ' આવતીકાલે જનતા માટે થશે ખુલ્લો

રાજકોટ સ્માર્ટ સિટીના પથ પર વધુ એક કદમ આગળ વધી રહ્યું છે. શહેરના અત્યંત વ્યસ્ત અને લાંબા સમયથી બ્રિજના પુનઃનિર્માણની માંગણી કરતા જામનગર રોડ અને આસપાસના વિસ્તારના લોકો માટે આખરે ખુશીના સમાચાર આવ્યા છે. જૂના જર્જરિત ઓવરબ્રિજને તોડીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે તૈયાર કરાયેલા નવા સાંઢિયા બ્રિજનું આવતીકાલે સત્તાવાર લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ બ્રિજ શરૂ થવાથી શહેરના એક મોટા હિસ્સાને પીક અવર્સ દરમિયાન થતા ચક્કાજામમાંથી કાયમી મુક્તિ મળશે.ડ્રોન વીડિયોમાં દેખાયો અદ્ભુત નજારોબ્રિજના લોકાર્પણને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી બ્રિજનો એક શાનદાર ડ્રોન વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ આકાશી નજારામાં જોઈ શકાય છે કે આખો સાંઢિયા બ્રિજ અત્યંત આધુનિક અને આકર્ષક રોશનીથી ઝગમગી ઉઠ્યો છે. બ્રિજની બંને બાજુએ કરવામાં આવેલી આ કલરફુલ થીમ લાઇટિંગ રાત્રિના સમયે વાહનચાલકો અને રાજકોટવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે.મેયરે લીધી મુલાકાત, હર્ષ સંઘવી કરશે ઓપનિંગલોકાર્પણ કાર્યક્રમમાં કોઈ વહીવટી ખામી ન રહી જાય તે માટે ગઈકાલે જ રાજકોટના મેયર, કમિશનર અને એસ્ટેટ-બ્રિજ પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓના કાફલાએ સાંઢિયા બ્રિજની રૂબરૂ મુલાકાત લીધી હતી. મેયરે બ્રિજ પર રોડ કાર્પેટિંગ, સાઇનબોર્ડ, સ્ટ્રીટ લાઇટિંગ અને સિક્યોરિટી ફીચર્સનું બારીકાઈથી નિરીક્ષણ કરીને કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપ્યો હતો. આવતીકાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના વરદહસ્તે આ બ્રિજને જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવશે. આ નવો બ્રિજ શરૂ થવાથી હોસ્પિટલ ચોક અને જામનગર રોડ તરફ જતા વાહનચાલકોના સમય અને ઇંધણ બંનેની મોટી બચત થશે..આ પણ વાંચો: Valsad: વાપીના કરવડમાં ભંગાર-કેમિકલના 4 ગોડાઉન બળીને ખાખ, બ્લાસ્ટના અવાજોથી ગ્રામજનો ધ્રૂજી ઉઠ્યા

Read Full Story arrow_forward
Gandhinagar : ધણપની હોટેલમાં ખોળામાં માથું મૂકીને પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપ્યું, બાદમાં પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ
calendar_today June 12, 2026

Gandhinagar : ધણપની હોટેલમાં ખોળામાં માથું મૂકીને પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપ્યું, બાદમાં પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ

ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધણપ ગામે એક રૂંવાડા ઊભા કરી દે તેવી ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશ થી ભાગીને ગુજરાત આવેલા એક પ્રેમી યુગલનો કરુણ અંજામ આવ્યો છે. ધણપ ગામની એક હોટેલના રૂમમાં પ્રેમીએ જ પોતાની પ્રેમિકાના ખોળામાં માથું મૂકીને તિક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપીને ઘાતકી હત્યા કરી નાખી છે. પ્રેમિકાના મોતના ઘાટ ઉતાર્યા બાદ પ્રેમી યુવકે પણ પોતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને અત્યારે ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પ્રેમી યુગલ મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવ્યું મળતી વિગતો મુજબ, આ પ્રેમી યુગલ મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવ્યું હતું. આ યુગલને શોધવા માટે એમપી પોલીસ અને યુવતીના માતા-પિતા પણ ગુજરાત આવ્યા હતા. લાંબી શોધખોળ બાદ બંને મળી આવતા, પરિવાર અને પોલીસ તેમને પરત એમપી લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રિ રોકાણ માટે તેઓએ ગાંધીનગરના ધણપ ગામની એક હોટેલમાં આશરો લીધો હતો. પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી નાખી પરંતુ, મનમાં સતત એકબીજાથી અલગ થઈ જવાનો અને સાથે નહીં રહી શકવાનો ડર પ્રેમી યુવકને સતાવી રહ્યો હતો. આ જ ડરના કારણે મોડી રાત્રે જ્યારે પરિવાર ઊંઘતો હતો, ત્યારે ભયાનક પગલું ભરતા પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી નાખી અને બાદમાં પોતાની જાતને પણ ખતમ કરવાનો પ્રયાસ કર્યો.  કાતિલ પ્રેમી સામે ગુનો ઘટનાની જાણ થતાં જ ચિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવતીના શવને પીએમ માટે મોકલી આપ્યો છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કાતિલ પ્રેમી સામે ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે. આ ભયાનક ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.આ પણ વાંચો---    Gujarat Latest News Live: SMCના દરોડા બાદ ચોટીલાના PI, PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ

Read Full Story arrow_forward