android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : જિલ્લા પંચાયતના નિવૃત્ત સિનિયર ક્લાર્ક દિલીપ પટેલ સામે રૂ. 31 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ
calendar_today June 12, 2026

Surat : જિલ્લા પંચાયતના નિવૃત્ત સિનિયર ક્લાર્ક દિલીપ પટેલ સામે રૂ. 31 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા સરકારી કર્મચારીઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુરતમાં એક મોટો કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી અને નિવૃત્ત સિનિયર ક્લાર્ક દિલીપભાઈ નારણભાઈ પટેલ વિરુદ્ધ એસીબી પોલીસે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિવૃત્ત કર્મચારી સામે આટલી મોટી રકમનો ગુનો નોંધાતા સરકારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.વધુ સંપત્તિ હોવા અંગેની એક અરજી મળી હતી એસીબીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વર્ષ 2019માં આરોપી દિલીપભાઈ પટેલ વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ હોવા અંગેની એક અરજી મળી હતી. આ અરજીના આધારે એસીબીની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. 31 લાખથી વધુની અપ્રમાણસર મિલકત  તપાસ દરમિયાન વર્ષ 2008 થી વર્ષ 2018 સુધીના સમયગાળાના નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી હતી. આ 10 વર્ષના સેવાકાળ દરમિયાન તેઓએ પોતાની કાયદેસરની આવકના સ્ત્રોત કરતા 31 લાખથી વધુની અપ્રમાણસર મિલકત એકત્ર કરી હોવાનો પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ આ મામલે એસીબી દ્વારા આરોપીની તમામ સ્થાવર અને જંગમ મિલકતો, બેંક ખાતાઓ તેમજ અલગ-અલગ જગ્યાએ કરેલા રોકાણોના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે આ સંપત્તિ વસાવી હોવાના પુરાવા મળતા જ એસીબીએ ગુનો દાખલ કર્યો છે. નિવૃત્તિ બાદ પણ ભ્રષ્ટાચારના જૂના મામલામાં કાયદાનો સિંકજો કસાતા આ કેસ સુરતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.આ પણ વાંચો----     Gujarat Latest News Live: 7 દિવસ દ. ગુજરાતમાં વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Surat: સરકારી કોન્ટ્રાક્ટના નામે વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ, શૂઝ ટેન્ડર કૌભાંડમાં વધુ એક આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયો
calendar_today June 12, 2026

Surat: સરકારી કોન્ટ્રાક્ટના નામે વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ, શૂઝ ટેન્ડર કૌભાંડમાં વધુ એક આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયો

સુરત શહેર Eco Cellએ ટેન્ડરિંગ અને સપ્લાય ચેઇનના નામે ચાલતા એક બહુ મોટા રેકેટનો પર્દાફાશ કરીને આંતરરાજ્ય ઠગ ટોળકીના વધુ એક સાગરીતને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતના એક પ્રતિષ્ઠિત હોલસેલ વેપારીને સરકારી વિભાગોમાં રૂપિયા 36 કરોડનું માતબર શૂઝ સપ્લાય કરવાનું ભાડૂતી ટેન્ડર અપાવવાની લાલચ આપીને આ આખી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને જોતાં ઇકો સેલના ઉચ્ચ અધિકારીઓએ પશ્ચિમ બંગાળમાં ઓપરેશન હાથ ધરીને આરોપી સાયન સેન નિમાઈને રાઉન્ડઅપ કર્યો છે.16 ટકા કમિશન અને માલની ઉઘાડી લૂંટસમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ઠગ ટોળકીએ સુરતના વેપારીનો સંપર્ક કરીને પોતાની મોટી સરકારી વગ હોવાનો દાવો કર્યો હતો. તેમણે વેપારીને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ સહેલાઈથી 36 કરોડનું ટેન્ડર પાસ કરાવી દેશે. આ ડીલ નક્કી કરવા માટે આરોપીઓએ કુલ રકમના 16 ટકા કમિશનની માંગણી કરી હતી. લાલચમાં આવી ગયેલા વેપારીએ ટેન્ડર પાસ થવાની આશાએ જુદા-જુદા બેંક ખાતાઓ અને આંગડિયા મારફતે ટુકડે-ટુકડે કુલ 2.49 કરોડ કમિશન પેટે આરોપીઓને ચૂકવી દીધા હતા.વેપારી સાથે 7 કરોડની છેતરપિંડી આટલાથી પણ પેટ ન ભરાતા, કૌભાંડીઓએ ટેન્ડરના એડવાન્સ સપ્લાય અને સેમ્પલિંગના બહાને સુરતના વેપારી પાસેથી અલગ-અલગ બ્રાન્ડના કુલ 4.50 કરોડની કિંમતના શૂઝનો જથ્થો ઓર્ડર આપીને મંગાવી લીધો હતો. આ શૂઝનો જથ્થો સગેવગે કરીને અને કમિશનના 2.49 કરોડ પચાવી પાડીને આખી ટોળકી રાતોરાત પોતાના ફોન બંધ કરીને અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી. આમ, વેપારી સાથે કુલ રૂપિયા 7 કરોડની બહુ મોટી છેતરપિંડી આચરવામાં આવી હતી.અગાઉ બે જેલમાં, હવે ત્રીજો પણ સકંજામાંજ્યારે ભોગ બનનાર વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમણે સુરત ઇકો સેલ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને અગાઉ આ રેકેટમાં સામેલ બે મુખ્ય સાગરીતોની ધરપકડ કરી લીધી હતી. તેમની પૂછપરછમાં પશ્ચિમ બંગાળના સાયન સેન નિમાઈનું નામ સામે આવ્યું હતું. સાયન સેન પોલીસથી બચવા માટે સતત બંગાળમાં પોતાના લોકેશન બદલી રહ્યો હતો, પરંતુ સુરત ઇકો સેલની હાઇટેક ટીમે છેવટે તેને ટ્રેસ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે સુરત લાવી ધરપકડ કરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ 7 કરોડના કૌભાંડના નાણાં ક્યાં ઇન્વેસ્ટ કરાયા છે અને આ ટોળકીએ દેશના અન્ય કેટલા વેપારીઓને શૂઝ ટેન્ડરના નામે ચૂનો લગાવ્યો છે.આ પણ વાંચો: Surat: 10 હજારની લાંચ માંગનાર હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેની ACB દ્વારા ધરપકડ

Read Full Story arrow_forward
Delhi ના તુગલકાબાદમાં પાર્ક કરેલા વાહનોમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત
calendar_today June 12, 2026

Delhi ના તુગલકાબાદમાં પાર્ક કરેલા વાહનોમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત

શુક્રવાર વહેલી સવારે દક્ષિણપૂર્વ દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક ઇમારતમાં લાગેલી ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.જેમાં ત્રણ લોકોના મોત થયા અને પાંચ મહિલાઓ ગંભીર રીતે દાઝી ગઈ. ફાયર ફાઇટરોએ એક સાહસિક બચાવ કામગીરી હાથ ધરી, કુલ આઠ લોકોને ઇમારતમાંથી બહાર કાઢ્યા અને તેમને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કર્યા છે.

Read Full Story arrow_forward