android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotના રૈયારોડ પર સર્જાયો વિચિત્ર અકસ્માત: એક બેકાબૂ કાર સીધી ATMમાં ઘૂસી જતા મચી અફરાતફરી
calendar_today June 11, 2026

Rajkotના રૈયારોડ પર સર્જાયો વિચિત્ર અકસ્માત: એક બેકાબૂ કાર સીધી ATMમાં ઘૂસી જતા મચી અફરાતફરી

રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત અને જાણીતા રૈયારોડ પર આવેલા બાપા સીતારામ ચોક નજીક એક બેકાબૂ બનેલી ફોરવ્હીલર કાર રીતસર એટીએમ (ATM) સેન્ટરની અંદર ઘૂસી ગઈ હતી. ધોળા દિવસે સર્જાયેલા આ વિચિત્ર અકસ્માતને પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ATM તોડી અંદર ઘૂસીપ્રાપ્ત વિગતો અનુસાર, રૈયારોડ પરથી પસાર થઈ રહેલી એક કારના ચાલકે અચાનક જ કોઈ કારણોસર સ્ટેયરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર બેકાબૂ બનતા જ ચાલક કંઈ સમજે તે પહેલાં ગાડી રોડ કિનારે આવેલા એક બેંકના એટીએમ સેન્ટરના કાચ તોડીને સીધી અંદર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એટીએમની કેબિનને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત, આ બેકાબૂ કારે ત્યાં પાર્ક કરેલા એક દ્વિચક્રી વાહનને પણ કચડી નાખ્યું હતું અને અન્ય વાહનોને અડફેટે લીધા હતા.અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ નહીં, મોટો સર્જાયો આબાદ બચાવસામાન્ય રીતે એટીએમ સેન્ટર અને રૈયારોડ જેવા વ્યસ્ત માર્ગો પર લોકોની સતત અવરજવર રહેતી હોય છે, પરંતુ આ અકસ્માત સમયે એટીએમની અંદર કે બરાબર આગળ કોઈ નાગરિક હાજર ન હોવાથી એક બહુ મોટી દુર્ઘટના ટળી હતી. આ ભયાનક અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
TMCને કોલકાતા હાઈકોર્ટ તરફથી કોઇ રાહત નહી, ઋતાબ્રત બેનર્જી વિપક્ષના નેતા તરીકે યથાવત્
calendar_today June 11, 2026

TMCને કોલકાતા હાઈકોર્ટ તરફથી કોઇ રાહત નહી, ઋતાબ્રત બેનર્જી વિપક્ષના નેતા તરીકે યથાવત્

કોર્ટે વિધાનસભા અધ્યક્ષના નિર્ણય પર સ્ટે મૂક્યો નથી. હવે આ મામલે આગામી સુનાવણી 16 જૂને યોજાશે.મમતા બેનર્જીને રાહત નહી કોલકાતા હાઈકોર્ટે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ઋતાબ્રત બેનર્જીની નિમણૂકના મામલે મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસીને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે વિપક્ષના નેતા અંગે સ્પીકરના નિર્ણય પર સ્ટે મૂક્યો નથી. ઋતાબ્રત બેનર્જી હાલ માટે વિપક્ષના નેતા રહેશે. આ કેસમાં આગામી સુનાવણી 16 જૂને થશે. જોકે, આજે વિધાનસભામાં વિપક્ષના નેતાની ચૂંટણી અંગેની સુનાવણી દરમિયાન, કોલકાતા હાઇકોર્ટે પૂછ્યું કે, શું પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર કોઈપણ રાજકીય પક્ષની સંમતિ વિના વિપક્ષના નેતાને માન્યતા આપી શકે છે.સ્પીકરની ઋતાબ્રત બેનર્જીને વિરોધી પક્ષ નેતા તરીકે માન્યતા ઋતાબ્રત બેનર્જીએ 59 બળવાખોર ટીએમસી ધારાસભ્યો સાથે એક અલગ જૂથ બનાવ્યું છે અને સ્પીકરે આ જૂથને માન્યતા આપી છે. તેમને વિપક્ષના નેતાનો દરજ્જો આપ્યો છે. મમતા બેનર્જીની ટીએમસી દ્વારા આ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કલ્યાણ બંદોપાધ્યાયે સ્પીકરની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે માંગ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ઋતબ્રત બેનર્જીને માન્યતા આપવી એ પક્ષપલટા વિરોધી માળખા હેઠળ રાજકીય પક્ષો અને વિધાનસભા પક્ષોને સંચાલિત કરતા બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે.કલ્યાણે સ્પીકરના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો તેમણે જણાવ્યું હતું કે આ હોવા છતાં, સ્પીકરે 59 ધારાસભ્યો દ્વારા સમર્થિત વિપક્ષી જૂથને માન્યતા આપી હોવાનો આરોપ છે. રાજકીય પક્ષોના વિલીનીકરણ અને મહારાષ્ટ્ર રાજકીય કટોકટી સંબંધિત સુપ્રીમ કોર્ટના નિર્ણયોનો ઉલ્લેખ કરતા, કલ્યાણ બંદોપાધ્યાયે દલીલ કરી હતી કે બંધારણની દસમી અનુસૂચિ ફક્ત વિધાનસભા પક્ષોને નહીં, પણ રાજકીય પક્ષોને પ્રાધાન્ય આપે છે. એ નોંધવું જોઈએ કે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, ટીએમસી વિભાજનનો સામનો કરી રહી છે. ધારાસભ્ય પક્ષમાં વિભાજન બાદ, સંસદીય પક્ષ હવે પતનની આરે છે, અને ટીએમસીના ત્રણ રાજ્યસભા સાંસદોએ રાજીનામું આપી દીધું છે. આ પણ વાંચોઃ  મગજના આ રોગના જોખમ માટે વિટામિનની ઉણપ હોઇ શકે છે જવાબદાર? જાણો કેવી રીતે?

Read Full Story arrow_forward
Rajkot News: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રએ કહ્યું, દરેક પીડિત પરિવાર તપાસ સમિતી પર ભરોસો રાખે
calendar_today June 11, 2026

Rajkot News: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રએ કહ્યું, દરેક પીડિત પરિવાર તપાસ સમિતી પર ભરોસો રાખે

અમદાવાદમાં એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બરોના મોત નિપજ્યા હતાં. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતાં. તેમનું પણ આ ઘટનામાં નિધન થયું હતું. આ ઘટનાને એક વર્ષનો સમય પૂર્ણ થયો છે. ત્યારે રાજકોટમાં રૂપાણી પરિવારે વિજય રૂપાણીની પુણ્યતિથી પર પત્રકાર પરિષદ યોજી હતી. સ્વ.વિજય રૂપાણીના પુત્ર ઋષભનું નિવેદન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, રૂપાણી પરિવારને પ્લેન ક્રેશની ઘટનાની તપાસ પર પૂર્ણ ભરોસો છે. PM અને ગૃહમંત્રી ગુજરાતના પનોતા પુત્ર છે.દરેક પીડિત પરિવાર તપાસ સમિતી પર વિશ્વાસ રાખે.મારા બહેનના પત્રનો એર ઇન્ડિયાએ જવાબ આપ્યો છે. એર ઇન્ડિયાના સત્તાધિશો પીડિતો સાથે પત્ર વ્યવહાર કરી રહ્યા છે. આ પત્રને અને તપાસને કોઇ લેવાદેવા નથી.આ દરેક પરિવાર વચ્ચેનો ખાનગી પત્ર વ્યવહાર છે અને તેને ખાનગી જ રાખવો જોઇએ. પ્લેન ક્રેશની દરેક ઘટનામાં તપાસ લાંબી થતી હોય છે. આપણે આ તપાસ પર ભરોસો રાખવો જોઇએવિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુંઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના પીડિત પરિવારો માટે સમય જાણે આજે પણ જાણે અટકી ગયો છે. આ ઘટનામાં કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો, કોઈએ વહુ ગુમાવી અને કોઈએ માતા કે પિતા ગુમાવ્યા છે. કોઈએ તો પરિવારનો આધાર સ્તંભ પણ ગુમાવ્યો છે. ત્યારે આજે પણ આ ઘટનાને લઈને પરિવારોની આંખોમાંથી આંસુ સુકાયા નથી. યાદો પણ છે અને સવાલ માત્ર એક જ.  આ પણ વાંચોઃ Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જાહેર કર્યા ઝોનવાઇઝ કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી સંપર્ક નંબરો

Read Full Story arrow_forward