android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Cricket News: ગૌરી, કાવ્ય અને કુશની ટીમ ઇન્ડિયા U-19માં પસંદગી, શ્રીલંકા સામે બતાવશે દમ
calendar_today June 11, 2026

Cricket News: ગૌરી, કાવ્ય અને કુશની ટીમ ઇન્ડિયા U-19માં પસંદગી, શ્રીલંકા સામે બતાવશે દમ

ગુજરાતના રમતજગત અને ખાસ કરીને ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા આગામી શ્રીલંકા પ્રવાસ માટે જાહેર કરવામાં આવેલી ભારતની મેન્સ અને વિમેન્સ અંડર-19 ટીમમાં ગુજરાતના ત્રણ ઉભરતા અને પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય યુવા ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે ચમકીને ગુજરાત ક્રિકેટનું ગૌરવ વધાર્યું છે. જે કારણે રાજ્યના ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મહિલા ટીમમાં ગૌરી ગોયલની ધમાકેદાર એન્ટ્રીગુજરાતની સ્ટાર મહિલા ક્રિકેટર ગૌરી ગોયલની ભારતીય મહિલા અંડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ભારત અને શ્રીલંકાની મહિલા U-19 ટીમો વચ્ચે આગામી સમયમાં 3 T-20 અને 3 વન-ડે (ODI) મેચોની મહત્વની શ્રેણી રમાવાની છે, જેમાં ગૌરી ભારતીય જર્સી પહેરીને મેદાન પર પોતાની રમતનો જાદુ બતાવશે.મેન્સ ટીમમાં કાવ્ય અને કુશ પટેલની પસંદગીબીજી તરફ, પુરૂષોની અંડર-19 ટીમમાં પણ ગુજરાતના બે યુવા ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. BCCI દ્વારા શ્રીલંકા પ્રવાસ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં કાવ્ય પટેલ અને કુશ પટેલની પસંદગી કરવામાં આવી છે. ટીમ મેનેજમેન્ટે કાવ્ય પટેલની પ્રતિભા પર ભરોસો મૂકીને તેનો વન-ડે અને મલ્ટી-ડે (ચાર દિવસીય મેચ) બંને ટીમમાં સમાવેશ કર્યો છે. જ્યારે પ્રભાવશાળી પ્રદર્શન કરનારા કુશ પટેલને મલ્ટી-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં ખુશીનો માહોલએક સાથે રાજ્યના ત્રણ-ત્રણ યુવા ખેલાડીઓ ભારતીય ટીમ વતી આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા જઈ રહ્યા હોવાના સમાચાર મળતા જ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) અને રમતપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રમતગમતના નિષ્ણાતોનું માનવું છે કે, આ ખેલાડીઓ આગામી સમયમાં સિનિયર ભારતીય ટીમ માટે પણ મજબૂત દાવેદારી પેશ કરશે. આ સાથે આ ખેલાડીઓને રમતા જોઈને રાજ્યમાં રમતગમત ક્ષેત્રમાં લોકોની રૂચિમાં વધારો થાય તેવી આશા રાખવામાં આવી રહી છે.આ પણ વાંચો - Ahmedabad Plane Crash: સેકન્ડોની અંદર સેંકડો સપનાઓનો સામૂહિક જનાજો, પરિવારની વેદનાની વાચા

Read Full Story arrow_forward
Amreli News: દલિત યુવકના મોતના મામલે તંત્ર ઝૂક્યું, SITની રચનાની ખાતરી મળતા પરિવારે આંદોલન મોકૂફ રાખ્યું
calendar_today June 11, 2026

Amreli News: દલિત યુવકના મોતના મામલે તંત્ર ઝૂક્યું, SITની રચનાની ખાતરી મળતા પરિવારે આંદોલન મોકૂફ રાખ્યું

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામના દલિત યુવક મહેશ રાઠોડના મોતના ચકચારી મામલામાં આખરે બે મહિના બાદ વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન એક્શનમાં આવ્યું છે. પીડિત પરિવાર દ્વારા ન્યાય માટે આપવામાં આવેલી આક્રમક આંદોલનની ચીમકીને પગલે દોડતા થયેલા તંત્રએ આ કેસની તટસ્થ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવાની લેખિત ખાતરી આપી છે. તંત્રના આ હકારાત્મક વલણ બાદ પરિવારે પોતાનું ઉગ્ર આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવાનો મોટો નિર્ણય કર્યો છે.સિવિલમાં જમવા બાબતે થયેલી મારામારીમાં નીપજ્યું હતું મોતગત 17મી એપ્રિલના રોજ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે જમવા બાબતે એક મારામારીની ઘટના સર્જાઈ હતી. આ લોહીયાળ સંઘર્ષમાં ગોપાલગ્રામના દલિત યુવક મહેશ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મૃતક મહેશ રાઠોડનો પરિવાર અને સ્થાનિક દલિત સમાજના આગેવાનો છેલ્લા બે મહિનાથી ન્યાય મેળવવા અને આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે સતત રજૂઆતો કરી રહ્યા હતા.તપાસમાં ગંભીર કલમો ઉમેરવા માંગમૃતકના પરિવારનો આક્ષેપ હતો કે પોલીસ દ્વારા આ કેસની તપાસમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે અને ગુનાની ગંભીરતા મુજબની કલમોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ન્યાય ન મળતા આખરે પરિવારે ગઈકાલે અમરેલી કલેક્ટરને એક લેખિત પત્ર પાઠવીને અત્યંત ચોંકાવનારી ચીમકી આપી હતી. પરિવારે જણાવ્યું હતું કે જો તંત્ર યોગ્ય પગલાં નહીં ભરે તો તેઓ દફન કરેલા મહેશ રાઠોડના શબને જમીનમાંથી બહાર કાઢીને સીધા કલેક્ટર કચેરી ખાતે લાવી વિરોધ પ્રદર્શન કરશે.પોલીસ અને પ્રશાસનની ટીમ ગોપાલગ્રામ પહોંચીઆ ગંભીર ચીમકીને પગલે સમગ્ર અમરેલી જિલ્લાના સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અગમચેતીના ભાગરૂપે પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ગોપાલગ્રામ ખાતે મૃતક યુવકના ઘરે પહોંચ્યો હતો. અધિકારીઓએ પરિવાર સાથે બંધ બારણે બેઠક યોજીને સમગ્ર કેસની નવેસરથી અને તટસ્થ તપાસ કરવા માટે ખાસ 'SIT' (સીટ) ની રચના કરવાની સત્તાવાર ખાતરી આપી હતી. તંત્ર તરફથી યોગ્ય તપાસ અને કડક કલમો ઉમેરવાની ખાતરી મળતા, પરિવારે લાશને બહાર કાઢવાનો પોતાનો નિર્ણય મુલતવી રાખ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Jamnagar News: ધ્રોલની ગણેશ વિદ્યા સંકુલમાં નર્સિંગની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા
calendar_today June 11, 2026

Jamnagar News: ધ્રોલની ગણેશ વિદ્યા સંકુલમાં નર્સિંગની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ધ્રોલ નજીક ખારવા ગામ પાસે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા 'ગણેશ વિદ્યા સંકુલ'માં એક યુવા વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે શૈક્ષણિક આલમ સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.નર્સિંગના બીજા વર્ષમાં કરતી હતી અભ્યાસઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થિનીનું નામ પ્રજ્ઞા બાબુભાઈ પરમાર હતું. તે મૂળ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કાકડખીલા ગામની વતની હતી. પ્રજ્ઞા અહીં ગણેશ વિદ્યા સંકુલમાં નર્સિંગ વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સંસ્થાની જ ગર્લ્સ હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરી રહી હતી. જોકે, કોઈ અગમ્ય કારણોસર તેણીએ હોસ્ટેલના રૂમમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.અગાઉ પણ આ હોસ્ટેલમાં બની ચૂક્યો છે આત્મહત્યાનો બનાવઆ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ ધ્રોલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા મૃતક પ્રજ્ઞાના પરિવારમાં ભારે ગમગીની અને આક્રંદ છવાઈ ગયું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જ હોસ્ટેલમાં અગાઉ પણ એક વિદ્યાર્થીના આત્મહત્યાનો બનાવ બની ચૂક્યો છે, જેને પગલે સંસ્થાની સુરક્ષા અને વાતાવરણ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.હાલમાં વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું છે, તે જાણી શકાયું નથી. ધ્રોલ પોલીસે આ મામલે ગુનો નોંધીને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો - Ahmedabad Plane Crash: સેકન્ડોની અંદર સેંકડો સપનાઓનો સામૂહિક જનાજો, પરિવારની વેદનાની વાચા

Read Full Story arrow_forward