android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
કુતિયાણાના રોધડા નજીક 605 બોટલ દારૂ ભરેલી ઇકો કાર સાથે શખસ ઝબ્બે
calendar_today June 11, 2026

કુતિયાણાના રોધડા નજીક 605 બોટલ દારૂ ભરેલી ઇકો કાર સાથે શખસ ઝબ્બે

કુતિયાણાના રોધડા નજીક ઇકો કારમાં વિદેશી દારૂની 605 નાની બોટલ સાથે જામજોધપુરના શેઠ વડાળા ગામના શખ્સને પોલીસે ઝડપી લીધો છેપોરબંદર એલસીબી ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન બાતમી ના આધારે રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર રોધડા ગામના પાટીયા પાસે થી કાર માં પસાર થઇ રહેલ આરીફ્ હનીફ્ભાઈ નોતીયાર (ઉ.વ. 26, રહે. શેઠ વડાળા ગામ રાજગોર ફ્ળિયુ) ને અટકાવી કાર ની તલાશી લેતા કાર માંથી વિદેશી દારૂ ની 180 એમ એલ ની 605 બોટલ મળી આવી હતી આથી પોલીસે રૂ 1,02,850 ની કીમત નો દારુ , રૂા.2,00,000 ની કીમત ની કાર અને .રૂા. 5000 ની કીમત નો મોબાઈલ મળી કુલ રૂા. 3,07,850નો મુદ્દામાલ કબ્જે કર્યો હતોઅને તેની પુછપરછ કરતા આ દારૂ તે ચોક્કસ મોબાઈલ નંબર ધારક પાસે થી લાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેના વિરુધ પણ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
કેશોદમાં નદીના વહેણ રોકતા બાંધકામ નહીં હટે તો ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થશે
calendar_today June 11, 2026

કેશોદમાં નદીના વહેણ રોકતા બાંધકામ નહીં હટે તો ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થશે

કેશોદ શહેરમાં થી પસાર થતી ટીલોળી નદી અને ઉતાવળીયા નદી ઉપરાંત વોકળાઓ અને વરસાદી પાણી ના નિકાલ માટે રાખવામાં આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર દબાણો કરી બાંધકામ કરવામાં આવેલ છે જે અંગે વિસ્તારના રહીશો દ્વારા લેખિતમાં ફરિયાદો કરી હોવા છતાં આ ભૂમાફ્યિાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તંત્ર પાગળુ સાબિત થયેલ છે. પ્રિમોન્સuન કામગીરી ના નામે ઝાડી ઝાખરાં દુર કરી ફેટા મોકલી સંતોષ માનતી કેશોદ નગરપાલિકા દ્વારા નદીનાં વહેણમાં થયેલાં દબાણો દુર કરવામાં આવશે નહિ તો ચોમાસામાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાવાની પુરેપુરી સંભાવના રહેલી છે.કેશોદના સ્ટેશન રોડ પર આવેલા ગરનાળા આગળ ભરતી કરી પથારાવાળા દબાણો કરી બેઠાં છે ત્યારે પાણીના નિકાલ બંધ કરી દેવામાં આવ્યાં છે. જેથી સ્ટેશન રોડ પર પાણી સહેલાઈથી નિકાલ ના થતાં આસપાસના રહેણાંક વિસ્તારમાં ભરાવાની સંભાવના છે. રીવર બ્યુટીફીકેશન ના નામે નદીનું વહેણ સાંકળu થઈ જતાં વધારાનું પાણી ગીરીરાજનગર નહેરુનગર રણછોડનગર ગોપાલનગર વિસ્તારમાં ફરિ વળવાની પુરેપુરી સંભાવના છે. કેશોદના વેરાવળ રોડ પર રેલ્વે ગરનાળા થી મેઘના સોસાયટી તરફ્ સીમેન્ટ રોડ બનાવવા ઉપરાંત મેસવાણની ગારીમાં સીમેન્ટ રોડ બનાવવામાં આવતાં ઉપરવાસનું પાણી સ્વામિનારાયણ મંદિર પાસે સળંગ દબાણો હોવાથી કૃષ્ણનગર મધુસુદન નગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ થશે અને લોકોની માલમિલકતને નુકસાન થવાની સંભાવના છે. કેશોદ નગરપાલિકા દ્વારા ભૂમાફ્યિાઓ ની શેહશરમ છોડી ગેરકાયદેસર દબાણો બાંધકામ દુર કરી નદીના વહેણ ખુલ્લા કરવામાં આવશે નહિ તો કરોડો રૂપિયા ખર્ચ કરી બનાવેલા રોડ તો ધોવાઈ જશે પણ જળબંબાકાર ની સ્થિતિ પણ સર્જાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand News: ઉમરેઠના સીમ વિસ્તારમાં તસ્કરોનો આતંક: નંદેસરી તલાવડી પાસે બે ઓરડીઓને નિશાને બનાવી
calendar_today June 11, 2026

Anand News: ઉમરેઠના સીમ વિસ્તારમાં તસ્કરોનો આતંક: નંદેસરી તલાવડી પાસે બે ઓરડીઓને નિશાને બનાવી

આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાંથી ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે. ઉમરેઠના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરોએ તરખાટ મચાવીને બે જુદા-જુદા ખેતરોમાં આવેલી ઓરડીઓને પોતાનો નિશાન બનાવી છે. સીમ વિસ્તારમાં વધતી ચોરીની પ્રવૃત્તિઓના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.એક ઓરડીમાંથી ચોરી અને બીજીમાં બચાવઆ ચોરીની ઘટના ઉમરેઠના નંદેસરી તલાવડી પાસે આવેલા સીમ વિસ્તારમાં બની હતી. અહીં તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈને બે જુદા-જુદા ખેડૂતોની ઓરડીઓનાં તાળા તોડ્યા હતા. તેમાંથી એક ઓરડીનું તાળું તોડી તસ્કરો અંદર રાખેલી કિંમતી લોખંડની એંગલો તથા પતરાની ચોરી કરી આસાનીથી ફરાર થઈ ગયા હતા. જ્યારે સદ્દનસીબે બીજી ઓરડીનું મુખ્ય ઇન્ટરલોક મજબૂત હોવાના કારણે તે તૂટ્યું ન હતું, જેથી ત્યાં મોટી ચોરી થતાં અટકી ગઈ હતી.ઉમરેઠ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદખેતરમાં ચોરી થઈ હોવાની જાણ સવારે જ્યારે ખેડૂત પોતાની વાડીએ પહોંચ્યા ત્યારે થઈ હતી. ઓરડીના તાળા તૂટેલા અને સામાન વેરવિખેર જોઈને ખેડૂતો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ચોરીની ઘટના અંગે ભોગ બનનાર ખેડૂત દ્વારા તાત્કાલિક ઉમરેઠ પોલીસ સ્ટેશને પહોંચીને સમગ્ર મામલાની જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક ખેડૂતોએ સીમ વિસ્તારમાં પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ સખત બનાવવાની ઉગ્ર માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward