android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Golden Shatabdi એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS વડા મોહન ભાગવત હતા હાજર, માંડ માંડ બચ્યા
calendar_today June 12, 2026

Golden Shatabdi એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS વડા મોહન ભાગવત હતા હાજર, માંડ માંડ બચ્યા

ગુરુવારે સાંજે લખનૌથી નવી દિલ્હી જતી ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર થયેલા પથ્થરમારાની ઘટનાથી રેલવે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રેનના કોચને નુકસાન થયું હતું. મહત્વની વાત એ છે કે આ ટ્રેનના E1 કોચમાં આરએસએસ (RSS) ના વડા મોહન ભાગવત પણ મુસાફરી કરી રહ્યા હતા, જેઓ આ હુમલામાં આબાદ બચી ગયા હતા.અજાણ્યા શખ્સે કર્યો પથરાવપ્રાપ્ત વિગતો અનુસાર, ઘટના ગુરુવારે સાંજે લગભગ 7.45 વાગ્યાના સુમારે બની હતી. જ્યારે ટ્રેન ઈટાવા-ટુંડલા રેલવે લાઈન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ફિરોઝાબાદ અને માખણપુરની વચ્ચે કોઈ અજાણ્યા શખ્સે ટ્રેન પર જોરદાર પથ્થર ફેંક્યો હતો. પથ્થર સીધો કોચ E1 માં સીટ નંબર ૫૩-૫૪ પાસે વાગતા બારીનો કાચ તૂટીને ચકનાચૂર થઈ ગયો હતો. જે સમયે આ ઘટના બની, તે સમયે મોહન ભાગવત પણ તે જ કોચમાં સવાર હતા. તેઓ કાનપુરથી દિલ્હી એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ઘટના બાદ ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાટપથ્થરમારાની ઘટના બાદ ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે ટુંડલા સ્ટેશન પહોંચતા પહેલા ટ્રેનને બાહ્ય ટ્રેક પર થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ, જેમાં પોલીસ અધિક્ષક આદિત્ય લગાહ, રેલવે પોલીસના અધિકારી અનિલ ઝા અને અન્ય પોલીસ દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.ટ્રેનમાં આરએસએસ મોહન ભાગવત હતા હાજરપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાને કારણે ટ્રેન મોડી દિલ્હી પહોંચી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ સબમિટ થયા બાદ જ હુમલા પાછળનો ચોક્કસ ઈરાદો અને સંપૂર્ણ વિગતો સામે આવશે. આરએસએસ વડા મોહન ભાગવત આ ઘટનામાં સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું છે.આ પણ વાંચોઃ Delhi ના તુગલકાબાદમાં પાર્ક કરેલા વાહનોમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 જિંદગીઓ હોમાઇ હતી
calendar_today June 12, 2026

Gujarat Latest News Live: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 જિંદગીઓ હોમાઇ હતી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather Update : આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી
calendar_today June 12, 2026

Weather Update : આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. નૈઋત્યનું ચોમાસું તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે, જેને પગલે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું હાલ મહારાષ્ટ્રથી લઈને બિહાર સુધી આગળ વધી ચૂક્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગવાન બની છે.7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ આગામી 7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, શરૂઆતના તબક્કામાં દક્ષિણના સરહદી જિલ્લાઓને ઘમરોળ્યા બાદ આ વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધશે અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ પ્રયાણ કરશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદ દક્ષિણ ગુજરાતની સાથે-સાથે સૌરાષ્ટ્રના પ્રદેશો માટે પણ સારા સમાચાર છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ આગામી દિવસોમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની સાથે વાતાવરણ ઠંડકભર્યું બનશે, જેનાથી સ્થાનિક લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળશે. હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓએ ચોમાસુ પાકની વાવણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયા કિનારે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો---  Gujarat Latest News Live: 7 દિવસ દ. ગુજરાતમાં વરસાદની આગાહી

Read Full Story arrow_forward