android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: પુણા લેક ગાર્ડન પાસે યુવકની જાહેરમાં હત્યા, પ્રેમપ્રકરણની આશંકા
calendar_today June 11, 2026

Surat News: પુણા લેક ગાર્ડન પાસે યુવકની જાહેરમાં હત્યા, પ્રેમપ્રકરણની આશંકા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. સુરતના પુણા વિસ્તારમાં આજે જાહેરમાં એક યુવકની ઘાતકી હત્યા કરાતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. મહાનગર પાલિકાના પુણા લેક ગાર્ડનના ગેટ પાસે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો.ગાર્ડનના ગેટ પાસે જ યુવકને રહેંસી નાખ્યોમળતી માહિતી મુજબ, 25 થી 30 વર્ષની ઉંમરના કરણ વિક્રમભાઈ વાઘેલા નામના યુવક પર ૨ થી ૩ જેટલા અજાણ્યા ઇસમોએ અચાનક તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ કરણને જાહેરમાં આડેધડ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે કરણ વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકાઆ ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, પોલીસ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.સુરતમાં ગુનાખોરી બેફામ: 5 મહિનામાં 52 હત્યાસુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ નવી ઘટના સાથે સુરતમાં છેલ્લા માત્ર ૫ મહિનામાં જ હત્યાનો આંકડો ૫૨ પર પહોંચી ગયો છે. જાહેરમાં થઈ રહેલી આ પ્રકારની હત્યાઓની ઘટનાઓએ સુરત પોલીસની કામગીરી સામે પણ મોટા સવાલો ઉભા કર્યા છે.આ પણ વાંચો - Surat News: નાસિરનગરમાં ડિમોલિશન કોણે કર્યું તે ખબર નથી, કમિશનર જવાબ આપ્યા વિના ભાગ્યા

Read Full Story arrow_forward
Vadodara News: સાવલી-ઉદલપુર બ્રિજની કામગીરી મુદ્દે ફરી રાજકીય ગરમાવો, ધારાસભ્યની વિજિલન્સ તપાસની માગ
calendar_today June 11, 2026

Vadodara News: સાવલી-ઉદલપુર બ્રિજની કામગીરી મુદ્દે ફરી રાજકીય ગરમાવો, ધારાસભ્યની વિજિલન્સ તપાસની માગ

વડોદરા જિલ્લાના સાવલી-ઉદલપુર માર્ગ પર આવેલા બ્રિજની નબળી કામગીરીનો મુદ્દો ફરી એકવાર જોરશોરથી ગાજ્યો છે. આ બ્રિજના નિર્માણ કાર્યમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સમગ્ર પંથકમાં ભારે વિવાદ ઊભો થયો છે. સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે આ બ્રિજની કામગીરી અંગે અગાઉ લેખિતમાં ઉચ્ચ સ્તરે ધારદાર રજૂઆતો કરી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર નિકાલ ન આવતાં આ મામલે વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.બ્રિજના કામ સામે સવાલો યથાવતસાવલી-ઉદલપુર રોડ પર બની રહેલા બ્રિજના કામની ગુણવત્તા સામે સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા લાંબા સમયથી સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા. આ લોકફરિયાદોને ધ્યાને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ સબંધિત વિભાગના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને કડક રજૂઆત કરી હતી. જોકે, આ સત્તાવાર રજૂઆતના મહિનાઓ બાદ પણ સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું હોય તેમ હજી સુધી આ પ્રશ્નનો કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી, જેને પગલે બ્રિજના નબળા કામ અંગેના અનેક સવાલો આજે પણ યથાવત છે.ધારાસભ્ય કેતન ઇનામદારે આપી કડક ચેતવણીતંત્રની આ ઢીલી નીતિ અને ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરતાં ધારાસભ્ય કેતન ઇનામદારે હવે આરપારની લડાઈના મૂડમાં કડક વલણ અપનાવ્યું છે. તેમણે મીડિયા સમક્ષ સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ માર્ગ અને બ્રિજના કામની યોગ્ય, નિષ્પક્ષ તેમજ ઉચ્ચ સ્તરીય વિજિલન્સ (તપાસ સમિતિ) તપાસ કરાવવાની ઉગ્ર માંગ કરી છે. "કોઈ જાનહાનિ થશે તો તંત્ર જવાબદાર": ધારાસભ્ય કેતન ઇનામદારઆ સાથે તેમણે તંત્રને સીધી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આ નબળા બ્રિજના કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ઘટશે કે કોઈ નિર્દોષ નાગરિકની જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્ર અને જવાબદાર અધિકારીઓની રહેશે. તેમણે આ નબળા કામ પાછળ જવાબદાર તમામ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કાયદેસરના કડક પગલાં ભરવાની માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anandના ઉમરેઠમાં મેગા ડિમોલિશન: નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પરના દબાણો પર જેસીબી ફેરવ્યું
calendar_today June 11, 2026

Anandના ઉમરેઠમાં મેગા ડિમોલિશન: નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પરના દબાણો પર જેસીબી ફેરવ્યું

આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં ટ્રાફિક અને રસ્તાની કડક વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા એક બહુ મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉમરેઠ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર લાંબા સમયથી અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ડિમોલિશનની કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કડક કાર્યવાહીકોઈપણ અનિચ્છનીય ઘટના કે વિરોધ પ્રદર્શનને પહોંચી વળવા માટે ઉમરેઠ નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફની ટીમ પોલીસ કાફલાને સાથે રાખીને રસ્તા પર ઉતરી હતી. તંત્ર દ્વારા કડક વલણ અપનાવીને જેસીબી (JCB) મશીનની મદદથી રસ્તાઓ પર થયેલા પાકા અને કાચા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. નગરપાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરીના કારણે દબાણ હટાવવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડી હતી.ઉમરેઠ ગેટથી અંબિકા નગર સુધીના લારી-ગલ્લા કરાયા સાફઆ મેગા ડ્રાઈવ અંતર્ગત ઉમરેઠ શહેરના મુખ્ય અને વ્યસ્ત વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ઉમરેઠ ગેટથી વડાબજાર, પંચવટી, કોર્ટ રોડ, વીજોલ રોડ તેમજ થામણા ચોકડીથી લઈને છેક અંબિકા નગર સોસાયટી સુધીના સમગ્ર માર્ગો પર ઓપરેશન હાથ ધરાયું હતું. આ રસ્તાઓ પર ટ્રાફિકને નડતરરૂપ થતા લારી-ગલ્લા, પાથરણાવાળાઓ તેમજ દુકાનદારો દ્વારા દુકાનની બહાર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા સિમેન્ટના ઓટલાઓ અને શેડને તાત્કાલિક અસરથી ખસેડીને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward