android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: નાસિરનગરમાં ડિમોલિશન કોણે કર્યું તે ખબર નથી, કમિશનર જવાબ આપ્યા વિના ભાગ્યા
calendar_today June 11, 2026

Surat News: નાસિરનગરમાં ડિમોલિશન કોણે કર્યું તે ખબર નથી, કમિશનર જવાબ આપ્યા વિના ભાગ્યા

સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશનનો મામલો હવે ભારે ગરમાયો છે. આ સમગ્ર ઓપરેશનમાં સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાના સવાલો ઉઠ્યા બાદ હવે તપાસનો દોર અત્યંત તેજ કરવામાં આવ્યો છે. બીજી બાજુ આ ઘટનાના 12 દિવસ બાદ મનપા કમિશ્નરે નિવેદન આપ્યું છે. ડિમોલિશનનો વિવાદ વધતાં જ મનપાના શાસકોએ તાત્કાલિક બેઠકો યોજી છે.  નોટીસ આપી કે નહીં તે કમિશ્નરને જ ખબર નથીસુરતમાં તાપી ભવન ખાતે હાઈલેવલની બેઠક યોજાઈ છે. મનપાના કમિશનર સાથે તમામ હોદ્દેદારોએ બેઠક યોજી છે. આ ઘટનાના 12 દિવસ બાદ આખરે મનપા જાગી છે. મનપાના કમિશનર એમ નાગરાજને માત્ર તપાસ કમિટીનું જ રટણ કર્યું હતું. બીજી તરફ અનેક લોકો બેઘર થયા છતાં મનપાના અધિકારીઓ અને શાસકો ખો ખો રમે છે. અધિકારીઓ કહે છે કે આ ડિમોલિશન કાયદાકિય છે. જ્યારે કમિશનર કહે છે કે ડિમોલિશન કોણે કર્યું તે ખબર નથી. એક જ મનપામાં અલગ અલગ નિવેદન બાજી સામે આવી છે. નોટીસ આપી કે નહીં તે કમિશ્નરને જ ખબર નથી. કમિશનર અધૂરા જવાબો આપીને ભાગ્યા હતાં. લોકો બેઘર થયા અને હજુ તપાસ ચાલુ છેનાસિર નગરમાં ભૂતિયા ડિમોલિશનમાં અનેક લોકો બેઘર થયા અને અધિકારીઓને ખબર નથી કે કોણે લોકોના મકાનો પર બુલડોઝર ફેરવી નાંખ્યું. આ ઘટનાના 12 દિવસ બાદ પણ એક જ સવાલ ઉભો છે આખરે કોણે સેટિંગ કરી નાંખ્યું. મનપાના અધિકારીઓ પાસે આનો કોઈ જવાબ નથી. સવાલોનો ઘેરાવો થતાં અધિકારીઓ ભાગ્યા હતાં. અધિકારીઓ ભાગતાં જ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતાં. હોબાળો થતાં પોલીસ બોલાવવી પડી હતી. મનપા કચેરીએ માહોલ ગરમાયો હતો.વિનુ મોરડિયાએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરીભૂતિયા ડિમોલિશન મામલે ધારાસભ્ય વિનુ મોરડિયાએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે એક જનપ્રતિનિધિ તરીકે તેમણે આ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા અને તેમના સવાલોથી કેટલાક લોકોને અસ્વસ્થતા થઈ રહી છે.વિનુ મોરડિયાએ કહ્યું કે,ઘૂસણખોરોને અહીં રહેવા દેવા ન જોઈએ.તેમણે સવાલ ઉઠાવ્યો કે સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કેમ કરી નથી.ડિમોલિશન માટે નક્કી પ્રક્રિયા અને નીતિ હોય છે, પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે આ ડિમોલિશન કર્યું કોણે? જો કોઈએ ખોટું કર્યું હશે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થશે ત્યારે સત્ય બહાર આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે.આ પણ વાંચોઃ Rajkot News: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રએ કહ્યું, દરેક પીડિત પરિવાર તપાસ સમિતી પર ભરોસો રાખે

Read Full Story arrow_forward
Surendranagar News: સાયલા-સુદામડા હાઈવે પર અકસ્માત, ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત
calendar_today June 11, 2026

Surendranagar News: સાયલા-સુદામડા હાઈવે પર અકસ્માત, ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા હાઈવે પર એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. બપોરના સમયે હાઈવે પર એક ક્વોરી યુનિટ પાસે રોડ પર બંધ ઉભેલા ડમ્પર પાછળ બાઇક ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક પર સવાર બે વ્યક્તિઓમાંથી એક 10મા ધોરણના વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચલાવી રહેલા અન્ય એક યુવાનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે.ધોરણ 10ની પૂરક પરીક્ષા આપીને ઘરે જતા વિદ્યાર્થીને કાળ આંબી ગયોઘટનાની મળતી વિગતો અનુસાર, નાગડકા ગામનો રહેવાસી અને ધોરણ-૧૦નો વિદ્યાર્થી અનીલ મેઘાભાઇ બાવળીયા સુરેન્દ્રનગર ખાતે પોતાની પૂરક પરીક્ષા આપવા ગયો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ તે પોતાના ઘરે પરત ફરવા માટે શાંતિનગરના સંજય ઝવેરભાઇ પરાલીયા સાથે મોટરસાયકલ પર નીકળ્યો હતો. બન્ને મિત્રો સાયલા-સુદામડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને ઉભેલા બંધ ડમ્પરની પાછળ તેમની બાઇક જોરદાર રીતે ભટકાઈ પડી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, માસૂમ અનીલનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.108 મારફતે હોસ્પિટલ ખસેડાયા, અન્ય યુવાનની હાલત નાજુકઅકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત સંજય પરાલીયા અને મૃતક અનીલના વહાલસોયા દેહને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સંજયની હાલત અત્યંત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે.હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટ્યા, પરિવારમાં આક્રંદએક તરફ હોશિયાર દીકરો પૂરક પરીક્ષા આપીને ભવિષ્યના સપના સાથે ઘરે પરત ફરી રહ્યો હતો, અને બીજી તરફ તેના મોતના સમાચાર મળતા જ નાગડકા ગામ અને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. સાયલા પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી, મૃતક વિદ્યાર્થીની મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો - Surendranagar: મૂળીના ગઢાદ ગામે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ

Read Full Story arrow_forward
Anand News: પામોલ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત, 14 વર્ષીય વિદ્યાર્થીનું મોત
calendar_today June 11, 2026

Anand News: પામોલ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત, 14 વર્ષીય વિદ્યાર્થીનું મોત

આણંદ જિલ્લાના બોરસદ-પામોલ રોડ પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. જ્યાં સામસામેથી આવતા બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરમાં એક 14 વર્ષીય માસૂમ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અન્ય એક બાઇક સવારને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. શાળાએથી છૂટીને હસતા મુખે ઘરે પરત ફરી રહેલા કિશોરના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.શાળાએથી છૂટીને ઘરે પરત ફરતા સમયે કાળ આંબી ગયો ઘટનાની મળતી વિગતો અનુસાર, આ અકસ્માતની ઘટના પામોલ રોડ પર આવેલા ઝાખલાના કુવા વિસ્તાર નજીક બની હતી. ઝાખલાના કુવા વિસ્તારમાં જ રહેતો 14 વર્ષીય કિશોર પામોલની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તે શાળા છૂટ્યા બાદ બાઇક લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઝાખલાના કુવા પાસે સામેથી આવી રહેલી અન્ય એક બાઇક સાથે તેની બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. સામસામે થયેલી આ ભીષણ ટક્કરમાં માસૂમ વિદ્યાર્થીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.અન્ય બાઇક સવાર ગંભીર, કરમસદ હોસ્પિટલ ખસેડાયોઆ અકસ્માતમાં સામેની બાઇક પર સવાર વ્યક્તિને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઇક સવારને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.પોલીસે હાથ ધરી તપાસઅકસ્માતની જાણ થતાં જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એકના એક વહાલસોયા દીકરાના લોહીલુહાણ મૃતદેહને જોઈને પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું, જેના દ્રશ્યો જોઈ ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો - Anand મનપાના આરોગ્ય વિભાગની ચેકિંગ ડ્રાઇવ, ફટકાર્યો રૂ. 43 હજારનો દંડ!

Read Full Story arrow_forward