android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live:  7 દિવસ દ. ગુજરાતમાં વરસાદની આગાહી
calendar_today June 12, 2026

Gujarat Latest News Live: 7 દિવસ દ. ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad: દસ્ક્રોઈ તાલુકા ગ્રામ્યમાં કેમિકલયુક્ત કચરાના ગેરકાયદે નિકાલ સામે રોષ
calendar_today June 12, 2026

Ahmedabad: દસ્ક્રોઈ તાલુકા ગ્રામ્યમાં કેમિકલયુક્ત કચરાના ગેરકાયદે નિકાલ સામે રોષ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના બાકરોલ, બુજરંગ, જેતલપુર, બારેજા, કણભા સહિતના વિવિધ વિસ્તારોમાં કેમિકલયુક્ત ઔદ્યોગિક કચરાના સળગાવવાની પ્રવૃત્તિઓ અંગે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા વ્યાપી છે. તો આવી પ્રવૃતિને અવગણીને પ્રદુષણ વિભાગ કોઈ કાર્યવાહી કર્યા વગર ખુરશીમાં ટેકા દઈને આરામ ફરમાવે છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, આવા કચરાના સળગાવવાના કારણે વિસ્તારમાં દુર્ગંધ અને ધુમાડાનું પ્રમાણ વધી રહ્યું છે, જેના પરિણામે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ્ સહિત આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળે છે. સ્થાનિક નાગરિકો દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી રહી છે કે તાલુકાના કેટલાક ઔદ્યોગિક એકમોમાં કાયદાકીય જોગવાઈઓના પાલન અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ-1986, હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ-1981 તથા ઘન કચરા વ્યવસ્થાપન સંબંધિત નિયમો હેઠળ ઔદ્યોગિક કચરાના નિકાલ માટે સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તેમજ સંબંધિત વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરાવી જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: ઇડરના કાબોયાનું દંપતી વિમાન હોનારતમાં હોમાયું, હવે 2 બાળકો દાદા-દાદીની સહારે
calendar_today June 12, 2026

Himatnagar: ઇડરના કાબોયાનું દંપતી વિમાન હોનારતમાં હોમાયું, હવે 2 બાળકો દાદા-દાદીની સહારે

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કાબોયા ગામના ગૌરવભાઇ નવિનચંદ્રભાઇ બ્રહ્મભટ્ટ અને તેમના પત્નિ કલ્યાણીબેન બ્રહ્મભટ્ટ વર્ષોથી ગાંધીનગરમાં સ્થાયી થયા હતા. તો બીજી તરફ તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાને કારણે અવાર નવાર લંડન અવર જવર કરતા હતા. જેના ભાગરૂપે ગત તા.12મી જૂન રોજ ગૌરવભાઇએ પીએચડી કરી હોવાથી અને કલ્યાણીબેન લંડન યુનિવર્સીટીમાં કોન્ફરન્સ હોવાને કારણે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં બેસીને એરપોર્ટ પરથી રવાના થયા હતા. પરંતુ મેઘાણીનગર વિસ્તારમાં આગના ગોળાની જેમ સળગતું વિમાન જમીન પર કેટલાક ભાગ સાથે પડયું હતું. જેમાં વિમાનમાં મુસાફરી કરી રહેલ ગૌરવભાઇ અને કલ્યાણીબેનનો પણ સમાવેશ થતો હતો ત્યારબાદ કાબોયા ગામે ખબર પડતા અનેક લોકોએ દુઃખની લાગણી વ્યકત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ દંપતિ અવાર નવાર લંડનથી ગાંધીનગર આવતું હતુ.એટલુ જ નહી પણ કયારેક પોતાના માદરે વતનમાં પણ આવતું હતુ. જયાં આજે પણ ગૌરવભાઇ બ્રહ્મભટ્ટનું મકાન હયાત છે. ગૌરવભાઈના પિતા અત્યારે કાબોયા ગામે રહે છે તેઓ વયોવૃધ્ધ છે તેમ હિંમતનગરમાં રહેતા અને નિવૃત્તિ જીવન ગુજારતા નરેશકુમાર બ્રહ્મભટ્ટનું કહેવું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward