android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: રાજ્યસભાની ચાર બેઠકો પર નહીં યોજાય ચૂંટણી, ગુજરાત ભાજપના ચાર ઉમેદવારો બિનહરિફ જાહેર
calendar_today June 11, 2026

Gujarat News: રાજ્યસભાની ચાર બેઠકો પર નહીં યોજાય ચૂંટણી, ગુજરાત ભાજપના ચાર ઉમેદવારો બિનહરિફ જાહેર

ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાની ચાર સીટ પર હવે ચૂંટણી નહીં યોજાય. કારણ કે રાજ્યસભામાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરિફ જાહેર થયાં છે. ગુજરાત વિધાનસભાએ સત્તાવાર નોટીફિકેશન પણ જાહેર કરી દીધું છે. ફોર્મ પરત ખેંચવા માટે આજે અંતિમ દિવસ હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક પણ ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો.  ગુજરાત વિધાનસભાનું સત્તાવાર નોટિફિકેશન ગુજરાત વિધાનસભાએ જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણી 2026 અંતર્ગત રાજ્યની ચાર બેઠકો માટેની ચૂંટણીના પરિણામની ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.પહેલી જૂન 2026ના રોજ ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીની જાહેરાત કરી હતી.જેમાં નામ નિર્દેશન પત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જુન 2026 સુધીમાં ચાર ઉમેદવારના નામ નિર્દેશન પત્રો મળ્યા હતાં.જેની ચકાસણી 9 જુનનાં રોજ કરવામાં આવી હતી અને ચારેય ઉમેદવારોના ઉમેદવારી પત્ર માન્ય ઠર્યા હતાં. રાજ્યસભામાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરિફ જાહેરઆજે 11 જુનનાં રોજ નામ નિર્દેશન પત્ર પાછા ખેંચવાનો સમય પૂર્ણ થતાં ચાર બેઠકો સામે ચાર ઉમેદવારો જ હોઈ ચૂંટણી બિનહરીફ થતી હોઈ ચૂંટણી અધિકારી ચેતન પંડ્યાએ ભાજપના ચારેય ઉમેદવારો જીતેન્દ્ર કણઝારીયા, માનસિંહ પરમાર, રાજેશ શુક્લ, રાઠવા મુકેશભાઈ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. આ ઉમેદવારો રાજ્યસભાના વર્તમાન સાંસદો રામ મોકરિયા, નરહરી અમીન, રમીલાબેન બારા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. આ પણ વાંચોઃ Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જાહેર કર્યા ઝોનવાઇઝ કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી સંપર્ક નંબરો

Read Full Story arrow_forward
Gujarat Weather Update: છત્રી શોધી લેજો! આ દિવસથી રાજ્યમાં બેસશે ચોમાસુ
calendar_today June 11, 2026

Gujarat Weather Update: છત્રી શોધી લેજો! આ દિવસથી રાજ્યમાં બેસશે ચોમાસુ

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક મહત્વની અને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે ગુજરાતમાં 23 થી 26 જૂન વચ્ચે વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. જોકે, ચોમાસાના પ્રારંભિક તબક્કામાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.15 જૂન સુધી વાવાઝોડાની આશંકા, 16 જૂને બેસશે નક્ષત્રનો વરસાદઅંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 15 જૂન સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારબાદ, 16 જૂન સુધીમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ બેસી જશે. ચોમાસાની શરૂઆતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે, જેનાથી ખેડૂતો અને સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નડ્યું નડતર, આ વર્ષે ચોમાસું ધીમું રહેશેહવામાન નિષ્ણાતના મતે, ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ચોમાસાની સિસ્ટમમાં થોડો વિલંબ અને અવરોધ જોવા મળી રહ્યો છે. આ જ કારણે શરૂઆતમાં વરસાદની ગતિ થોડી ધીમી રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું ધીમું પડી શકે છે. જોકે, જૂન મહિનાના અંત સુધીમાં ચોમાસાની સિસ્ટમ વધુ મજબૂત બનશે અને સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરશે. ખેડૂતો માટે આ આગાહી વાવણીના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.આ પણ વાંચો - Anand News: પામોલ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત, 14 વર્ષીય વિદ્યાર્થીનું મોત

Read Full Story arrow_forward
Bhavnagarમાં રહેણાંક ફ્લેટમાં ભીષણ આગથી મચી અફરાતફરી; રાણીકા વિસ્તારમાં ઊડ્યા ધુમાડાના ગોટેગોટા!
calendar_today June 11, 2026

Bhavnagarમાં રહેણાંક ફ્લેટમાં ભીષણ આગથી મચી અફરાતફરી; રાણીકા વિસ્તારમાં ઊડ્યા ધુમાડાના ગોટેગોટા!

ભાવનગર શહેરમાંથી આગની એક મોટી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા રાણીકા વિસ્તારમાં આવેલા એક રહેણાંક ફ્લેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટના રાણીકા વિસ્તારની દાંતિયા વાળી શેરીમાં બની હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. રહેણાંક મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.સ્થાનિકોની સમયસૂચકતા: દંપતીનો આબાદ બચાવઆગની આ ઘટના દરમિયાન જે ફ્લેટમાં આગ લાગી હતી ત્યાં એક મધ્યમવયી દંપતી ફસાયું હતું. જોકે, કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં જ સ્થાનિક રહીશોએ અદ્ભુત સમયસૂચકતા અને સાવચેતી દાખવી હતી. લોકોએ પોતાની જાનના જોખમે તાત્કાલિક ઘરમાં પ્રવેશીને ફસાયેલા દંપતીને હેમખેમ બહાર કાઢી લીધું હતું. સ્થાનિકોની આ ત્વરિત સક્રિયતાના કારણે સદ્દનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે.ફાયર બ્રિગેડની જહેમત અને અન્ય ટીમોની દોડધામઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ ફાયર ફાઈટર્સનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવીને આશરે એકાદ કલાકની સતત મથામણ બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગના પગલે અગમચેતીના ભાગરૂપે સ્થાનિક પોલીસ, પીજીવીસીએલ (PGVCL) ની ટેકનિકલ ટીમ અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી છે, તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward