android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana News: ફ્રુટ માર્કેટમાં ભીષણ આગ, એકસાથે 6 પેઢીના શેડ અને 2 ટ્રક બળીને ખાખ
calendar_today June 11, 2026

Mehsana News: ફ્રુટ માર્કેટમાં ભીષણ આગ, એકસાથે 6 પેઢીના શેડ અને 2 ટ્રક બળીને ખાખ

મહેસાણા શહેરમાંથી આગની એક મોટી અને માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતી ફ્રુટ માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં તેણે આસપાસના મોટા વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આ ભયાનક દુર્ઘટનામાં એક સાથે 6 જેટલી વેપારી પેઢીના શેડ બળીને ખાખ થઈ ગયા છે. એટલું જ નહીં, માર્કેટમાં ફ્રુટ ભરીને લાવેલી અથવા માલ લોડ કરવા ઉભેલી બે મોટી ટ્રકો પણ આ આગની ચપેટમાં આવી જતાં સંપૂર્ણપણે બળી ગઈ છે.અગમ્ય કારણોસર લાગી આગ, માર્કેટમાં અફરાતફરીઘટનાની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મહેસાણા ફ્રુટ માર્કેટમાં આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની લપેટો એટલી ઊંચી ઉડી રહી હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા, જેના કારણે ફ્રુટ માર્કેટના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મહેસાણા મનપાના 4 ફાયર ફાઇટર ઘટના સ્થળેઘટનાની જાણ થતાં જ મહેસાણા મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તુરંત એક્શનમાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટેના યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. આગના કારણે લાખો રૂપિયાનું ફ્રુટ અને વ્યાપારી માલ-સામાન બળીને રાખ થઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર વિગતો સામે આવી નથી. પોલીસ અને વહીવટી તંત્ર પણ સ્થિતિ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી ગયું છે.આ પણ વાંચો - Mehsana: સિંગર કાજલ મહેરિયાના નામે મહેસાણા કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી

Read Full Story arrow_forward
TMCના હોબાળા વચ્ચે Pratima Mandal અને Shatrughan Sinhaની સ્પષ્ટતાએ ખેંચ્યુ સૌનું ધ્યાન
calendar_today June 11, 2026

TMCના હોબાળા વચ્ચે Pratima Mandal અને Shatrughan Sinhaની સ્પષ્ટતાએ ખેંચ્યુ સૌનું ધ્યાન

પ્રતિમા મંડલે કહ્યુ હતું કે, તેઓ કોલકાતામાં છે અને દિલ્હી ગયા નથી. જોકે, તેમને અન્ય પક્ષો તરફથી દિલ્હી આવવા માટે વિનંતીઓ મળી છે.આ માત્ર અફવાઓ છેઃ પ્રતિમા મંડલ તૃણમૂલ કોંગ્રેસની અંદર રાજકીય ઉથલપાથલ વચ્ચે સાંસદ પ્રતિમા મંડલે પ્રતિક્રિયા આપી છે. પ્રતિમા મંડલે તમામ અટકળો અને મીડિયા અહેવાલોને ફગાવ્યા છે. જેમાં દાવો કરાયો હતો કે, તેઓ બળવાખોર સાંસદોના જૂથનો ભાગ છે અને ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં છે તે સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. પ્રતિમા મંડલે સ્પષ્ટતા આપી હતી કે, તેઓ તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મજબૂત રીતે ઉભા છે. તેમણે કહ્યું કે, હું 4 જૂનથી દિલ્હી ગઈ નથી અને હાલમાં કોલકાતામાં મારા ઘરે છું. મારા વિશે અફવાઓ ફેલાઇ છે.  ટીએમસી ગંભીર રાજકીય સંકટમાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં શરૂ થયેલો આ આંતરિક સંઘર્ષ હવે તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વ અને રાજકીય અસ્તિત્વ માટેના યુદ્ધમાં ફેરવાયો છે. મમતા બેનર્જીનો છાવણી દિલ્હીમાં નવા રાજકીય જોડાણો સ્થાપિત કરવામાં વ્યસ્ત છે. ત્યારે બળવાખોર જૂથ સંગઠન, ધારાસભ્યો અને સાંસદોના સમર્થન પર આધાર રાખીને પોતાને સાચા ટીએમસી તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી પરિસ્થિતિઓમાં, 28 વર્ષ જૂની તૃણમૂલ કોંગ્રેસ તેના ઇતિહાસમાં સૌથી ગંભીર રાજકીય સંકટનો સામનો કરી રહી છે.શત્રુઘ્ન સિંહાની સ્પષ્ટતા તો આ તરફ, શત્રુઘ્ન સિંહાએ પોતાનું મૌન તોડતા કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી મારા વિશે ઘણી અટકળો ચાલી રહી છે. કેટલાક લોકો સત્ય કહી રહ્યા છે, જ્યારે કેટલાક અફવાઓ ફેલાવી રહ્યા છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, હું કહેવાતા બળવાખોર જૂથમાં જોડાયો છું. હા, હું હંમેશા સ્વભાવે સ્પષ્ટવક્તા રહ્યો છું. હું ઘણીવાર કહું છું કે જો સત્ય બોલવું એ બળવો છે, તો હું પણ બળવાખોર છું. મેં હંમેશા સ્પષ્ટપણે કહ્યું છે અને કુદાળને કુદાળ કહ્યું છે. પરંતુ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે મમતાજી મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહ્યા હતા, અને આજે, તેમના મુશ્કેલ સમયમાં, હું તેમને છોડી શકતો નથી. પીએમ મોદીને પાઠવી શુભેચ્છા શત્રુઘ્ન સિંહાની X પરની પોસ્ટે તમામનું ધ્યાન ખેંચ્યુ હતુ. હંમેશા તેમના સ્પષ્ટ શબ્દો માટે જાણીતા, આસનસોલના સાંસદ શત્રુઘ્ન સિંહાએ લખ્યું, "ખેલાડી ભાવનામાં, હું આપણા મિત્ર અને સમાજ અને રાષ્ટ્રના માર્ગદર્શક, માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 12મા કાર્યકાળ બદલ અભિનંદન આપું છું. આ કદાચ અત્યાર સુધીનો સૌથી લાંબો કાર્યકાળ છે. હું તેમને લાંબા, સ્વસ્થ અને સમૃદ્ધ જીવનની શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ!"આ પણ વાંચોઃ Shatrughan Sinhaનું નિવેદન, મુસીબતમાં મમતા દીદીએ આપ્યો હતો ટેકો, હું તેમનો સાથ નહીં છોડું

Read Full Story arrow_forward
MP Rajya Sabha:મધ્ય પ્રદેશની ત્રણેય રાજ્યસભા બેઠકો પર BJPનો કબ્જો, ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
calendar_today June 11, 2026

MP Rajya Sabha:મધ્ય પ્રદેશની ત્રણેય રાજ્યસભા બેઠકો પર BJPનો કબ્જો, ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

સંસદના ઉચ્ચ સદન એટલે કે રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની તાકાતમાં વધુ વધારો થયો છે. મધ્ય પ્રદેશ કોટાની ત્રણેય રાજ્યસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ (નામાંકન) રદ્દ થયા બાદ ભાજપ માટે આ જીતનો રસ્તો સાફ થઈ ગયો હતો. વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર અરવિંદ શર્માએ ભાજપના ઉમેદવારો રજનીશ અગ્રવાલ, તરુણ ચુગ અને મહેશ કેવટને સત્તાવાર રીતે ચૂંટણી જીત્યાનું પ્રમાણપત્ર સોંપ્યું છે.શા માટે રદ્દ થયું કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ?કોંગ્રેસે આ ચૂંટણીમાં પૂર્વ સાંસદ અને રાહુલ ગાંધીની નજીકની ગણાતી મીનાક્ષી નટરાજનને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જો કે, રિટર્નિંગ ઓફિસરે ટેકનિકલ ખામીના આધારે તેમનું નામાંકન પત્ર ફગાવી દીધું હતું. ભાજપની ફરિયાદ બાદ સામે આવ્યું કે મીનાક્ષી નટરાજને પોતાના ફોર્મમાં એક પેન્ડિંગ કેસ (અદાલતી મામલા)ની માહિતી છુપાવી હતી. તેલંગાણાના એક જૂના કેસમાં હૈદરાબાદની મેજિસ્ટ્રેટ કોર્ટે વર્ષ 2025માં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 223 હેઠળ તેમને નોટિસ ફટકારી હતી. કોંગ્રેસે આ મામલે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, જેના પર શુક્રવારે સુનાવણી થવાની છે.રાજ્યસભાનું નવું નંબર ગેમઆગામી 18 જૂને દેશના 12 રાજ્યોની 26 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જેમાં મધ્ય પ્રદેશની આ 3 બેઠકો પણ સામેલ હતી. આ બેઠકો જ્યોર્જ કુરિયન (BJP), દિગ્વિજય સિંહ (INC) અને સુમેરસિંહ સોલંકી (BJP) ના નિવૃત્ત થવાના કારણે ખાલી પડી રહી છે.આ ત્રણેય બેઠકો બિનહરીફ જીત્યા બાદ રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 113 થી વધીને હવે 116 પર પહોંચી ગઈ છે. આ સાથે જ સત્તાધારી ગઠબંધન NDA (એનડીએ) ની સભ્ય સંખ્યા સંસદના ઉચ્ચ સદનમાં 149 થી વધીને 152 થઈ ગઈ છે, એટલે કે એનડીએનો આંકડો હવે 150 ને પાર પહોંચી ગયો છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન 'INDIA' પાસે હાલમાં 78 સાંસદોનું સંખ્યાબળ છે, જેમાં કોંગ્રેસના 29 સાંસદો સામેલ છે. અગાઉ 16 માર્ચે હરિયાણા, બિહાર અને ઓડિશાની 11 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પણ એનડીએ ગઠબંધને 9 બેઠકો પર શાનદાર જીત મેળવી હતી.આ પણ વાંચો:Refugee Crisis:દુનિયાનો દર 70મો નાગરિક બન્યો ઘરવિહોણો,આશરો આપવામાં અમેરિકા અને યુરોપ પાછળ

Read Full Story arrow_forward