android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કરકથલ ગામના રેલવે કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું,લાઈનમેન તરીકે બજાવતા હતા ફરજ
calendar_today June 12, 2026

Ahmedabad: કરકથલ ગામના રેલવે કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું,લાઈનમેન તરીકે બજાવતા હતા ફરજ

વિરમગામ તાલુકાના કરકથલ ગામમાં એક રેલવે કર્મચારીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કરકથલ ગામના વતની મયુરકુમાર તળસીભાઇ પરમાર (ઉંમર વર્ષ ૩૦) રેલવે વિભાગમાં લાઈનમેન તરીકે કાયમી ફરજ બજાવતા હતા. મયુરકુમાર રોજની જેમ પોતાની નોકરી પરથી ઘરે આવ્યા બાદ, પોતાના જ રહેણાંક મકાનની અંદર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યોની નજર પડતાં જ ઘરમાં ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.ડિવોર્સ બાદ ડિપ્રેશનમાં હોવાની આશંકાસ્થાનિક સ્તરે અને પ્રાથમિક પૂછપરછમાં સામે આવેલી વિગતો મુજબ, ૩૦ વર્ષીય મયુરકુમારના અગાઉ લગ્ન થયા હતા, પરંતુ કોઈ કારણોસર દામ્પત્ય જીવન લાંબુ ચાલ્યું ન હતું અને પતિ-પત્ની વચ્ચે કાયદાકીય રીતે ડિવોર્સ (છૂટાછેડા) થઈ ગયા હતા. લગ્નજીવન તૂટી જવાના કારણે મયુરકુમાર અંદરખાને ભારે માનસિક તણાવ અને ડિપ્રેશન નો સામનો કરી રહ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ આઘાત અને એકલતા સહી ન શકવાના કારણે જ તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે.રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ તેજ કરીઘટના અંગે તાત્કાલિક વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો કરકથલ ગામે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામાની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. લાઈનમેન તરીકે ફરજ બજાવતા મયુરકુમારના આપઘાતથી રેલવે પરિસરમાં પણ ઘેરા શોકની લાગણી છે. વિરમગામ રૂરલ પોલીસે આ મામલે એક્સિડન્ટલ ડેથ (એડી) નોંધીને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતકના મોબાઈલ કોલ ડિટેઈલ્સ અને પરિવારજનોના નિવેદનો લેવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો:Weather Update : આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Radhanpur : 'મારી ચેમ્બરમાં 100 લોકોનું ટોળું ઘૂસ્યું અને હુમલાનો પ્રયાસ કર્યો', નગરપાલિકાના પ્રમુખનો કોંગ્રેસ કોર્પોરેટર પર ગંભીર આક્ષેપ
calendar_today June 12, 2026

Radhanpur : 'મારી ચેમ્બરમાં 100 લોકોનું ટોળું ઘૂસ્યું અને હુમલાનો પ્રયાસ કર્યો', નગરપાલિકાના પ્રમુખનો કોંગ્રેસ કોર્પોરેટર પર ગંભીર આક્ષેપ

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવાના બહાને પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઘૂસીને ધમાચકડી મચાવવાનો અને હિંસક હુમલાનો પ્રયાસ કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોષીએ વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જયાબેન સામે ગંભીર આક્ષેપો કરીને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે અને કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે.કોર્પોરેટર 100 જેટલા લોકોના ટોળા સાચેમ્બરમાં ધસી આવ્યા પાલિકા પ્રમુખ ભાવનાબેન જોષીના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાધનપુર વિસ્તારના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવાના બહાને કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન આશરે 100 જેટલા લોકોના ટોળા સાથે અચાનક તેમની ચેમ્બરમાં ધસી આવ્યા હતા. ચેમ્બરમાં ઘૂસેલા ટોળાએ શાંતિથી રજૂઆત કરવાને બદલે ધાકધમકી આપી હતી, અપશબ્દો બોલ્યા હતા અને ટેબલ પર કાગળો ઉછાળીને ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રમુખે આક્ષેપ કર્યો છે કે, રજૂઆતના નામે તેમના પર હિંસક હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.  કચેરીમાં અફરાતફરીનો માહોલ આ ઘટનાથી નગરપાલિકા કચેરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાવનાબેન જોષીએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, હિંસક હુમલો થવાની ભીતિ અને ડરના કારણે તેઓ પોતાના પતિ સાથે તાત્કાલિક ઓફિસ છોડીને નીકળી ગયા હતા. તપાસ કરીને તુરંત પગલાં ભરે તેવી માગ કરાઈ સરકારી કચેરીમાં આ પ્રકારે ટોળું લાવીને ધમાચકડી મચાવવા બદલ અને મહિલા પ્રમુખ સાથે ગેરવર્તન કરવા બદલ ચીફ ઓફિસર આ મામલે તપાસ કરીને તુરંત પગલાં ભરે તેવી માગ કરાઈ છે. આ વિવાદને પગલે રાધનપુરના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.આ પણ વાંચો----    Gujarat Latest News Live: 7 દિવસ દ. ગુજરાતમાં વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Surat: 10 હજારની લાંચ માંગનાર હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેની ACB દ્વારા ધરપકડ
calendar_today June 12, 2026

Surat: 10 હજારની લાંચ માંગનાર હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેની ACB દ્વારા ધરપકડ

સુરત મનપા કે પોલીસની આડમાં રોફ જમાવતા હોમગાર્ડના જવાન શિવાજી ઉર્ફે શિવા ગોરખ ઉગલે દ્વારા વર્ષ 2018માં એક મહિલા પાસે લાંચ માંગવામાં આવી હોવાની સત્તાવાર ફરિયાદના આધારે આ ધરપકડ કરવામાં આવી છે. આ કેસ સાબિત કરે છે કે જો તમારી પાસે મજબૂત ડિજિટલ પુરાવા હોય, તો કાયદો ગુનેગારને ગમે ત્યારે પાતાળમાંથી પણ શોધી કાઢે છે.આખો મામલો અને લાંચની મજબૂત કડીવર્ષ 2018માં સુરતમાં એક મહિલા વિરૂદ્ધ પ્રોહિબિશન (વિદેશી દારૂ) નો ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ અને પ્રક્રિયા દરમિયાન હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેએ વચેટિયા અથવા વગદારની ભૂમિકા ભજીને મહિલાના પરિવારનો સંપર્ક કર્યો હતો. શિવાજીએ ધમકી આપી હતી કે જો તેઓ રૂપિયા 10,000 ની લાંચ નહીં આપે, તો પોલીસ મહિલાની ધરપકડ કરશે અને તેને જેલમાં કડક હેરાનગતિ કરવામાં આવશે. જો લાંચ આપી દેશે તો તેને પોલીસ પકડમાંથી બચાવી લેવાશે. મહિલાનો પરિવાર લાંચ આપવા માંગતો ન હોવાથી, મહિલાના જાગૃત પુત્રએ હોમગાર્ડ શિવાજી સાથે થયેલી લાંચની આખી વાતચીત પોતાના મોબાઈલમાં ગુપ્ત રીતે રેકોર્ડ કરી લીધી હતી અને તેની ઓડિયો સીડી (CD) બનાવી સુરત એસીબીને સોંપી દીધી હતી.FSL ના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટથી ખુલી ગઈ પોલએસીબીએ સીડીના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી, પરંતુ આરોપી હોમગાર્ડ શિવાજી ઉગલેએ આ અવાજ પોતાનો હોવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. આથી એસીબીએ કાયદાકીય પ્રક્રિયા હેઠળ આરોપીના અવાજના નમૂના લીધા હતા અને તેને ઓડિયો સીડી સાથે મેચ કરવા માટે ગાંધીનગર ખાતે આવેલી ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ (FSL) માં મોકલી આપ્યા હતા.લાંચ માંગનાર હોમગાર્ડ જવાન 8 વર્ષ બાદ ઝડપાયોગાંધીનગર FSL ખાતે હાઇટેક મશીનો દ્વારા કરવામાં આવેલા 'વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ' નો સત્તાવાર રિપોર્ટ તાજેતરમાં એસીબીને મળ્યો છે. આ વૈજ્ઞાનિક રિપોર્ટમાં અકાટ્ય સાબિત થયું છે કે લાંચ માંગનારો અવાજ સો ટકા હોમગાર્ડ શિવાજીનો જ છે. આ વિજ્ઞાનના મજબૂત પુરાવાની મદદથી સુરત એસીબી પોલીસે 8 વર્ષ જૂના આ કેસમાં કાયદેસરનો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) મુજબ ગુનો નોંધી આરોપી હોમગાર્ડ શિવાજી ગોરખ ઉગલેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.આ પણ વાંચો: Ahmedabad: કરકથલ ગામના રેલવે કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું,લાઈનમેન તરીકે બજાવતા હતા ફરજ

Read Full Story arrow_forward